Get The App

SOCIAL સર્કલ .

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
SOCIAL સર્કલ                                                    . 1 - image

સબા અને સંબંધો

સબા આઝાદની તકલીફ એ છે કે એની ઓળખ 'હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ' - આ ત્રણ શબ્દોમાં સમેટાઈ ગઈ છે. ચાલો, કમસે કમ આ બહાને તો સબા વિશે લોકોમાં ને મીડિયામાં બે વાત તો થાય છે. બાકી સબા માટે બોલિવુડ કંઈ નવું નથી. છેક ૨૦૦૮માં એની ડેબ્યુ ફિલ્મ 'દિલ કબડ્ડી' આવી હતી. આ ફિલ્મનું નામ તમે ન સાંભળ્યું હોય તો એમાં તમારો કોઈ વાંક નથી. તે પછી 'મુઝસે ફ્રેએએએન્ડશિપ કરોગે' જેવું વાયડું ટાઇટલ ધરાવતી ફિલ્મ આવી, ૨૦૧૧માં. આ યશરાજ બેનરની ફિલ્મ હતી એટલે લોકોની નજર તેના પર હતી જ. યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી આ રોમેન્ટિક કોમેડીમાં સકિબ સલીમ પણ હતો. સકીબ સલીમ એટલે એક્ટ્રેસ હુમા કુરેશીનો સગો ભાઈ. 'મુઝસે ફ્રેએએએએન્ડશિપ કરોગે' ન ચાલી એટલે એય બાપડો સબાની જેમ લગભગ ખોવાઈ ગયો. સબાએ તે પછી ત્રણેક શોર્ટ ફિલ્મ્સ કરી હતી, પણ તેથી શું વળે? 

લાગ છે, સબા સિનેમાને બદલે સંબંધોમાં વધારે બિઝી રહી છે. જુઓને, નસીરુદ્દીન શાહ અને રત્ના પાઠક શાહના પુત્રરત્ન ઇમાદ શાહ સાથે એ સાત વર્ષ સુધી રિલેશનશિપમાં હતી. ઇમાદ સાથે બ્રેકઅપ થયા બાદ છેલ્લાં ત્રણેક વર્ષથી એ હૃતિક સાથે  રિલેશનશિપમાં છે. સબા 'અનકન્વેન્શલ બ્યુટી' ધરાવે છે. (જોઈ લો એણે શેર કરેલી આ ઇન્સ્ટા તસવીર). જો આટલું જોયા-વાંચ્યા પછી તમને સબાની અભિનય પ્રતિભા વિશે કુતૂહલ થયું હોય તો જાણી લો પ્રાઇમ વીડિયો પર એની 'સોંગ્સ ઓફ પેરેડાઇઝ' નામની ફિલ્મ તાજી તાજી રિલીઝ થઈ છે. જોઈ લો.

ધ પલ્લવી જોશી ફાઇલ્સ 

પલ્લવી જોશી એક એવી તગડી એક્ટ્રેસ છે, જે હવે એના પતિદેવ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મો ('ધ કાશ્મીર ફાઇલ્સ', 'વેક્સિન વોર')માં જ જોવા મળે છે. બાકી પલ્લવી એક ચાઇલ્ડ આર્ટિસ્ટ, ટીવી એક્ટ્રેસ અને એન્કર તરીકે ખૂબ સફળતા જોઈ ચૂકી છે. આજકાલ એ 'ધ બેંગાલ ફાઇલ્સ'ના પ્રમોશનમાં બિઝી બિઝી છે. ફિલ્મ રિલીઝ થવાને હજુ થોડી વાર છે, પણ એનાં સ્પેશિયલ સ્ક્રીનિંગ્સ ક્યારનાં શરૂ થઈ ચૂક્યાં છે. ખાસ કરીને અમેરિકામાં થયેલાં સ્ક્રીનિંગને જે પ્રકારનો રિસ્પોન્સ મળ્યો છે એનાથી પલ્લ્વી રાજી રાજી છે. આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટની કેપ્શનમાં એ લખે છે: 'ડેટ્રોઇટ - હાઉસફુલ! ઓડિટોરિયમમાં એક પણ સીટ ખાલી નહોતી. લોકો વહેલામાં વહેલી તકે તમારી ફિલ્મ જોવા માટે પડાપડી કરતા હોય એનાથી વધારે એક એક્ટ્રેસ અને પ્રોડયુસરને બીજું શું જોઈએ?' ('બોક્સ ઓફિસ કલેક્શન...' એવી બૂમ કોણે પાડી?) 

'ધ બેંગાલ ફાઇલ્સ' ઓલરેડી વિવાદો જન્માવી ચૂકી છે. મીડિયામાં ફ્રી પબ્લિસિટી માટે જેટલો વિવાદ થાય એટલો સારો, બરાબરને? 

દર્શનકુમારનાં દુર્લભ દર્શન

દર્શનકુમાર પણ એક એવો એક્ટર છે, જેના પર આપણું ધ્યાન ત્યારે જ જાય છે જ્યારે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ આવે. બાકી એને બોલિવુડમાં ડઝન કરતાંય વધારે વર્ષ થયાં. દર્શનની બીજી જ ફિલ્મ કઈ હતી, જાણો છો? સલમાન ખાનની 'તેરે નામ'. તે પછી 'મેરી કોમ', 'સરબજિત', 'બાગી-ટુ' જેવી ફિલ્મોમાં એ દેખાયો હતો, પણ એની વ્યવસ્થિત નોંધ લેવાઈ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (૨૦૨૨)થી. સૌને એવું હતું કે આ સુપરહિટ ફિલ્મ પછી દર્શન બિઝી બિઝી થઈ જશે, પણ એવું બન્યું નહીં. 'ધ કાશ્મીર ફાઇલ્સ' પછી એની ગણીને બે જ ફિલ્મ આવી - 'ધોખા' અને 'કાગઝ-ટુ'. આ બન્ને ફિલ્મોએ કશું ઉકાળ્યું નહીં એટલે વાત જામી નહીં. દર્શન આમેય અતિ લૉ-પ્રોફાઇલ માણસ છે. મીડિયામાં ભાગ્યે જ એના વિશે કશીય ચર્ચા થાય છે. જુઓને, ઇન્સ્ટાગ્રામ પર એનું અકાઉન્ટ પણ નથી. ઉપર તમે જે તસવીર જુઓ છો એ તો એના એક ફેનપેજ પર શેર થયેલો ફોટોગ્રાફ છે. એટલે હવે શું 'ધ બેંગાલ ફાઇલ્સ' પછી દર્શનનાં દર્શન વિવેક અગ્નિહોત્રીની ફાઇલ્સ ટ્રિલોજીના ત્રીજા અને છેલ્લા ભાગમાં જ થશે? સિનેમાદેવ જાણે!