- કે. કે. મેનન અભિનિત એક્શનથી ભરપૂર 'સ્પેશિયલ ઓપ્સ'ની બીજી સીઝન આજથી જિયો હોટસ્ટાર પર આવી છે. સીઝનમાં સાત એપિસોડ્સ છે.
- અભિનેતા ટોવિનો થોમસની મલયાલમ ફિલ્મ 'નારીવેટ્ટા' સોની લિવ પર સ્ટ્રીમ થવા માંડી છે. મલયાલમ ઉપરાંત ફિલ્મ હિન્દીમાં ઉપલબ્ધ છે.
- ૧૩ નવેમ્બર ૨૦૨૨ના અમેરિકાના ઇડાહોમાં આવેલી યુનિવસટીના ચાર વિદ્યાર્થીઓના થયેલી નિર્મમ હત્યા પર બનેલી ડોક્યુમેન્ટરી સીરીઝ 'વન નાઇટ ઇડાહો: ધ કોલેજ મર્ડર્સ' એમેઝોન પ્રાઇમ વીડીયો પર સ્ટ્રીમ થવા માંડી છે.
- ડિરેકટર ઓંગ-આર્ટ સિંગલુમ્પોંગની થાઈ ઝોમ્બી હોરર એક્શન ફિલ્મ 'ઝિયમ' પણ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.
- રોમાન્ટિક ડ્રામા ફિલ્મ 'આપ જૈસા કોઈ' નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મમાં આર. માધવન, ફાતિમા સના શેખ, મનીષ ચૌધરી, આયેશા રઝા મિશ્રા, નમિત દાસ, કરણ વાહી વગેરે છે.


