Get The App

SOCIAL સર્કલ .

Updated: Mar 5th, 2026

GS TEAM

Google News
Google News
SOCIAL સર્કલ                                                    . 1 - image

વિજય દેવરકોન્ડા- રશ્મિકા મંદાના: ક્યુટ કપલ 

સોશિયલ મીડિયા છેલ્લા કેટલાય દિવસોથી આ હાઇ પ્રોફાઇલ લગ્નની તસવીરોથી છલકાઈ રહ્યું છે. લાંબા સમયથી ઇલુ ઇલુ કરી રહેલી વિજય દેવરકોન્ડા અને રશ્મિકા મંદાનાની સાઉથ ઇન્ડિયન જોડી આખરે બન્ને પરંપરાગત વિધિથી પરણી ગઈ. રશ્મિકાને આખા દેશનું ઓડિયન્સ ઓળખે છે. થેન્ક્સ ટુ 'એનિમલ', 'છાવા' અને 'પુષ્પા' ફ્રેન્ચાઇઝી. સાચું પૂછો તો વિજય એકદમ બોલિવુડ મટીરિયલ છે. એક સમય હતો જ્યારે 'કોફી વિથ કરન' જેવા શોઝમાં આપણી હિન્દી ફિલ્મની હિરોઈનો વિજય... વિજય... કરીને થાકતી નહોતી. ૨૦૨૨માં એની 'લાઇગર' ફિલ્મ આવી તે પહેલાં માહોલ તો એવો બન્યો હતો કે આ છોકરો જાણે કે આપણા રણવીરો અને રણબીરોને કાચેકાચા ખાઈ જશે. બન્યું સાવ ઊલટું. ફિલ્મ બોક્સ ઓફિસ પર એવી પિટાઈ ગઈ કે વિજય મુંબઈનો રસ્તો ભૂલી ગયો. બીજી બાજુ, રશ્મિકાને બોલિવુડ સારું ફળ્યું છે. આવનારા સમયમાં એ 'કોકટેલ-ટુ' અને 'પુષ્પા-થ્રી'માં દેખાવાની છે. 'એનિમલ'ની અતિ પ્રતિક્ષિત ફિલ્મ 'એનિમલ ફાર્મ' તો ખરી જ. આ સૌની પહેલાં વિજય-રશ્મિકાની પિરીયડ ડ્રામા 'રણબાલી' આવશે. બીજું બધુંય ઠીક, પણ વિજય-રશ્મિકાનાં લગ્નને કારણે 'રણબાલી'નું જોરદાર પ્રમોશન થઈ ગયું છે એ તો નક્કી. 

આવી રહ્યા છે... મહેશ બાબુ 

હજુય એક સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર છે જેનો હિન્દી ફિલ્મો જોતા દર્શકોનો વિધિવત્ પરિચય થયો નથી. એ છે મહેશ બાબુ. તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં મહેશ બાબુના નામના સિક્કા પડે છે. એ એક પરમેનન્ટ બોલિવુડ કનેક્શન ધરાવે છે. એની મુંબઈકર પત્ની નમ્રતા શિરોડકર ભૂતકાળમાં હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. નમ્રતાને ન ઓળખતા હો તો જાણી લો કે શિલ્પા શિરોડકર ('હમ', 'કિશન કન્હૈયા') એની મોટી બેન થાય. એટલે કે શિલ્પા, આ મહેશ બાબુના પાટલા સાસુ થાય! તમે એ તો જાણતા જ હશો કે ઇન્ડિયાના ફિલ્મમેકર નંબર વન એસ.એસ. રાજામૌલી હાલ 'વારાણસી'નું શૂટિંગ કરી રહ્યા છે. મહેશ બાબુ આ ફિલ્મનો મેઇન હીરો છે, ને પ્રિયંકા ચોપડા હિરોઈન. બસ, મહેશ બાબુ હવે મોટા પાયે પેન-ઇન્ડિયન સ્ટાર બને એટલી જ વાર છે. જોઈ લો આ એની આ ઇન્સ્ટા-તસવીર. કોઈ કહી શકશે કે આ ભાઈ ૫૧ વર્ષના છે? 

બજાજ, ખન્ના અને મોટરબાઇક 

આ 'બિગ બોસ-૧૯'ના પ્રતિભાગીઓએ શું માંડયું છે? તાન્યા મિત્તલનું 'બિગ બોસ' તો પૂરું થવાનું નામ જ લેતું નથી ને આ બાજુ અભિષેક બજાજ અને સિઝનના વિજેતા ગૌરવ ખન્ના ઇન્સ્ટાગ્રામ પર ટ્વિનિંગ કરી રહ્યા છે. બન્ને જણા પોતપોતાના બાઇક સાથે લગભગ સેમ-સેમ સ્ટાઇલો મારતા ફોટા પડાવે છે અને લગભગ એક સાથે સોશિયલ મિડીયા પર વહેતા કરે છે. સારું છે કે બન્નેનું બાઇક પણ સેમ-સેમ નથી!