Get The App

TV TALK .

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
TV TALK                                                            . 1 - image

સીધીસાદી ગૃહિણી-દિશા વાકાણી

વર્ષોથી દર્શકોમાં પ્રિય રહેલી ધારાવાહિક 'તારક મહેતા કા ઊલટા ચશ્મા'માં 'દયાભાભી'ની ભૂમિકા ભજવીને અપ્રતિમ ચાહના હાંસલ કરનાર દિશા વાકાણીને આજની તારીખમાં કોઈ જૂએ તો કદાચ માથું ખંજવાળીને વિચારે કે આ બેનને ક્યાંક જોયા હોય એવું લાગે છે. હા, વર્ષ ૨૦૧૭થી આ શોમાંથી બહાર થઈ ગયેલી દિશા વાકાણીની તાજેતરમાં જોવા મળેલી તસવીરે તેના પ્રશંસકોને આંચકો આપ્યો હતો. દિશાએ વાળમાં તેલ લગાડી રાખ્યું હતું, આંખે મોટા ચશ્મા અને ગુલાબી ડ્રેસ પર સફેદ દુપટ્ટો પહેર્યો હતો. આ તસવીરમાં તે એકદમ સીધીસાદી ગૃહિણી જેવી લાગતી હતી. તેની સાથે એક કન્યા પણ તસવીરમાં દેખાતી હતી. દિશાને દર્શકોએ 'તારક મહેતા કા...'માં ખરી ગૃહિણીના રોલમાં પણ ક્યારેય વ્યવસ્થિત રીતે પહેરેલી ગુજરાતી સાડી, ઘરેણાં અને મેકઅપ વિના નહોતી જોઈ. આવી સ્થિતિમાં તેને સાવ સાદગીભર્યા સ્વરૂપમાં જોઈને એક વખત તો વિચારવું પડે કે આ કોણ છે? આ યુવતીને ક્યાંક જોઈ હોય એવું લાગે છે. અને જ્યારે તમને ખ્યાલ આવે કે તે કોણ છે ત્યારે તમારા મોઢામાંથી અનાયાસે શબ્દો નીકળી પડે કે આ ખરેખર દિશા વાકાણી જ છે?  તેના ચહેરા પર સ્મિત રમી રહ્યું હતું. તેની  આંખોમાં ચમક હતી. આમ છતાં તેને જોતાં એમ લાગતું હતું કે તે પોતાના સંસારમાં રમમાણ થઈ ગઈ છે.  

ગૌરવ ખન્નાને લાગ્યો યુટયુબનો ચસકો

ધારાવાહિક 'અનુપમા'ના 'અનુજ' તરીકે લોકોના મનમાં વસી ગયેલા અભિનેતા ગૌરવ ખન્નાએ થોડા સમય પહેલા જ પૂરા થયેલા વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બોસ-૧૯'માં ભાગ લીધો હતો. અને અન્ય સ્પર્ધકોને પાછળ છોડીને વિજયી નિવડયો હતો. તે 'બિગ બોસ'ના ઘરમાં હતો ત્યારે તેણે કહ્યું હતું કે તે સોશ્યલ મીડિયા પર ખાસ સક્રિય નથી રહેતો. એટલું જ નહીં, આજે મોટાભાગના કલાકારો પોતાની યૂટયૂબ ચેનલ ચલાવે છે ત્યારે તેની પાસે આ માધ્યમ પણ નહોતું. જ્યારે તેણે 'બિગ બોસ'ના ઘરમાં કહ્યું હતું કે તે સોશ્યલ મીડિયા પર ખાસ એક્ટિવ નથી ત્યારે તેના કેટલાંક સહસ્પર્ધકોએ ગૌરવને સોશ્યલ મીડિયાનું મહત્વ સમજાવવા સાથે પોતાની યૂટયૂબ ચેનલ શરૂ કરવાની સલાહ પણ આપી હતી. શોમાંથી વિજયી ટ્રોફી લઈને નીકળેલા ગૌરવે તરત જ પોતાની યૂટયૂબ ચેનલ ચાલુ કરી દીધી હતી. પરંતુ આ 'સાહસ' તેને ફળ્યું નહીં. થોડાં કલાકમાં જ તેની આ ચેનલ એક દિવસમાં જ ટર્મિનેટ થઈ ગઈ.  હું સતત વ્લોગ્સ બનાવતો રહ્યો. અભિનેતાના પ્રશંસકો હવે તેને યૂટયૂબ પર જોઈને રાજી રાજી થઈ જાય છે.

અંકિતા લોખંડેએ જન્મદિન લજાવ્યો 

તાજેતરમાં અભિનેત્રી અંકિતા લોખંડેએ તેનો ૪૧મો જન્મદિન ઉજવ્યો ત્યારે તેણે જે કર્યું તે કોઈપણ બર્થ-ડે ગર્લ કે બર્થ-ડે બોયને શોભે એવું નહોતું. સી-ગ્રીન કલરના ઓફ શોલ્ડર ડ્રેસ શોભી રહેલી અંકિતાએ પોતાના ધામધૂમથી ઉજવાઈ રહેલા બર્થ-ડેને કવર કરવા પાપારાઝીઓને પણ બોલાવ્યાં હતાં. તેણે પોતાના મિત્રો-સંબંધીઓ અને ફોટોગ્રાફરો સામે કેક કટિંગ કર્યું ત્યારે તેનો પતિ વિકી જૈન અને માતા તેની બાજુમાં ઊભા હતાં. પરંતુ અંકિતાએ ન તો તેના પતિ કે માતાને સૌથી પહેલા કેક ખવડાવ્યું અને ન પાપારાઝીઓને. તેણે કેકનો પહેલો ટુકડો પોતાના મોઢામાં જ મૂકી દીધો. આ જોઈને વિકી ભોંઠો પડી ગયો હતો. તેનો ચહેરો પળભરમાં ઉતરી ગયો હતો. આમ છતાં પોતાના અપમાનને ગળી જઈને તેણે ફોટોગ્રાફરો સમક્ષ સ્મિત આપીને સઘળું સમુંસુતરું છે એમ બતાવવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રિયંકા ચૌધરી એક સવાલ પર ભડકી

હાલના તબક્કે 'નાગિન-૭'માં કામ કરી રહેલી અભિનેત્રી પ્રિયંકા ચહર ચૌધરી અગાઉની તુલનામાં તદ્દન જુદી દેખાય છે. તેને જોઈને એવી વાતો વહેતી થઈ છે કે તેણે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જ્યારે તેને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ગોળગોળ જવાબ આપતાં કહ્યું હતું કે તે એક વર્ષથી ભારે દવાઓ ખાઈ રહી હતી તેથી તેનો ચહેરો ફૂલી ગયો છે. 'નાગરાની' બનેલી પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે તે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ છે તેની લોકોને ખબર નથી. તેને વધારે પડતી એન્ટિબાયોટિક્સ આપવામાં આવી હતી તેથી તેનું વજન ઘટી ગયું અને ચહેરો ફૂલી ગયો. પરિણામે લોકોને એમ લાગ્યું કે મેં કોસ્મેટિક સર્જરી કરાવી છે. અલબત્ત, દરેકને સુંદર દેખાવાનો અધિકાર છે. જો હું કાજલ લગાવું અને લેન્સ પહેરું તોય લોકોને લાગે છે કે મેં કાંઈક કરાવ્યું છે. પરંતુ આ મારો ચહેરો છે. અને તેની આગવી ઓળખ છે. મેં માત્ર સહેજ મેકઅપ કર્યો છે.