- ભારત-પાકિસ્તાન પર આધારિત ફિલ્મ 'સલાકાર' જિયો હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. ફિલ્મમાં મુકેશ ષિ, નવીન કસ્તૂરિયા અને મૌની રોય મુખ્ય ભૂમિકાઓમાં છે. ડિરેકટર છે ફારુક કબીર.
- રુદ્ર, મિથિલા પાલકર અને વિષ્ણુ વિશાલ અભિનિત તામિલ રોમાન્ટિક ફિલ્મ 'ઓહો એન્થન બેબી' નેટફ્લિક્સ પર આવી છે. ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં પણ ઉપલબ્ધ છે.
- ડિરેકટર બોંગ જૂન હોની સાયન્સ ફિક્શન બ્લેક કોમેડી ફિલ્મ 'મિકી ૧૭' ગઈકાલથી જિયો હોટસ્ટાર પર આવી છે. ફિલ્મ એડવર્ડ એશ્ટનની ૨૦૨૨ની નવલકથા 'મિકી ૭' પર આધારિત છે.
- ફ્લેનોરી બ્રધર્સના વાસ્તવિક જીવનથી પ્રેરિત ક્રાઇમ ડ્રામા સિરીઝ 'બ્લેક માફિયા ફેમિલી' સીઝન ચાર લાયન્સગેટ પ્લે પર આવી છે. કુલ દસ એપિસોડ્સ છે.
- ફેમિલી ડ્રામા ફિલ્મ 'મામન' ઝીફાઇવ પર આવી છે. ડિરેકટર પ્રશાંત પંડિયારાજની ફિલ્મમાં સૂરી સાથે રાજકિરણ, ઐશ્વર્યા લક્ષ્મી, સ્વસિકા, બાલા સરવનન વગેરે છે.


