નવું શું છે? .
* ડિરેકટર કાયોઝ ઇરાનીની પૃથ્વીરાજ સુકુમારન, કાજોલ, ઇબ્રાહિમ અલી ખાન સ્ટારર ફિલ્મ 'સરઝમીન' આજથી જિયોહોટસ્ટાર પર આવી છે.
* પંજાબી રોમાન્ટિક કોમેડી 'સોન્કન સોન્કને ૨' ઝીફાઇવ પર સ્ટ્રીમ થવા માંડી છે. ફિલ્મમાં એમી વિર્ક, સરગુન મહેતા, નિમરત ખૈરા અને નિર્મલ ષિ મુખ્ય ભૂમિકામાં છે.
* ૨૦૦૯ની હોંગકોંગ ફિલ્મ 'એક્સિડેન્ટ'ની રિમેક, સાઉથ કોરિયન ક્રાઇમ થ્રિલર ફિલ્મ 'ધ પ્લોટ' લાયન્સ ગેટ પર જોઈ શકાય છે. ડિરેકટર છે લી યો-સૂપ.
* એક્શન કોમેડી સિરીઝ 'સેન્ડમેન'ની બીજી સીઝનનો બીજો ભાગ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા માંડયો છે. સીઝનમાં ૧૨ એપિસોડ્સ હશે, જે તબક્કામાં આવશે. પહેલા છ એપિસોડ્સ ત્રીજી જુલાઈએ આવ્યા. અમુક આજે આવ્યા. અંતિમ એપિસોડ્સ ૩૧ જુલાઈએ રિલીઝ થશે.
* વાણી કપૂર, વૈભવ રાજ ગુપ્તા, સુરવીન ચાવલા, શ્રિયા પિલગાંવકર, જમીલ ખાન અભિનિત વેબ સિરીઝ 'મંડલા મર્ડર્સ' નેટફ્લિક્સ આવી છે.