Get The App

SOCIAL સર્કલ .

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
SOCIAL સર્કલ                                                    . 1 - image

કરણ જોહર : ડિયર ફાધર...

કરણ જોહરનાં બચ્ચાં કેવાં ક્યુટ-ક્યુટ છે, જુઓ તો ખરા! કરણે ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો છે.  દીકરો યશ અને દીકરી રૂહી ખાસ્સાં મોટાં થઈ ગયાંછે હવે તો. ૨૦૧૭માં સરોગસી પદ્ધતિથી આ જોડિયાં સંતાનો અવતર્યા હતાં. કરણ  અને એમનાં વૃદ્ધ મમ્મી હીરૂ જોહર સાથે મળીનેબન્ને બચ્ચાઓને ઉછેરી રહ્યાં છે. આ મેડિકલ સાયન્સનો આવિષ્કાર છે. મા નથી, જેગર્ભમાં આકાર લીધો છે તે સ્ત્રી કોણ છે તે પણ કદાચ ખબર નથી, તેની કદાચ જરૂર પણ નથી.ફક્ત પિતા છે, અને દાદી છે. એકલો પુરૂષ અને એકલી સ્ત્રી સાથી વગર, સંવનનની પ્રક્રિયામાંથી પસાર થયા વગર હવે સગું સંતાન પેદા કરી શકે છે. ટીવી-ક્વીન એકતા કપૂર અને એનો એક્ટર ભાઈ તુષાર કપૂર પણ સિંગલ છે, તો પણ એમના ઘરમાં બાળકોની કિલકારીઓ ગૂંજી ખરી. એકતા હમણાં એક પોડકાસ્ટમાં કહી રહી હતી, 'અમારા પપ્પા (જીતેન્દ્ર) કંટાળીને અમને કહેતાકે તમે ભાઈ-બહેનમાંથી કમસે કેમ એક તો લગ્ન કરો! મને અને તારીમાને તમારાં બચ્ચાં રમાડવાના ઓરતા હોય કે નહીં? એટલે પછી મેં અને તુષાર બન્નેએ (સરોગસીથી) બચ્ચાં પેદા કરીને એમને આપી દીધાં, અને કહ્યું, લો, લઈ લો બચ્ચાં, હવે ખુશ?' વેલ, આ પણ માતૃત્વ અને પિતૃત્વના જ નવા રંગો છે, બરાબરને? 

વિજય દેવરકોન્ડાઃ આઝાદી પહેલાં.....

જો હેડિંગમાં નામ ન લખ્યું હોય તો શું તમે ઓળખી શકત કે આખા ચહેરાપર હળદર ચોળેલા, લાલચોળ આંખો અને તલવારકટ મૂછોવાળા આ મહાશય વિજય દેવરકોન્ડા છે? 'રણબલિ' નામની આગામી ફિલ્મમાં એનો આ લૂક છે. દેશનીઆઝાદી મળી તે પહેલાં ગરીબ ભારતીયો પર થયેલા ભયાનક દમનની વાત આ ફિલ્મમાં કહેવામાંઆવી છે. 'આરઆરઆ'ની કંઈક અસર આ ફિલ્મ પર વર્તાઈ રહી છે. રશ્મિકામંદાના હિરોઈન છે અને રાહુલ સંકૃત્યન, ડિરેક્ટર. આપણા મનમાં સાઉથ ઇન્ડિયન સ્ટાર વિજયદેવરકોન્ડાની છાપ એક બિગ સિટી બોય તરીકેની છે, થેન્ક્સ ટુ 'અર્જુન રેડ્ડી'. વિજયનો બોલિવુડપ્રવેશ તો ક્ષોભજનક પૂરવાર થયો હતો તે આપણે જાણીએ છીએ. આ આગામી ફિલ્મ પેન ઇન્ડિયનહોવાની. એનો ખૂંખાર લૂક વિજયે સ્વયં પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ઇન્ટરેસ્ટિંગ!

એ ફોર અરિજિત, એ ફોર આમિર

અરિજિત સિંહે અણધારી નિવૃત્તિ જાહેર કરી ને બોલિવુડમાંતરંગો સર્જાઈ ગયા. જુઓને આમિર ખાને પણ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે. કેપ્શનમાંલખે છેઃ 'થેન્ક્યુ અરિજિત,ફોર લેન્ડિંગ યોર વોઇસ ટુ અવર ફિલ્મ 'એક દિન'. તારી સાથે અને તારા પરિવાર સાથે અમારી ટીમે જેચાર દિવસ પસાર કર્યા તે ખરેખર મેજિકલ હતા.' આમિરનો લંબૂસ પુત્રજુનૈદ 'એક દિન'નો હીરો છે, સાઉથની બ્રિલિયન્ટ એક્ટ્રેસ સાઇપલ્લવી હિરોઈન છે અને ફિલ્મ લખી છે કંઈકેટલાય મસ્ત ગુજરાતી નાટકો, હિન્દી સિરીયલોઅને 'લાપતા લેડીઝ' જેવી ફાંકડી ફિલ્મ લખનાર સ્નેહા દેસાઈએ. આમિર,ટૂંકમાં, પોતાના દીકરાને નવેસરથી લોન્ચ કરવા માગે છે. જોઈએ, આ વખતે જુનૈદનેસફળતાનો 'સ' જોઈ શકે છે કે કેમ.