કુનિકા સદાનંદ : સલમાન ખાન બિલકુલ પક્ષપાતી નથી
'બેટા', 'ગુમરાહ', 'ખિલાડી', 'હમ સાથ સાથ હૈં', 'પેજ-૩' જેવી સંખ્યાબંધ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કુનિકા સદાનંદ ઘણાં વખતથી ગ્લેમર વર્લ્ડથી દૂર રહી છે. પણ ઝાકઝમાળની દુનિયાનું ખેંચાણ ખાળવું સહેલું નથી. આ અદાકારાએ દર્શકો સમક્ષ ઝટપટ પાધરા થવા વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બોસ-૧૯' પર પસંદગી
ઉતારી છે. અને દર્શકો તેને ખાસ્સી પસંદ પણ કરી રહ્યાં છે.
અદાકારા કહે છે કે આ શો તેના સ્પર્ધકોમાં ઉત્સાહનો નવો સંચાર કરે એવો છે. વળી હું ઘણાં સમયથી મીડિયાથી દૂર રહી છું તેથી મારા ચાહકો સાથે ફરી જોડાવા અને જેઓ મને પડદા પર ફરીથી જોવા ઇચ્છે છે તેમની સમક્ષ આવવા માટે આ શોથી વધારે સારો અવસર બીજો ક્યો હોઈ શકે? મેં એમ પણ વિચાર્યું કે જો હવે હું પડદા પર પરત નહીં ફરું તો ક્યારે ફરીશ.
જોકે આ વખતે 'બિગ બોસ'નું થીમ પોલિટિક્સ છે. તેથી રાજકરણને ન સમજતા સ્પર્દકો માટે તેની ૧૯મી સીઝન મુશ્કેલ થઈ પડે એવું બને. પરંતુ કુનિકાએ આ બાબતે ઝાઝો વિચાર નહોતો કર્યો. તે કહે છે કે હું પોલિટિક્સમાં નથી, કારણ કે મને રાજકરણ રમતાં નથી આવડતું. તો શું અદાકારા 'પડશે તેવા દેવાશે' ઉક્તિને અનુસરીને આ શોમાં કૂદી પડી છે? ખેર.., એ તો ટચૂકડા પડદે દેખાઈ જ રહ્યું છે.
આ વિવાદાસ્પદ શોના સંચાલક સલમાન ખાન માટે અવારનવાર એમ કહેવાય છે કે આ શોમાં ભાગ લેતાં જે સ્પર્ધકોએ તેની સાથે કામ કર્યું હોય કે તેના સંપર્કમાં હોય તેમને માટે તે પક્ષપાતી વલણ અપનાવે છે. આવી સ્થિતિમાં જો કુનિકા પર એવા આક્ષેપો મૂકવામાં આવે કે સલ્લુ મિંયા તેનો પક્ષ લઈ રહ્યો છે તો નવાઈ પામવા જેવું નથી. તે બહુ ભલો માણસ છે. મેં તેને ચોક્કસ તબક્કામાંથી પસાર થઈને આગળ વધતો અને વર્તમાન મુકામ હાંસલ કરતો જોયો છે. મેં ભલે તેની સાથે વારંવાર સંપર્ક નથી સાધ્યો. પણ તે ક્યાંથી ક્યાં પહોંચ્યો છે તે જગજાહેર છે.
કૃતિકા કામરા : નારીવાદ એટલે પુરૂષો સામે ચીડાયા કરવું, એમ નહીં
અભિનેત્રી કૃતિકા કામરા શક્તિશાળી અને બહુસ્તરીય પાત્રો ભજવવાની વાત આવે ત્યારે પાછીપાની નથી કરતી. ચાહે તે 'ભીડ' જેવી ફિલ્મ હોયકે પછી 'હશ હશ' અને 'ગ્યારહ ગ્યારહ' જેવી વેબસીરિઝો મહત્ત્વની વાત એ છે કે હવે તે અનુષા રિઝવીના દિગ્દર્શનમાં બની રહેલી મહિલાપ્રધાન ફિલ્મમાંકામ કરી રહી છે. જો કે અદાકારાને લાગે છે કે 'નારીવાદી' શબ્દ બાબતે આપણા સમાજમાં અતિશય ગેરસમજ પેદાકરી દેવામાં આવી છે.
