Get The App

નવું શું છે? .

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
નવું શું છે?                                                    . 1 - image

શાહબાનો કેસ પર આધારિત કોર્ટરૂમ ડ્રામા  ફિલ્મ 'હક' આજથી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ડિરેકટર સુપન વર્માની આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી અને યમી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે. 

અમેરિકન સાયન્સ ફિક્શન હોરર ડ્રામા ટેલિવિઝન સિરીઝ 'સ્ટ્રેન્જર થિંગ્સ'ની પાંચમી અને અંતિમ સીઝનનો છેલ્લો એપિસોડ ગઈકાલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ ગયો છે.

ક્રિસ્ટા કોસોનેન, મોહમ્મદ નૂર ઓકલાહ અને પીટર ગેન્ટમેન અભિનિત સ્વીડિશ સિરીઝ 'લેન્ડ ઓફ સિન' પાંચ એપિસોડ સાથે આજથી નેટફ્લિક્સ પર જોવા મળશે. 

ફિલ્મ નિર્માતા બર્ટી ગ્રેગરીના સેરેનગેટી ચિત્તાઓના અંતરંગ દેખાવ પર આધારિત નેશનલ જિયોગ્રાફિક ડોક્યુમેન્ટરી 'ચિત્તાઃ અપ ક્લોઝ વિથ બર્ટી ગ્રેગરી' આજથી જિયોહોટસ્ટાર પર આવી  છે. 

'માસ્ટરશેફ ઇન્ડિયા' પ્રાઇડ ઓફ ઇન્ડિયા થીમ સાથે ૫ જાન્યુઆરી ૨૦૨૬થી સોની લિવ પર પરત ફરી રહ્યું છે. આ શોમાં આ વખતે પણ જજ તરીકે શેફ કુણાલ કપૂર, વિકાસ ખન્ના અને રણવીર બ્રાર દેખાશે.