- રશ્મિકા મંદાના અભિનિત તેલુગુ રોમાન્ટિક ફિલ્મ 'ધ ગર્લફ્રેન્ડ' નેટફ્લિક્સ પર આવી છે. હિન્દીમાં પણ જોઈ શકાય છે. ડિરેકટર રાહુલ રવીન્દ્રન છે.
- તેલુગુ કોમેડી-ડ્રામા ફિલ્મ 'ધ ગ્રેટ પ્રી-વેડિંગ શો' ઝીફાઇવ પર આવી છે. રાહુલ શ્રીનિવાસ લુકાલાપુ લિખિત-દિગ્દશત ફિલ્મમાં તિરુવીર અને ટિના શ્રાવ્યા છે.
- ૨૦૨૩ની સ્પેનિશ ફિલ્મ 'ધ નાઇટ માય ડેડ સેવ્ડ ક્રિસમસ'ની સિક્વલ નેટફ્લિક્સ પર આવી છે. સેન્ટિયાગો સેગુરા, અર્નેસ્ટો સેવિલા અને યુનાક્સ કલાકારો છે.
- પારસ અરોરા, સીરત કપૂર, પ્રિયંવદા કાંત અને બબલુ મુખર્જી અભિનિત કોમેડી શો 'ઘરવાલી પેડવાલી' (એટલે ઝાડવાળી!) ઝીફાઇવ સ્ટ્રીમ થવા માંડયો છે.
- આઠ એપિસોડવાળી સ્પોર્ટ્સ ડ્રામા સિરીઝ 'રિયલ કાશ્મીર ફૂટબોલ ક્લબ' મંગળવારથી સોનીલિવ પર આવે છે. માનવ કૌલ, મોહમ્મદ ઝિશાન અયુબ સહિતના કલાકારો છે.


