Get The App

TV TALK .

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
TV TALK                                                            . 1 - image

'ધ ફિફ્ટી'માંથી ફેંકાઇ ગયેલી ડિમ્પલ સિંહે શિવ ઠાકરેને દગાબાજ કહ્યો

ધ ૫૦ નામના શોમાંથી ફેંકાઇ ગયેલી ભોજપુરી અભિનેત્રી ડિમ્પલસિંહ સાથી સ્પર્ધકો પર વીફરી છે. સાથી સ્પર્ધકોના મત ઓછાં મળવાથી રિયાલિટી શોમાંથી ડિમ્પલસિંહને બહાર કાઢવામાં આવી છે. રોષે ભરાયેલી ડિમ્પલે શોના સાથી સ્પર્ધક શિવ ઠાકરે સામે તે દગાબાજ હોવાનો આક્ષેપ કર્યો છે. ભોજપુરી સુપરસ્ટાર પવનસિંહ વિશે પણ તેણે એક ચોંકાવનારી બાબત જણાવી હતી.

ડિમ્પલે શિવ ઠાકરે વિશે જણાવ્યું હતું કે શિવેમારી સાથે દગો કર્યો છે. બધાં શોમાં મોટી મોટી વાતો કરતાં હતા. હું બહાર જતો રહું છું અને હું ઉભો થઇ જઇશ વગેરે પણ જ્યારે તક મળી કે ૂબધાંએ પલટી મારી હતી. મારી ભૂલ એ હતી કે મેં દિલથી વિચાર્યું અને લોકોની વાત પર ભરોસો મુકી દીધો. મને ખબર નહોતી કે લોકો આવા દગાબાજ પણ હોઇ શકે છે. દેર આયે દુરસ્ત આયે. દરેક સ્પર્ધક શોમાંથી બહાર ફેંકાઇ જાય ત્યારે તેને અચાનક જ્ઞાાન લાધતું હોય છે. ડિમ્પલસિંહ પણ એમાં અપવાદ નથી. 

દૈનિક ધારાવાહિક અનુપમાની ટીઆરપી  વધારવા ખલનાયિકાની  ઍન્ટ્રી 

 રૂપાલી ગાંગુલી અભિનિત અનુપમા શો સ્ટાર પ્લસ પર પ્રસારિત સૌથી લોકપ્રિય ધારાવાહિકોમાંનો એક શો બની રહ્યો છે. પણ એક સરખાં દિવસો કોઇના જતાં નથી એ ન્યાયે આજકાલ તેના દર્શકોની સંખ્યા ઘટી રહ્યા હોવાની વાતો સંભળાવા માંડી છે. દેશમાં તમામ વયજૂથના લોકોનું મનોરંજન કરતી આ દૈનિક ધારાવાહિકમાં હવે એક ખલનાયિકાની એન્ટ્રી થવાની છે. આ ખલનાયિકાની એન્ટ્રી થતાં જ અનુપમા પરિવારમાં ભૂકંપ આવી જાય છે. 

કોઠારી પરિવારનું ટેન્શન વધારનારી આ ખલનાયિકાનું નામ પ્રિયંકા બજાજ સિબ્બલ છે. પ્રિયંકાના આગમન સાથે શોમાં એક જબરદસ્ત ટ્વિસ્ટ પણ આવશે. દર્શકોની ઇન્તેઝારી આ ખલનાયિકાના આગમન સાથે વધી જશે તે નિશ્ચિત છે તેમાં કોઇ બેમત નથી.

'ભાભીજી...' સીરિયલથી મારી કારકિર્દી માટે વળાંકરૂપ: શુભાંગી અત્રે : 

લોકપ્રિય શો ભાબીજી ઘર પર હૈં માં અંગૂરી ભાભીની ભૂમિકા ભજવનાર શુભાંગી અત્રે પોતાના નિર્દોષ આકર્ષણ અને ઉત્તમ કોમિક ટાઇમિંગથી ઘરે ઘરે જાણીતી બની ગઈ છે. શુભાંગી આ શોને પોતાની કારકિર્દીનો સૌથી મોટો વળાંક માને છે. તેમના મતે, તેનાથી તેમને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો જ નહીં, પરંતુ એક કલાકાર તરીકે તેમની કુશળતાને નિખારવામાં પણ મદદ મળી. 

 આ શોએ મને ઓળખ આપી અને મને એક સારી વ્યક્તિ અને સારો અભિનેતા બનાવ્યો. અંગૂરી ભાભીની ભૂમિકા ભજવીને મને સખત મહેનત, શિસ્ત અને સુસંગતતાનું મહત્વ શીખવ્યું. આ ઉદ્યોગમાં હંમેશા સ્પર્ધા રહે છે, પરંતુ મેં બીજાઓ સાથે તમારી તુલના કરવાને બદલે પોતાને સુધારવાનું શીખી લીધું છે. આવી તકો સખત મહેનત અને યોગ્ય માનસિકતા દ્વારા બનાવવામાં આવે છે. નસીબ દરવાજા ખોલી શકે છે, પરંતુ અંદર રહેવું તમારા સમર્પણ અને પ્રામાણિકતા પર આધાર રાખે છે. 

અશનૂર કૌરને લાલ ડ્રેસમાં જોઇ ચાહકો ફિદા  

બિગ બોસ ફેમ અશનૂર કૌૈરને લાઇમ લાઇટમાં રહેવાની ગજબની ફાવટ છે. તે કશું ન કરે તો પણ તેના ચાહકો તેની પ્રશંસા કરતાં થાકતાં નથી. તાજેતરમાં જ અશનૂરે તેની થોડી તસવીરો ઇન્સ્ટા પર મુકી છે. અશનૂરે ઇન્સ્ટા પર નવા નવ ફોટા શેર કર્યાં છે. આ તસવીરોમાં અશનૂર દેશી અંદાજમાં જોવા મળી છે. લાલ સાડી, કપાળે નાની બિંદી અને હાથમાં લાલ રંગની બંગડીઓ પહેરીને અશનૂરે તેના ચાહકોના મન મોહી લીધાં છે. ટીવીની લોકપ્રિય અભિનેત્રી અશનૂરને લાલ સાડી શોભે પણ છે.