'ગુલ્લક' વેબ સિરીઝના ચાહકોને મજા પડે તેવી આ વાત છે. મિશ્રા ફેમિલી વિશે મસ્તમજાની વાત કરતા આ શોની પાંચમી સિઝન આવી ગઈ છે. સોનિલિવ પર આજથી જ એનું સ્ટ્રીમિંગ શરૂ થયું છે.
માધુરી દીક્ષિતની એક્ટિંગ મિસ કરો છો તમે? તો પછી સુરેશ ત્રિવેણી એ ડિરેકટ કરેલી 'મા બહેન' ફિલ્મ તમે જોઈ શકો છો. સીધી ઓટીટી પર રિલીઝ થયેલી આ ફિલ્મ એક ક્રાઈમ-કોમેડી છે, જેમાં તૃપ્તિ ડિમરી અને પેલી ફેમસ યુટયુબર ધરણા દીકરીઓ બની છે માધુરી દીક્ષિતની. ફિલ્મ ગઈ કાલે જ નેટફ્લિક્સ પર મુકાઈ છે.
'ધુરંધર ઃ ધ રિવેન્જ' (એટલે કે પાર્ટ ટુ) હવે સ્મોલ સ્ક્રીન પર જોઈ શકાય છે. રણવીર સિંહને ચમકાવતી આદિત્ય ધરની આ બમ્પર હિટ ફિલ્મ વિશે વધારે તો શું કહેવાનું હોય? હોટસ્ટાર પર ગઈ કાલથી તેનું સ્ટ્રેીમિંગ શરૂ થઈ ગયું છે.
મલયાલી સિનેમાના ત્રણ ત્રણ ધરખમ એક્ટરોને એક સાથે જોવાનો મોકો ચૂકવાનો હોય જ નહીં. મોહનલાલ, મામૂટી અને ફહાદ ફાસિલને ચમકાવતી 'પેટ્રિયોટ' નામની એક્શન થ્રિલર ઝીફાઇવ પર આજે જ મુકાઈ છે. ફિલ્મના ડિરેક્ટર છે, મહેશ નારાયણમ.