કૃતિકા કહે છે કે હવે ઘણી મહિલાઓ પોતાને નારીવાદી કહેવડાવતાં ખચકાટ અનુભવે છે. 'નારીવાદી' કહેવડાવતા ખચકાટ અનુભવે છે. 'નારીવાદી' શબ્દનો અર્થ જ સમગ્રપણે બદલાઈ ગયો છે. આ શબ્દને એવી રીતે તોડી-મરોડી નાખવામાં આવ્યો છે. મહિલાઓને હક માટે લડવાનો અર્થ એવો નથી કે તમે પુરુષોને નફરત કરો છો.
અદાકારા જો કે પોતાની અનુષા રિઝવી સાથેની ફિલ્મ વિશે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. આમ છતાં તે કહે છે કે ફિલ્મોદ્યોગ હવે ઘણો ઉપર ઉઠી રહ્યો છે.
અન્ય ક્ષેત્રોની તુલનામાં ફિલ્મોદ્યોગમાં સ્ત્રી-પુરુષો વચ્ચે ભેદભાવ ઘણો ઓછો છે. અને તેનો યશ અત્યાર સુધી ફિલ્મોદ્યોગમાં કેટલીક મહિલાઓએ આ ભેદભાવ દૂર કરવા માટે કરેલા પ્રયાસોને ફાળે જાય છે. અલબત્ત, હજી આ ક્ષેત્રે વધુ સુધારાને અવકાશ છે.
જાસ્મીન ભાસીનને પુત્રી દત્તક લેવાની વર્ષો જૂની આકાંક્ષા
જાસ્મીન ભાસિનની ઘણાં લાંબા સમયથી એક મહેચ્છા છે, જે તેને પૂરી કરવા ખૂબ જ આતુર છે. જાસ્મીનની ઈચ્છા છે કે તે એક બાળકીને દત્તક લે. જાસ્મીને તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામમાં તેની આ ભાવનાને પુનરાવર્તિત કરી. તેણે જણાવ્યું, ' મેં ભગવાનને વચન આપ્યું છે કે હું એક બાળકીને દત્તક લઈશ અને તેનો મૂળ જ સારી રીતે ઉછેર કરીશ. આ બાબત તેણે ઈન્સ્ટાગ્રામમાંખૂબ ભાવપૂર્વક જણાવી.
અમારી સાથેની વાતચીતમાં જાસ્મીને જણાવ્યું, 'કે ઘરથી દૂર કારકિર્દી બનાવતી વખતે તેના સંઘર્ષોમાંથી તેને આ વિચાર આવ્યો હતો. 'મને સમજાવ્યું કે આ દુનિયામાં પોતાનું સ્થાન બનાવવું કેટલું મુશ્કેલ છે. મર્યાદિત સંસાધનો અને લોકો પણ આપણને રોકી શકે છે. અવરોધ ઊભાં કરી શકે છે. આપણને મુક્ત મને ઊડતા અટકાવી શકે છે. મેં મારી જાતને વચન આપ્યું હતું કે જો હું સફળ થઈશ, તો હું બીજી છોકરી માટે વધુ સારું જીવન પૂરું પાડીશ. એવું જાસ્મીન શેર કરે છે. આ સાથે જ જાસ્મીન ઉમેરે છે કે, 'ઘણા સુંદર બાળકોને ઘરની જરૂર છે. જો કોઈ દત્તક લઈ શકે તો શા માટે નહીં?
હાલમાં જાસ્મીન નાની છોકરીઓ માટે શિક્ષણને પ્રોત્સાહન આપવાની પહેલ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જો કે તેણે દત્તક લેવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરી નથી. જો કે તેને ખાતરી છે કે એવું જરૂર થશે. મારી બાળકીને કોઈપણ બાબતમાં સમાધાન કરવાની જરૂર નહીં પડે. તે કોઈપણ વસ્તુથી ડરશે નહીં. વો ખુલ કે જીયેગી. તે અમે ફરીથા પાંખો આપશે, એમ જાસ્મીને સમાપન કરતાં જણાવ્યું હતું.


