Get The App

TV TALK .

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
TV TALK                                                            . 1 - image

રીઅલ લાઈફ વર્સસ રીલ લાઈફ  

ટચૂકડા  પડદે  વાસ્તવિક જીવનમાં  પતિ-પત્ની હોય એવા યુગલો ધારાવાહિકોમાં પણ  જોડી જમાવતાં  જોવા મળ્યાં છે. પરંતુ  તેમના સંતાનો પણ તેમની સાથે જોડાય,  અને તે પણ વાસ્તવિક  જીવનના સંબંધની  જેમ જ ેવું ભાગ્યે જ બન્યું હશે.  પરંતુ અભિનેતા  તરુણ ખન્ના અને તેની પત્ની સ્મૃતિ એ 'કાલભૈરવ'  માં એક સાથે  કામકર્યું. જો કે આ શોમાં તેમને ઘણાં  વર્ષ પછી  સાથે કામ કરવાની તક મળી.  મહત્ત્વની વાત એ છે કે તેમના ૧૧ વર્ષના પુત્ર 'અદમ્ય' ને પણ તેમની  સાથે કામ કરવા મળ્યું.  સ્મૃતિએ  આ શોમાં  'માતા પાર્વતી',  તરુણે    'કાલ ભૈરવ' નો   ટાઈટલ  રોલ અને અદમ્યએ   તેમના પુત્ર 'કાર્તિકેય'ની  ભૂમિકા  ભજવી.  સ્મૃતિ  કહે છે કે મને તરૂણ  સાથે કામ કરવાનું હમેશાંથી   પ્રિય રહ્યું.  છે. તેની  સાથે કામકરતાં કરતાં ઘણું  શીખવા મળે.  પરંતુ 'કાલ ભૈરવ'   માં અમારો પુત્ર પણ અમારી  સાથે જોડાયો. અને તે પણ દીકરાના કિરદારમાં જ.    અહીં રીઅલ અને રીલ લાઈફ  જાણે  કે એકાકાર  થઈ ગઈ.  જો કે સેટ પર પહોંચ્યા  પછી અમે ત્રણેય  પોતપોતાના કામમાં  ગળાડૂબ  થઈ જતાં અમને ત્રણેયને  અલગ અલગ  મેકઅપ  રૂમ  આપવામાં આવ્યાં હતાં.   અલબત્ત,  હવે આ શોપૂરો થઈ ગયો છે. પરંતુ ત્રણેનું  એકસાથે કામ કરવું અમારા માટે આજીવન  સંભારણું  બની રહેશે.  અભિનેત્રી વધુમાં  કહે છે કે અદમ્ય  સ્પષ્ટ  હિન્દી બોલી જાણે  છે.  કદાચ  તે અમને પડદા  પર આ ભાષામાં  બોલતાં સાંભળીને  કડકડાટ હિન્દી  બોલતાં શીખી ગયો હશે. અમે  તેને તેનું પાત્ર સમજીને રજૂ કરવાનું શીખવ્યુ હતું.  અમે નહોતા ઈચ્છતા કે તે કેમેરાસામે આવીને ગોખેલાસંવાદનો બોલીને પોતાનું કામ પૂરું કરે. જ્યારે  તમે તમારા   પાત્રને આત્મસાત્  કરો   ત્યારે જ તે વાસ્તવિક લાગે.

