Get The App

નવું શું છે? .

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
નવું શું છે?                                                    . 1 - image

*અમેરિકન સાયન્સ ફિક્શન એક્શન ફિલ્મ 'જુરાસિક વર્લ્ડ રિબર્થ' આજથી જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ છે. સ્કારલેટ જોહાનસન, રુપર્ટ ફ્રેન્ડ, જોનાથન બેઈલી, મહેરશાલા અલી, એડ સ્ક્રીન અને મેન્યુઅલ ગાસયા-રુલ્ફો અભિનિત આ ફિલ્મના ડાટરેકટર છે ગેરેથ એડવર્ડ્સ. જુરાસિક પાર્ક ફ્રેન્ચાઇઝનો આ સાતમો ભાગ છે.

*ગુજરાતી ફિલ્મ 'આંટીપ્રેન્યોર' ગઈકાલથી શેમારૂમી પર આવી  છે. આ ગુજરાતી ફિલ્મમાં સુપ્રિયા પાઠક કપૂર એક વિધવાની ભૂમિકા ભજવે છે જે પોતાની હાઉસિંગ સોસાયટીને બચાવવા અને શેરબજારમાં પ્રવેશવા માટે મહિલાઓ સાથે જોડાય છે.

*પરંપરાગત કલાને જાળવવા સંઘર્ષ કરતા વૃદ્ધ લોક કલાકાર બાબુલી મિી પર આધારિત સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 'દશાવતાર' આજથી ઝીફાઇવ પર આવી છે. ડિરેકટર સુબોધ ખાનોલકરની આ ફિલ્મમાં ભરત જાધવ, દિલીપ પ્રભાવલકર અને મહેશ માંજરેકર વગેરે છે.

*તેલુગુ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ  'તેલુસુ કડા' આજથી નેટફ્લિક્સ પર આવી છે.  ફિલ્મમાં સિદ્ધુ જોનાલગડ્ડા, રાશિ ખન્ના અને શ્રીનિધિ શેટ્ટી મુખ્ય ભૂમિકામાં છે. તેલુગુ ઉપરાંત આ ફિલ્મ હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ માણી શકાશે.

*અનુરાગ કશ્યપની ક્રાઈમ ડ્રામા ફિલ્મ 'નિશાંચી' આજથી એમેઝોન પ્રાઇમ વિડીયો પર જોવા મળશે, પરંતુ આ ફિલ્મ રેન્ટ પર ઉપલબ્ધ છે. ફિલ્મ જોવા માટે, ૩૪૯ રૂપિયા ચૂકવવા પડશે. આ ફિલ્મમાં ઐશ્વર્ય ઠાકરે, વેદિકા પિન્ટો, મોનિકા પંવાર, કુમુદ મિશ્રા, મોહમ્મદ ઝીશાન અયુબ અને વિનીતકુમાર સિંહ મુખ્ય ભૂમિકાઓમાં છે.