નવું શું છે? .
હોલિવુડ સ્ટાર એડ્રિયન બ્રોડીની ડ્રામા પિરિયડ ફિલ્મ 'ધ બુ્રટલિસ્ટ' ૨૮ જૂને એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આ ફિલ્મને ૧૦ ઓસ્કર નોમિનેશન મળ્યાં હતાં, જેમાંથી બેસ્ટ એક્ટર સહિતના ત્રણ ઓસ્કર તેણે જીતી લીધા હતા.
મરાઠી સોશિયલ ડ્રામા ફિલ્મ 'આતા થાંબાયચં નાય' આવતીકાલે એટલે કે ૨૮ જૂને ઝીફાઇવ પર આવવાની છે. ફિલ્મમાં આશુતોષ ગોવારીકર, ભરત જાધવ, સિદ્ધાર્થ જાધવ, ઓમ ભુતકર, પ્રાજક્તા હણમઘર વગેરે મુખ્ય ભૂમિકામાં છે.
અમેરિકન સિરીઝ 'મોન્ક'ના હિન્દી રૂપાંતરવાળી રામ કપૂર અને મોના સિંહ અભિનિત સસ્પેન્સ કોમેડી ફિલ્મ 'મિી' આજથી જિયો હોટસ્ટાર પર આવી છે. ડિરેકટર છે રિષભ શેઠ.
અજય દેવગન અને રિતેશ દેશમુખ સ્ટારર ફિલ્મ 'રેઇડ-ટુ' થિયેટરમાં જોવાનું ચૂકી ગયેલાઓ માટે તક છે. ફિલ્મ આજથી નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.