Get The App

નવું શું છે? .

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News
Google News
નવું શું છે?                                                    . 1 - image

૨૦૧૯માં આવેલી સુપરહિટ ફિલ્મ 'વોર'ની સિક્વલ, વાયઆરએફ સ્પાય યુનિવર્સની એક્શન થ્રિલર ફિલ્મ 'વોર ૨' ગઈકાલથી નેટફ્લિક્સ પર આવી છે. જેમાં ત્વિક રોશન, એનટી રામા રાવ જુનિયર, આશુતોષ રાણા અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. 

જયંત દિગંબર સોમલકરની પ્રથમ મરાઠી ડ્રામા ફિલ્મ 'સ્થળ', જેણે ભારત અને વિદેશના અનેક ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રતિતિ પુરસ્કારો જીત્યા છે, આજથી એ ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ છે. ફિલ્મમાં નંદિની ચિક્તેએ મુખ્ય ભૂમિકા ભજવી છે.

હૈદરાબાદની પૃભૂમિ પર આધારિત અને ગંભીર હત્યા કેસ પર કેન્દ્રિત તેલુગુ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ લીગલી વીર' આજે લાયન્સગેટ પર રિલીઝ થઈ છે. રેડ્ડી વીર, તનુજા પુટ્ટસ્વામી, વૈદેહી અને પ્રિયંકા રેવરી અભિનિત આ ફિલ્મ હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.

ડિરેકટર રોહન સિપ્પીની કોંકણા સેન શર્મા સ્ટારર ક્રાઇમ થ્રિલર વેબસિરીઝ 'સર્ચ: ધ નૈના મર્ડર કેસ' આજથી જિયોહોટસ્ટાર પર આવી છે. આ સિરીઝમાં કુલ છ એપિસોડ છે.