Get The App

TV TALK .

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
TV TALK                                                            . 1 - image

મોહિત મલિક મહાદેવની ભૂમિકામાં

સંખ્યાબંધ દૈનિક ધારાવાહિકોમાં કામ કરીને ઘર ઘરમાં જાણીતો બનેલો અભિનેતા મોહિત મલિક હવે પૌરાણિક શો 'ગાથા શિવ પરિવાર કી - ગણેશ કાર્તિકેય'માં ભગવાન શિવની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ધારાવાહિકમાં શિવ-પાર્વતીના પુત્રો ગણેશ અને કાર્તિકેયની સાવ ઓછી જાણીતી બાજુ રજૂ કરવામાં આવશે. (તમે આ વાંચી રહ્યાં હશો ત્યારે કદાચ આ શો શરૂ થઈ ગયો હશે.) મહત્વની વાત એ છે કે આ એક પારિવારિક ગાથા હશે જે સામાન્ય કુટુંબોને પણ લાગૂ પડતી હોય છે. મોહિત મલિક પોતાના ભાગે આવેલી મહાદેવની ભૂમિકા વિશે કહે છે કે અત્યાર સુધી લોકોએ શિવજીને અનેકવિધ પરિપ્રેક્ષ્યમાં નિહાળ્યાં છે.  

શીઝાન ખાન બન્યો કઠોર-કોમળ 'સિધ્ધુ'

તાજેતરમાં રજૂ થયેલી ધારાવાહિક 'ગંગા મૈયા કી બેટિયાં'માં અભિનેતા શીઝાન ખાન બનારસના એક રાઉડી યુવકની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. અલબત્ત, દેખાવમાં કઠોર શીઝાનનું મન એકદમ કોમળ છે. અભિનેતા કહે છે કે આ શોમાં હું સિધ્ધાંત, એટલે કે સિધ્ધુનું પાત્ર ભજવી રહ્યો છું. સિધ્ધુ માટે તેની માતા જ સર્વસ્વ છે. તે તેની માતાની પૂજા કરે છે, તેનો પડયો બોલ ઝીલે છે. તે ખાસ શિક્ષિત ન હોવા છતાં સંપત્તિ અને વ્યવસાય સંભાળવામાં પોતાની માતાને મદદ કરે છે. તે ન્યાયપ્રિય હોવાથી ખોટા કામ કરનારાઓ સામે આંખ લાલ કરતાં પણ ખચકાતો નથી. તેના જીવનમાં 'સ્નેહા' (અમનદીપ સિધ્ધુ)નો પ્રવેશ થાય છે. ત્યારે એક નવો વળાંક આવે છે. સિધ્ધુ પહેલી નજરમાં જ સ્નેહાના પ્રેમમાં પડે છે.

દીપિકા કક્કરને કેન્સરની આડઅસર : વાળ ખૂબ જ ખરી રહ્યાં છે....

વધુ એક અભિનેત્રી કેન્સરનો  શિકાર બની છે અને તે અત્યારે  બીજા તબક્કાની કેન્સરની સારવાર  લઈ રહી છે.  તેનું નામ છે દીપિકા  કાકર!  તેની  સ્વાસ્થ્યની  જાણકારી આપતા દીપિકા કહે છે કે 'હું   સારવારની થઈ રહેલી આડઅસરથી તો ટેવાઈ ગઈ  છું.  જો કે મારા વાળ જે ગંભીર રીતે  ખરી રહ્યાં છે, તેનાથી હું ખૂબ જ  ડરી ગઈ છું.

વધુ પડતા  વાળ ખરવા  વિશે વાત કરતા  દીપિકાએ જણાવ્યું,' મેં આજે  આખો દિવસ  આરામ કર્યો  છે  કારણ  કે હું ખૂબ જ ઓછું વજન ધરાવું છું.   બેશક, તેની  આડઅસર  થઈ છે.  પરંતુ હવે  મને તેની  સારી  એવી આદત પડી ગઈ  છે. જો કે માત્ર વાળ  ખરવાની  બાબત ખૂબ જ ભયાનક  છે અને હું તેનાથી ખૂબ જ  ડરી ગઈ  છું. બહુત  જ્યાદા  બાલ ગીર રહે હૈ, જબ નહાકે  આતી હું મેં ૧૦-૧૫ મિનિટ ચૂપચાપ રહતી હું...ચ કીસી સે બાત નહીં કરતી.   કારણ કે વાળ ખૂબ ખરતા હોય છે.  આ બાબત મારા  માટે ખૂબ જ અસહ્ય હોય છે.

આ સાથે જ અભિનેત્રી દીપિકાએ  ઉમેર્યું હતું કે ત્રણ મહિના પછી  મેં કરેલા ટયુમર માર્કર ટેસ્ટ અને  એલએફટીના  પરિણામો  સામાન્ય કરાવનારી અભિનેત્રી  દીપિકો  સર્જરી પછી સ્વસ્થ થવાના  સમયગાળા દરમિયાન  તેના  પુત્રથી કેવી રીતે દૂર રહેવું  પડયું તે  શેર કર્યું હતું.

દીપિકા  પર સર્જરી   તો થઈ ગઈ  છે. તે જોખમથી   ઉગરી ગઈ  છે એમ પણ  માની શકાય, પણ હજુ ભય તો માથે ઊભો જ છે.

સોનારિકા ભદોરિયા મમ્મી બનવાના માર્ગે

થોડાં દિવસ પહેલાં જ અભિનેત્રી સોનારિકા ભદોરિયાએ પોતે ગર્ભવતી હોવાના સમાચાર સોશ્યલ મીડિયા પર મૂક્યાં હતાં. ગયા વર્ષના ફેબુ્રઆરી માસમાં બિઝનેસમેન વિકાસ પરાશરને પરણનાર સોનારિકા ડિસેમ્બર મહિનામાં તેના નવજાત શિશુને આવકારવા તૈયાર છે. અભિનેત્રી કહે છે કે મારા મતે કોઈપણ યુવતી ખરેખર માતા બનવા માટે તૈયાર નથી હોતી. પણ હવે મારા દિલોદિમાગમાં મારા શિશુને ઉછેરવા, તેની કાળજી લેવા સિવાયનો કોઈ વિચાર નથી. હું ભાવનાત્મક રીતે મારા શિશુને આવકારવા તૈયાર છું. વાસ્તવમાં પ્રત્યેક સ્ત્રીની ગર્ભાવસ્થા નોખા નોખા પ્રકારની હોય છે. મને પણ ચોક્કસ વસ્તુઓ ખાવાનું મન થતું હતું. પરંતુ પ્રમાણમાં મારી ગર્ભાવસ્થા ઘણી સરળતાથી પસાર થઈ રહી છે. ગર્ભાવસ્થાના પ્રત્યેક તબક્કે મને સ્ત્રીના શરીરની શક્તિનો પરિચય મળ્યો છે. મારા શરીરમાં જે પરિવર્તન આવી રહ્યું છે તે ખરેખર જાદુઈ છે. હું અને મારો પતિ કંઈકેટલીય વખત એકમેકને ભેટી પડયાં હતાં. અમારી આંખો ખુશીના આંસુથી છલકાઈ ઉઠી હતી. અને હવે અમે અમારા નવજાત શિશુને આવકારવા આતુર છીએ.