હોસ્ટ સલમાન ખાનનો લોકપ્રિય રિયાલિટી ટીવી શો 'બિગ બોસ ૧૯' ૨૪ ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. ચેનલની સાથે તે જિયોહોટસ્ટાર પર પણ ઉપલબ્ધ રહેશે.
ડિરેકટર વિશાલ ફુરિયાની કાજોલ અભિનિત હોરર ડ્રામા ફિલ્મ 'મા' આજથી નેટફ્લિક્સ પર જોવા મળશે.
જોન સીના અભિનિત અમેરિકન સુપરહીરો ટેલિવિઝન સિરીઝ 'પીસમેકર'ની બીજી સીઝન ડીસી કોમિક્સના નામના પાત્ર પર આધારિત છે. આ સિરીઝ આજથી જિયોહોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ છે. જેમાં આઠ એપિસોડ છે.
ડિરેકટર લી હે-યંગની સાઉથ કોરિયન કોમેડી ડ્રામા ટેલિવિઝન સિરીઝ 'એમા' આજથી નેટફ્લિક્સ પર પ્રીમિયર થઈ છે. જેમાં લી હાની, બેંગ હ્યો-રિન, જિન સિઓન-ક્યુ અને ચો હ્યુન-ચુલ અભિનય કરતા દેખાશે.


