Get The App

નવું શું છે? .

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
નવું શું છે?                                                    . 1 - image

- સિનેમાઘરોમાં ઠીકઠીક દેખાવ કર્યા પછી અલગ પ્રકારની કથાવાળી ફિલ્મ 'કુબેર' એમેઝોન પ્રાઇમ વીડિયો પર આજથી સ્ટ્રીમ થવા માંડી છે. ફિલ્મમાં ધનુષ સાથે નાગાર્જુન, રશ્મિકા મંદાના, દલીપ તાહિલ વગેરે છે. 

- કાયદા અને વ્યવસ્થાના અલગ પરિમાણને દર્શાવતી ક્રાઇમ ડ્રામા ફિલ્મ 'સત્તામમ નીતિયમ'  આજે ઝીફાઇવ પર રિલીઝ થઈ છે.

- લેખક જેની હેનની ટીનએજ રોમાન્સ સિરીઝ 'ધ સમર આઈ ટર્ન્ડ પ્રીટી'ની અંતિમ સીઝન ૧૬ જુલાઈથી સ્ટ્રીમ થશે. લોલા તુંગ, ક્રિસ્ટોફર બ્રાઇની, ગેવિન કાસાલેગ્નો, સીન કૌફમેન, જેકી ચુંગ અને રશેલ બ્લેન્ચાર્ડ મુખ્ય ભૂમિકામાં છે.

- એમી વિજેતા હાસ્ય કલાકાર, અભિનેતા વીર દાસ નવા સ્ટેન્ડ-અપ શો 'વીર દાસ: ફુલ વોલ્યુમ' સાથે નેટફ્લિક્સ આવ્યા છે. 

- * સિનેમાઘરોમાં ખાસ કમાલ ન કરનારી ફિલ્મ 'ધ ભૂતની' પણ ઝીફાઇવ પર આવી છે. ફિલ્મમાં સંજય દત્ત, મૌની રોય, પલક તિવારી, સની સિંહ, આસિફ ખાન અને નવનીત મલિક છે.