Get The App

નવું શું છે? .

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
નવું શું છે?                                                    . 1 - image

*વેશ્યાવૃત્તિ રેકેટ અને તેની આસપાસનાં રહસ્યો પર આધારિત ક્રાઈમ-થ્રિલર ફિલ્મ 'ભાગવત પ્રકરણ એકઃ રાક્ષસ' આજે ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. આ ફિલ્મમાં અરશદ વારસી ઇન્સ્પેક્ટર વિશ્વાસ ભાગવતની ભૂમિકામાં છે, જ્યારે જિતેન્દ્રકુમાર પ્રોફેસર સમીરની ભૂમિકામાં છે. 

* પોલિટિકલ થ્રિલર વેબસિરીઝ 'ધ ડિપ્લોમેટ'ની સીઝન ૩ ગઈકાલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. આ સીરિઝમાં રૂફસ સેવેલ, ડેવિડ ગ્યાસી, અલી આહ્ન, રોરી કિન્નિયર વગેરે કલાકારો જોવા મળશે.

*ડિરેકટર પેગલ્લાપતિની તેલુગુ હોરર-થ્રિલર ફિલ્મ 'કિષ્કિંધાપુરી' આજથી ઝીફાઇવ પર આવી છે. આ ફિલ્મમાં સાઈ શ્રીનિવાસ અને અનુપમા પરમેશ્વરન અભિનય કરતાં દેખાશે.  

*હોરર અને સસ્પેન્સ ફિલ્મ 'ફાઇનલ ડેસ્ટિનેશન'નો છઠ્ઠો ભાગ 'બ્લડલાઇન્સ' ગઈ કાલથી જિયોહોટસ્ટાર પર આવ્યો છે. તેમાં ટીઓ બ્રાયોન્સ, રિચાર્ડ હાર્મન, ઓવેન પેટ્રિક જોયનર, અન્ના લોર, બ્રેક બેસિંગર વગેરેએ અભિનય કર્યો છે.