Get The App

નવું શું છે? .

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
નવું શું છે?                                                    . 1 - image

વિશ્વપ્રસિદ્ધ હોરર ફ્રેન્ચાઇઝીની નવી ફિલ્મ 'ધ કોન્જ્યુરિંગઃ લાસ્ટ રાઇટ્સ' આજથી જિઓહોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ છે. આ ફિલ્મમાં ફરી એકવાર ડર, રહસ્ય અને અદૃશ્ય શક્તિઓની કથા દર્શાવવામાં આવી છે.

ડિરેક્ટર અરિત્રા મુખર્જીની બંગાળી હોરર કોમેડી ફિલ્મ 'ભાનુપ્રિયા ભૂતર હોટલ' આજથી ઝીફાઇવ પર ઉપલબ્ધ છે. ફિલ્મમાં મીમી ચક્રવર્તી, સોહમ મજુમદાર, બોની સેનગુપ્તા અને સ્વસ્તિક દત્તા જેવાં કલાકારો છે.

રોમાન્ટિક ડ્રામા 'સૂર્યાઃ પાવર ઓફ લવ' આજથી સ્ટ્રીમ થઈ રહી છે. આ સાથે જ સામાજિક અને વિચારપ્રેરક વિષય પર આધારિત ફિલ્મ 'ઉત્તર' પણ આજથી ઝીફાઇવ પર ઉપલબ્ધ છે.

એક્શન ફિલ્મોના શોખીનો માટે 'ધ રફનેક' આજથી લાયન્સગેય પ્લે પર રિલીઝ થઈ છે, જેમાં હાઈ-ઓક્ટેન એક્શન જોવા મળશે. 

ક્રાઈમ અને થ્રિલર વેબ સિરીઝ પસંદ કરનાર દર્શકો માટે 'રેડ આઈ' બીજી સિઝન આવતીકાલ એટલે કે ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬થી સોનીલિવ પર સ્ટ્રીમ થશે.