Get The App

નવું શું છે? .

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
નવું શું છે?                                                    . 1 - image

- અનિલ કપૂર અને અર્જુન મૌર્યને ચમકાવતી ફિલ્મ 'સુબેદાર' ગઈ કાલે એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ. સુરેશ ત્રિવેણી ડિરેક્ટર છે. એક રિટાયર્ડ આર્મી ઓફિસર મધ્યપ્રદેશના એવા નગરમાં સેટલ થવાની કોશિશ કરે છે જ્યાં કોઈ કાયદા-બાયદામાં માનતું જ નથી. ફિલ્મમાં રાધિકા મદાન, મોના સિંહ અને આદિત્ય રાવલ પણ છે. 

- અલખ પાંડે સર 'ફિઝિક્સવાલા'ના સ્થાપક તરીકે વધારે જાણીતા છે. એમની બાયોપિક 'હેલો બચ્ચોં' આજથી નેટફ્લિક્સ પર મૂકાઈ છે. અફલાતૂન એક્ટર વિનીતકુમાર સિંહ ફિલ્મના મુખ્ય હીરો છે. ડિરેક્ટર છે,  પ્રતિશ મહેતા. 

- તમે કે-ડ્રામાના શોખીન હો તો જાણી લો કે 'બોયફ્રેન્ડ ઓન ડિમાન્ડ' નામનો નવોનક્કોર રોમેન્ટિક કોમેડી શો આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા લાગ્યો છે. અહીં નાયિકાને મસ્તમજાનો બોયફ્રેન્ડ છે ખરો, પણ ડિજિટલ અવતારમાં.

- લગ્નજીવનના પાંચ દાયકા પછી કોઈ યુગલ ડિવોર્સ લેવાનું નક્કી કરે તો શું થાય? જાણો ઝીફાઇવની આજથી સ્ટ્રીમ થયેલી ફિલ્મ 'જબ ખુલી કિતાબ'માં. કલાકારો તગડાં છે - પંકજ કપૂર, ડિમ્પલ કાપડિયા, અપારશક્તિ ખુરાના અને સમીર સોની.