શગુન પાંડે:  ટીવી  એટલે 70 એમએમનો  પડદો 

અન્ય માધ્યમોમાં  પ્રવેશવાથી  પહેલા  અભિનેતા  શગુન પાંડેએ  ટચૂકડા  પડદાને જ પોતાની કારકિર્દી  માટે  સર્વસ્વ માન્યું હતું.  હાલના તબક્કે 'સરુ '  માં કામ કરી રહેલી  શગુન નિ:સંકોચપણે કહે  છે કે  મારા  માટે  તો ટીવી  ૭૦  એમએમના  પડદા  સમાન  છે.  હું મારા  પ્રત્યેક  પાત્રમાં કંઈકત  નવું કરવાનો પ્રયાસ   કરું છું.  ભલે લોકો મને એમ કહેતા  રહે કે ીટવી પર આવું કંઈ ન કરો તોય  ચાલે.  અહીં તમે એક દિવસમાં એક જ લુકમાં  ૧૧ દ્રશ્યો   આપતાં હો છો. તો તેમાં કેટલું નાવીન્ય  લાવવું?  પરંતુ મને કોઈની વાતથી જરાય ફરક નથી પડતો.  હું  મારા ધારાવાહિકોના પાતત્રો નોંખી રીતે રજૂ  કરવામાં માનું છું.  અભિનેતા  વધુમાં કહે છે કે ટીવી મહિલાપ્રધાન માધ્યમ  ગણાય  છે. પરંતુ  હું  ભાગ્યશાળી  છું કે મને અહીં જાતજાતના  શક્તિશાળી પાત્રો ભજવવાના  મોકા મળતાં  રહે  છે.  મૂળભૂત  રીતે   ચંદીગઢના  આ કલાકારે થિયેટર અને 'નેશનલ  સ્કૂલ ઓફ ડ્રામા' માં ડિપ્લોમા  કર્યા પછી મુંબઈની વાટ ઝાલી.   તે વખતે  તેની માતાને લોકો એમ કહીને મૂંઝવણમાં   નાખતાં  કે આ ઉદ્યોગમાં   સેંકડો   દેખાવડા  કલાકારો આવતાં રહે છે. આવી સ્થિતિમાં શગુન  શું બનશે?  હું  પણ નહોતી જાણતી   મને યાં અને કેવી તક મળશે.  પરંતુ  હું મુંબઈ  આવીને  એક કાસ્ટિંગ કો-ઓર્ડિનેટરને આસિસ્ટ કરવા લાગ્યો. થોડાં વર્ષ સુધી  મેં જાણીતા કલાકારોના  ઓડિશન રેોકોર્ડ કર્યાં અને  તેમના  ઓડિશન્સ સાતે મારું રેકોર્ડિંગ  પણ ચૂપચાપ સરકાવી  દેવા લાગ્યો.  મને એમ લાગતું  કે  કો-ઓર્ડિનેટર  મારું રેકોર્ડિંગ  પણ ફોરવર્ડ  કરી દેશે.  છેવટે  મને ભાઈ ટ્રન્સજેન્ડર  અને નેગેટિવ રોલ મળવા  લાગ્યાં. આ કેડીએ ચાલ્યા પછી હું મુખ્ય  ભૂમિકાઓ   સુધી પહોંચ્યો  છું.

સ્મૃતિ ઈરાનીને સાંભરે અઢી દશક પુરાણી સિધ્ધિઓ

'ક્યોંકિ સાસભી કભી બહુ થી ' ની  અઢી દશક પછી  શરૂ થયેલી  નવી સીઝન  સાથે તેની  મુખ્ય અભિનેત્રી  સ્મૃતિ ઈરાની મનોરંજન  જગતમાં ફરીવાર  લાઈમલાઈટમાં  આવી ગયાં છે.  તાજેતરમાં  સ્મૃતિએ  સોહા અલી ખાનના એક શોમાં કહ્યું હતું  કે  મેં  'તુલસી'ના કિરદારને ભાવનાત્મક રૂપે હમેશાં 'સ્મૃતિ' સાથે જોડીને રાખ્યું  છે. આ પાત્ર  ક્યારેય  મારાથી અળગું  નથી થયું.  આ  શો  રજૂ થયો હતો તેને  ૨૫ વર્ષના  વહાણા વાઈ ગયા  છે.  અને તેની  સાથે દર્શકો  તેમ જ માધ્યમોમાં  પણ આમૂલ પરિવર્તન આવ્યું  છે.  આમ છતાં તે  વખતે 'ક્યોંકિ  સાસ ભી કભી બહુ થી' એ  ઘણી સિધ્ધિઓહાંસલ કરી હતી. તત્કાલીન  સમયમાં ૧૦-૩૦  વાગ્યાનો  સ્લૉટ  આ શોને પગલે શરૂ થયેલો  જે ત્યાર પછી હમેશાં  જારી રહ્યો.  બાકી તેનાથી પહેલા- સાડા દસ  વાગ્યે લોકો  ઊંઘી જતાં.  મહત્ત્વની વાત એ  છે કે  અઢી દશક   પહેલા  કોઈ મહિલાએ  નિર્માણ ક્ષેત્રે  ઝંપલાવ્યું  હોય એવું ખાસ   જોવા નહોતું મળતું.  તે વધુમાં કહે છે કે  આજે મનોરંજન  જગતમાં  સમાન મહેનતાણાની, એટલે  કે પુરુષ અને મહિલા કલાકારોને એકસમાન મહેનતાણું  મળે તેની  વાતો જોરશોરથી  ચાલે છે.  પરંતુ આ ધારાવાહિકે   તે વખતમાં  એકસમાન ફી આપવાની  પરંપરા  શરૂ કરી હતી.  અલબત્ત,  તેને માટે પહેલો અવાજ મેં ઉપાડયો હતો.  અમે તત્કાલીન  સમયમાંમ  માત્ર શો પર  ધ્યાન કેન્દ્રિત  કરતાં. પોતિકી કીર્તિ પર નહીં.   અને દ્રશ્યોને  જડબેસલાક  રીતે રજૂ  કરવા ટેક્નિશિયનો અને આસિસ્ટન્ટની  મદદ લેતાં પણ ન ખચકાતી.  આવા ટીમ વર્કને કારણે જ શો આઠ વર્ષ  સુધી ચાલ્યો,  એટલું જ નહીં, ટોચ પર પણ રહ્યો.