Get The App

નવું શું છે? .

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
નવું શું છે?                                                    . 1 - image


*જુલિયા વ્હેલનની નવલકથા પર આધારિત અમેરિકન રોમેન્ટિક કોમેડી સિરીઝ 'માય ઓક્સફર્ડ યર' આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. સોફિયા કાર્સન, કોરી માઇલક્રીસ્ટ, ડગ્રે સ્કોટ, કેથરિન મેકકોર્મેક વગેરે આ સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

*ધારાવારિક ડ્રામા વેબ સિરીઝ 'બકૈતી' આજથી ઝીફાઇવ પર આવી છે. આ સિરીઝમાં રાજેશ તૈલાંગ અને શીબા ચઢ્ઢા,  તાન્યા શર્મા અને આદિત્ય શુક્લા મુખ્ય ભૂમિકામાં છે.

*સાઉથ કોરિયન સિરીઝ 'બિયોન્ડ ધ બાર' આવતીકાલે એટલે કે બે ઓગસ્ટે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. જેમાં લી જિન-વૂક, જંગ ચા-યેઓન, લી હક-જૂ અને જીઓન હાય-બિન જેવા કલાકારો જોવા મળશે.

*માર્વેલ એનિમેશનની નવી એક્શન-એડવેન્ચર વેબસિરીઝ  'આઈઝ ઓફ વાકાંડા' આજથી ડિઝની પ્લસ પર આવી છે. એમાં ચાર એપિસોડ હશે. ડિરેકટર છે ટોડ હેરિસ.

*ડિરેકટર તરૂણ મનસુખાનીની અક્ષયકુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન અભિનિત હિટ કોમેડી થ્રિલર ફિલ્મ 'હાઉસફુલ ફાઇવ' આજથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થઈ છે. 

Tags :