Get The App

SOCIAL સર્કલ .

Updated: Jan 8th, 2026

GS TEAM

Google News
Google News
SOCIAL સર્કલ                                                    . 1 - image

સનિલ ગ્રોવર: ઓત્તેરી...!

કોમેડિયન સુનિલ ગ્રોવરે ફરી એક વાર સિક્સર ફટકારી છે. કપિલ શર્માના શોમાં હમણાં  કાતક આયર્ન અને અનન્યા પાંડે એમની (હવે ફ્લોપ થઈ ચૂકેલી) ફિલ્મના પ્રમોશન માટે આવ્યાં હતાં ત્યારે સુપર કોમેડિયન સુનિલ ગ્રોવરે આમિર ખાન બનીને સ્ટેજ પર એન્ટ્રી મારીને સૌને રીતસર ચમકાવી દીધા હતા. સુનિલે ભૂતકાળમાં કેટલાય બોલિવુડ એક્ટર્સની અફલાતૂન મિમિક્રી કરી છે. કપિલના જ શોમાં સુનિલે સલમાન ખાનની અદ્ભુત મિમિક્રી પહેલી વાર કરી ત્યારે સૌને લાગતું હતું કે સુનિલનું આ 'પીક પરફોર્મન્સ' છે. હવે આનાથી આગળ, આનાથી બહેતર બીજું શું હોઈ શકે? પણ બહુરુપિયો સુનિલ ગ્રોવર આમિરનો અવતાર સજીને એક પાયદાન ઔર ઉપર પહોંચી ગયો છે. ખુદ આમિરે સુનિલના પર્ફોર્મન્સના જોરદાર વખાણ કર્યા છે. આમિરે કહ્યું, 'પહેલાં તો મને ખબર જ ન પડી કે આ સુનિલ છે. મને લાગ્યું કે આ મારી જ ક્લિપ છે! સુનિલનો અભિનય જોઈને હું એટલું બધું હસ્યો છું કે વાત ન પૂછો. હું તો આને મિમિક્રી કહેવા પણ તૈયાર નથી.' સુનિલની ક્લિપ અને આમિરની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયાં છે. સામાન્યપણે મિમિક્રી આર્ટિસ્ટ્સ બહુ માનસન્માનના હકદાર ગણાતા નથી, પણ સુનિલ ગ્રોવર આ મામલામાં અપવાદરૂપ છે એવું તમને ય નથી લાગતું?

અહાન પાંડે: હેપી બિલેટેડ બર્થડે...

અહાન 'સૈયારા' પાંડેએ થોડા દિવસો પહેલાં પોતાનો બર્થડે સેલિબ્રેટ કર્યો. ચાહકોએ એના પર કાર્ડ્ઝ, ફૂલો અને ભેટસોગાદનો વરસાદ વરસાવી દીધો હતો. ન ખાતરી થતી હોય તો જોઈ લો એની મમ્મીએ સોશિયલ મીડિયા પર શેર કરેલો આ ફોટોગ્રાફ. અયાન કેટલો ક્યુટ અને પોતીકો લાગે છે, નહીં? જાણે આપણા ફેમિલીનો જ કોઈ જુવાનિયો ન હોય! અહાનની સફળતામાં એની આ બોય-નેક્સ્ટ-ડોર ચાર્મનો મોટો હિસ્સો છે. અહાનના ચાહકોને હવે રિટર્ન ગિફ્ટમાં એની નવીનક્કોર ફિલ્મ જોઈએ છે. ફેનલોકોને માલૂમ થાય કે અહાન ઓલરેડી એક એક્શન-રોમેન્ટિક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. યશરાજની આ ફિલ્મનું નામ હજુ પડયું નથી, પણ એના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર છે, જે ભૂતકાળમાં 'ટાઇગર ઝિંદા હૈ' અને 'સુલતાન' જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. અહાનવાળી ફિલ્મમાં બોબી દેઓલ વિલન હશે અને હિરોઈન તરીકે દેખાશે શર્વરી વાઘ. એમ તો 'સૈયારા-ટુ' પણ વાજતે-ગાજતે માંડવે પધારશે જ. આ વર્ષે નહીં તો આવતા વર્ષે.  

વિજય દેવરકોંડા: આઇ એમ નોટ રેડ્ડી!

આપણને એમ હતું કે વિજય દેવરકોંડાએ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલી ધમાલ મચાવી છે એવી જ ધમાલ એ બોલિવુડમાં પણ મચાવશે. ખાસ કરીને એની 'અર્જુન રેડ્ડી' પરથી બનેલી હિન્દી ફિલ્મ 'કબીર સિંહ' સુપરડુપર હિટ થઈ હતી એટલે આ માન્યતાને બળ મળ્યું હતું. પણ આપણે માનીએ કંઈક ને સિનેમાદેવ કરે કંઈક. વિજયે 'લાઇગર' (૨૦૨૨)થી બોલિવુડમાં એન્ટ્રી તો મારી, પણ આ ફિલ્મ એટલી ભૂંડી રીતે પિટાઈ ગઈ કે વિજય સામે હવે કોઈ બોલિવુડનો 'બ' બોલે તોય ભડકી ઉઠે છે. એની ગર્લફ્રેન્ડ રશ્મિકા મંદાનાને જોકે બોલિવુડ સારું ફળ્યું છે. થર્ટીફર્સ્ટ નાઇટ સેલિબ્રેટ કરવા હમણાં બેય મા'ણા ઇટલી જઈ આવ્યાં. વિજય લુચ્ચાએ જોકે સોશિયલ મીડિયા પર પોતાના એકલાની જ ફાંકડી તસવીરો શેર કરી છે. આ ફોટો મોટે ભાગે તો રશ્મિકાએ જ ક્લિક કર્યો હશે, હેંને?