માધુરી દિક્ષીત નૈને અભિનિત અને ડાયરેકટર નાગેશ કુકુનૂરની સાયકોલોજિકલ થ્રિલર વેબ સિરીઝ 'મિસીસ દેશપાંડે' આજથી જિયોહોટસ્ટાર પર જોવા મળશે. આ સિરીઝ ફ્રેન્ચ સિરીઝ 'લા માન્ટે'નું રૂપાંતર છે. સિરીઝમાં સિદ્ધાર્થ ચાંડેકર અને પ્રિયાંશુ ચેટર્જી પણ છે.
'ફોર મોર શોટ્સ પ્લીઝ'ની ચોથી અને અંતિમ ૧૦ એપિસોડવાળી સીઝન આજથી પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ છે. સિરીઝમાં મુખ્ય ભૂમિકાઓમાં સાયની ગુપ્તા, કીત કુલ્હારી, બાની જે. અને માનવી ગાગરુ સહિત પ્રતીક સ્મિતા પાટિલ, લીસા રે, રાજીવ સિદ્ધાર્થ, અંકુર રાઠી અને મિલિંદ સોમન પણ જોવા મળશે.
હની ત્રેહાન દિગ્દશત 'રાત એકલી હૈ' ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી, રાધિકા આપ્ટે, શ્વેતા ત્રિપાઠી અને અન્ય કલાકારો છે. આજથી એ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે.
મામૂટી, ગોકુલ સુરેશ, સુષ્મિતા ભટ અભિનિત 'ડોમિનિક એન્ડ ધ લેડીઝ પર્સ' એક મલયાલમ સસ્પેન્સ-કોમેડી-થ્રિલર છે, જે આજથી ઝીફાઇવ પર આવી છે. એના ડિરેકટકર છે ગૌતમ વાસુદેવ મેનન.


