Get The App

SOCIAL સર્કલ .

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
SOCIAL સર્કલ                                                    . 1 - image

અબ્રાહમ અને અબ્રાર

નેપો કિડ્સને કેવું સારું, નહીં? ફિલ્મો ચાલે કે ન ચાલે, પ્રોડયુસરો-ડિરેક્ટરો માથું પકડીને રોવે કે ન રોવે, એમને કશો ફરક ન પડે. એ તો એયને વોક-ઇન વોર્ડરોબમાં જઈને અરમાનીનો સૂટ પહેરવાને બદલે રાલ્ફ લોેરેનનો સૂટ પહેરશે, પોતાના બંગલા કે બિલ્ડિંગના ગેરેજમાં જઈને મર્સિડીઝને બદલે બાજુમાં પાર્ક કરેલી બીએમડબલ્યુમાં બેસશે અને ડિપ્રેશન દૂર કરવા માટે તાજને બદલે મેરિેેેયેટમાં જઈને મોંધો શરાબ પીશે. ઇબ્રાહિમ અલીની જ વાત કરો. આ સૈફપુત્રની બે ફિલ્મો આવી - 'નાદાનિયાં' અને 'સરજમીં' - બન્ને ફ્લોપ, પણ સાહેબના પેટનું પાણી હલે છે? એ તો એયને મસ્ત મજાનાં વસ્ત્રો ધારણ કરીને ફોટોશૂટ કરાવ્યા કરે છે. સારું છે. સ્ટારસંતાનો માટે જનતા જનાર્દનના દિલમાં અપાર ધૈર્ય હોય છે. પબ્લિક હજુ ઇબ્રાહિમની ત્રણ-ચાર ફિલ્મો જોશે, અને પછીય જો એની સાાથે કનેક્શન ફીલ નહીં જ થાય તો પછી નછૂટકે એને રિજેક્ટ કરશે. બાય ધ વે, અબ્રાર અહમદ નામનો પેલો પાકિસ્તાની ચશ્મીશ્ટ બૉલર દેખાવમાં શુંે તમનેય ઇબ્રાહિમ અલી ખાન જેવો નથી લાગતો? આ વખતના દિલધડક એશિયા કપની ફાઇનલ મેચમાં તો અબ્રાર મિંયા એકદમ ઇબ્રાહિમ જેવા જ લાગતા હતા. બોલો, હા.

પ્રિયંકા કા જવાબ નહીં!

સાચ્ચે, પ્રિયંકા જૈસી કોઈ નહીં. ઉત્સવપ્રેમી પ્રિયંકા આપણાં પર્વો ઉજવે નહીં, ને પછી તેના ફોટા  પડાવીને સોશિયલ મીડિયા પર શેર ન કરે એવું બને નહીં. આ તસવીર દુર્ગા પૂજાના પંડાલમાં લેવાઈ છે. સાવા સાદા પોષાકમાં પણ પ્રિયંકા કેટલી સુંદર લાગે છે. પ્રિયંકાને ભારતીય ઉત્સવોની જોરશોરથી ઉજવવાનું હવે તો વેલિડ કારણ મળી ગયું છે - એની દીકરી, મેરી માલતી. બેબલીને ભારતીય કલ્ચરનું એક્સપોઝર આવવાનું કામ પ્રિયંકા કરતાં બહેતર કોણ કરી શકવાનું છે? મેરી માલતી ધીમે ધીમે એના અમેરિકન પપ્પા નિક જોનસ જેવી દેખાવા માંડી છે. નિક અને એના ભાઈઓ અમેરિકન સંગીત જગતમાં જોનસ બ્રધર્સ તરીકે વિખ્યાત છે. મેરી માલતી  પોતાની કાલી કાલી ભાષામાં એમને શું કહે છે, ખબર છે? ડોનટ બ્રધર્સ. ક્યુટ! 

ગુલઝાર, કરીના અને કવિતા

વાહ, વાહ. કરીના કપૂર સાક્ષાત ગુલઝાર સાથે. લાગે છેને લોલો એકદમ ફેન ગર્લ જેવી! ગુલઝારસાહેબ છે જ એવા. મોટામાં મોટા સ્ટાર્સ પણ એમને મળે ત્યારે એક અદના ચાહક જ બની જાય છે. કરીના વાંચનની શોખીન હોય એવું જાણ્યું નથી, પણ ગુલઝારને મળીને કરીનાએ શું વાતો કરી હશે તેની કલ્પના કરી શકાય છે. કદાચ કરીનાએ કહ્યું હોય કે જેમ તમે મારી જનરેશન માટે 'લકડી કી કાઠી, કાઠી કા ઘોડા' તેમજ 'ચડ્ડી પહનકર ફૂલ ખિલા હૈ' જેવાં અદભુત બાળગીતો લખ્યાં હતાં તો મારા દીકરાઓની જનરેશન માટે પણ આવા જ યાદગાર ને સાવ નવાં બાળગીત લખોને! હકીકત તો એ છે કે કરીના કંઈ ગુલઝાર સાથે સાહિત્ય અને સિનેમાની વાતો કરવા એમના ઘરે નહોતી ગઈ. વાત એમ છે કે એ ગુલઝારની ડિરેક્ટર પુત્રી મેઘનાની આગામી ફિલ્મ 'દાયરા'માં કામ કરી રહી છે. ગુલઝારે કરીના સાથે કદાચ 'દાયરા'નાં ગીતો શેર કર્યા હોય તેમ બને!