નેહલ ચુડાસમા: બિગ બોસ કે બાદ
'બિગ બોસ-૧૯'માં બહાર નીકળી ગયા પછી બસીર અલીએ જે વાતો કરી તે અંગે નેહલ ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે અને બસીર સાથેનું બોન્ડ કેવું હતું તે અંગે સ્પષ્ટ જાણકારી આપી છે અને પોતાની બાજી સાફ કરી છે. નેહલ ચુડસમાએ બસીર અલી સાથેના તેના ખૂબ જ વિવાદાસ્પદ બંધન વિશે ખુલીને વાતો કરી. ભૂતપૂર્વ મિસ દીવા યુનિવર્સ શોમાં તેમના પ્રેમ સંબંધને 'પ્રેમમાં કોણ છે' તરીકે કેવી રીતે દર્શાવવામાં આવ્યો હતો તે વિશે ખુલ્લેઆમ સ્પષ્ટતા કરી કે તેણે ક્યારેય તેના (બસીર) પ્રત્યે કોઈ રોમેન્ટિક વાત સ્વીકારી નથી. ઘરમાં ઘણી બાબતો બની હતી જે અંગે જણાવતાં નેહલે કહ્યું બસીર અલીના તાજેતરના દાવાનો જવાબ આપીને શરૂઆત કરી હતી કે તેણે બિગ બોસ ૧૯ના ઘરમાં તેમના સમય દરમિયાન લાગણી કબૂલ કરી હતી. આ સાથે જ નેહલે ઉમેર્યું હતું કે મેં જ બસીર અને ફરહાનાને સાથે બેસાડયા હતા અને કહ્યું હતું કે શું તમને તે ગમે છે? આ પછી મેં પૂછ્યું શું તમને તે ગમે છે? તેણે કહ્યું ના. આ પછી બે દિવસ પછી ફરહાનાએ બસીરની મજાક કરવા માટે જવાનું કહ્યું. આ તેના શબ્દો હતા ત્યારે બસીરે કહ્યું, હું નેહલનું નિરીક્ષણ કરી રહ્યો છું. શેહનાઝ (બડેશા) પણ, તેથી મને નથી લાગતું કે કોઈને માથા પર માલિશ કરવાથી પ્રેમનો એંગલ સ્પષ્ટ થાય છે. એક કમ્ફર્ટ ઝોન હતો, મિત્રતા હતી. એક ખાસ બંધન હતું, જે કદાચ ફરહાના સિવાય ઘરમાં બીજા કોઈ સાથે નથી. તે પ્રેમ નહોતો કારણ કે પ્રેમ મારા માટે ખૂબ જ મોટો શબ્દ છે અને બિગ બોસના ઘરની બહાર કોઈને જાણ્યા વિના તેઓ કેવા પ્રકારના વ્યક્તિ છે તેના પ્રેમમાં ન પડી શકાય. તેથી તે ચોક્કસ પ્રેમ નહોતો તે મિત્રતા હતી અને તે શુધ્ધ હતી. બસીર સાથેના પોતાના સમીકરણ પર વિચાર કરતાં નેહલે સ્વીકાર્યું કે તેને બહાર કાઢવામાં આવ્યા પછી તેણે જોયેલી કેટલીક ક્લિપ્સ અને વાતચીતથી તે આશ્ચર્યચકિત થઈ ગઈ છે, એમ નેહલે ઉમેર્યું હતું.
ભાગ્યમાં લખાયેલું કામ રાહ જોતું હોય છે: રોહન અને રિયા
અત્યારે એવો સમય ચાલી રહ્યો છે જ્યારે નવા જોડકા-નવા પ્રેમી એકબીજાના પ્રેમમાં છે કે પછી લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે તેની જાણકારી લોકોને આપવા માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે અને તેમને તેનો પ્રતિસાદ પણ જબરદસ્ત મળી રહ્યો છે. જો કે રોહન મહેરા અને રિયા શર્મા તેમનાં પ્રેમ ઢંકાયેલો રહે, લોકોની જાણમાં ન આવે એવા પ્રયત્ન કરી રહ્યા છે. આ બંને કલાકારો છેલ્લા અઢી વર્ષથી રિલેશનશિપમાં છે અને તેમનો પ્રેમ ગુલાબની મહેકની જેમ મહેકી રહ્યો છે. આ જોડકાનાં અત્યંત નિકટના વર્તુળે જણાવ્યું છે કે લગભગ ત્રણેક વર્ષ પહેલા રોહન અને રિયા અત્યંત નિકટના મિત્રની પાર્ટીમાં પરસ્પરના મિત્રો દ્વારા મળ્યા હતા અને તરત જ બંને એકબીજાની નિકટ આવી ગયા હતા અને ધીમે ધીમે તેઓ એકબીજાને પ્રેમ કરવા માંડયા હતા. તેઓ એવું જ ઇચ્છતા હતા કે તેમની રિલેશનશિપની વિગતો બહાર નહીં પડે. કારણ કે તેઓ ઇચ્છતા હતા કે ધ્યાન તેમના કામ પર જ રહે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ અને બડે અચ્છે લગતે હૈમાં તેમની ભૂમિકા ખૂબ જ વખણાઈ હતી અને તેનાથી જ તેઓ વધુ જાણીતા બન્યા હતા. રોહન અત્યારે ઓટીટી અને ફિલ્મોમાં તક મળે એ માટે પ્રયત્નશીલ છે જ્યારે રિયા ટીવી શો ઝનકમાં જોવા મળે છે. રોહને બે મ્યુઝિક વીડિયોમાં રિયા માટે દિગ્દર્શન પણ કર્યું છે. જો કે આ બંને વીડિયો હજુ સુધી રિલિઝ નથી થયા. રોહન અને રિયાની રિલેશનશિપ અંગે પૃચ્છા કરવાના પ્રયત્ન કર્યા, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
શાયની દોશી : મારા જીવનમાં શ્રેષ્ઠ બાબતો અણધારી જ બની છે...
શાયની દોશી ઘણા વર્ષોથી સ્મોલ સ્ક્રીનથી દૂર રહી છે. છેલ્લે આ અભિનેત્રી પંડયા સ્ટોર (૨૦૨૩)માં નજરે પડી હતી. શાયની દોશી કહે છે કે મારા જીવનમાં જે બ્રેક આવ્યો છે એ તો અજાણતામાં આવ્યો છે. મારા જીવનમાં કશું રોમાંચક નથી આવ્યું. મેં ૨૦૨૧માં પંડયા સ્ટોર માટે શુટિંગ કરતી હતી તે વેળા જ લગ્ન કર્યા હતા અને મારા લગ્નના પહેલા બે વર્ષ તો કામ કરવામાં જ વિતાવ્યા હતા. શો પૂરો થયા પછી જ મેં તો ખરેખર લગ્નજીવન કેવું હોય એ માણ્યું હતું- એનો અનુભવ કર્યો હતો. જો કે સામે પક્ષે મારા પતિએ મને ખૂબ જ સહયોગ અને સહકાર આપ્યો હતો. આ ઉપરાંત આ પ્રકારના બ્રેકથી મને પર્યાપ્ત વિકાસ કરવાની અને ફક્ત મારી જાત સાથે સાચો સમય વિતાવવાનો સમય મળ્યો, એમ શાયની દોશીએ ઉમેર્યું હતું. બહુ હમારી રજનીકાંત અને જમાઈરાજા જેવી ટીવી સીરિયલો કરનારી આ અભિનેત્રીએ અત્યાર સુધીની તે કારકિર્દી જે ગતિથી આગળ વધી છે, તેનાથી ખુશ છે. આ સાથે તે જણાવે છે, હું ટેલિવિઝન પરથી જતી રહી, એ પછી મેં એકવાર નાણાંકીય સ્થિરતા મેળવી લીધી એ પછી મેં અભિનય કળાને વધુ ઊંડાણપૂર્વક સમજવાનું અને તેની પ્રશંસા કરવાનું શરૂ કર્યું. છેલ્લા ૧૩-૧૪ વર્ષને પાછાવળીને જોતાં મને ખ્યાલ આવ્યો છે કે મેં જે કંઈ આયોજન કર્યું હતું તે અપેક્ષા મુજબ કામ કર્યું નથી, પણ જ્યારે મેં બધુ જ છોડી દીધું અને શરણાગતિ સ્વીકારી ત્યારે ખરો જાદુ થયો, મારા જીવનની શ્રેષ્ઠ બાબતો બિનઆયોજિત આવી પડી, એમ શાયની દોશીએ ઉમેર્યું હતું.


