For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

Cine Guide .

Updated: Mar 16th, 2023

Article Content Image

* 'મજબૂર' ફિલ્મના દિગ્દર્શક કોણ હતા? તેના કલાકારો અંગે જાણકારી આપશો. ફિલ્મના લેખક કોણ હતા?

- રવિ દવે (ખેડા), રવિ ચોપરા (ભૂજ)

* 'મજબૂર' ફિલ્મના દિગ્દર્શક રવિ ટંડન હતા. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, પરવીન બાબી, સત્યેન કપ્પુ, ઇફતેખાર, પ્રાણ, ફરીદા જલાલ, મદનપુરી, ડી. કે. કપ્પુ જેવા કલાકારો ્હતા. ફિલ્મમાં સંગીત- લક્ષ્મીકાંત-પ્યારેલાલનું છે. આ ફિલ્મ ૧૯૭૪માં આવી હતી. લેખક  હતા સલીમ ખાન અને જાવેદ અખ્તર. આ ઉપરાંત ૧૯૮૯માં આવેલી 'મજબૂર' ફિલ્મમાં જિતેન્દ્ર, સન્ની દેઓલ, જયા પ્રદા, ફરાહ વગેરે કલાકારો હતા આ ફિલ્મની વાર્તા અને સંવાદ ઇકબાલ દુરાનીના હતા.

 * 'વો કૌન થી'ના કલાકારો કોણ હતા?

- રાધા પટેલ (મહેસાણા)

* રાજ ખોસલા દિગ્દર્શિત સાતમી ફેબુ્રઆરી, ૧૯૬૪માં રિલિઝ થયેલી ફિલ્મ 'વો કૌન થી'ના કલાકારોમાં સાધના, મનોજકુમાર, કે. એન. સિંઘ, હેલન અને પ્રેમ ચોપરા હતા. ફિલ્મની વાર્તા અને સંવાદો ધુ્રવ ચેટરજીએ લખ્યા હતા. ફિલ્મ એન. સી. સિપ્પી, એમ. એ. મધુએ નિર્માણ કરી હતી.

* 'દોસ્તી' ફિલ્મ કઈ સાલમાં રિલિઝ થઈ હતી અને તેના કલાકારો કોણ કોણ હતા?

- સંજય ઠક્કર (ભૂજ)

* બે મિત્રોની કથા પર આધારિત રાજશ્રી પ્રોડક્શનન્સ નિર્મિત સત્યેન બોઝ દિગ્દર્શિત 'દોસ્તી' ફિલ્મ છઠ્ઠી નવેમ્બર, ૧૯૬૪માં રિલિઝ થઈ હતી. તેમાં ગીતો મજરૂહ સુલતાનપુરી, સંગીત- લક્ષ્મીકાંત પ્યારેલાલના હતા. ફિલ્મના કલાકારોમાં સુધીરકુમાર, સંજય ખાન, સુશીલકુમાર, લીલા મિશ્રા, મૂલચંદ વગેરે હતા.

* દેવેન વર્માએ કોમેડિયન તરીકે ઘણી હિન્દી ફિલ્મોમાં ભૂમિકા ભજવી છે. તેમણે કયા દિગ્દર્શકો સાથે કામ કર્યું હતું.

- યોગેશ પંડયા (મહેસાણા)

* દેવેન વર્માએ બાસુ ભટ્ટાચાર્ય, હૃષિકેશ મુકરજી અને ગુલઝાર જેવા દિગ્દર્શક સાથે કામ કર્યું છે. તેમણે 'બેશરમ' નામની ફિલ્મનું દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું હતું. તેમને 'ચોરી મેરા કામ', 'ચોર કે ઘર ચોર' અને 'અંગૂર' ફિલ્મ માટે શ્રેષ્ઠ કોમેડિયન તરીકેનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. તેમનો જન્મ ગુજરાતના કચ્છ જિલ્લામાં ૨૩ ઓક્ટોબર, ૧૯૩૭માં થયો હતો. તેમની માતા કચ્છના અને પિતા રાજસ્થાનના હતા. તેમના પિતા ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર હતા. તેમણે પુણેની નવરોસજી વાડિયા કોલેજ ફોર આર્ટ્સ અને સાયન્સમાં પોલિટિક્સ એન્ડ સોશિયોલોજી સાથે સ્નાતક કર્યું હતું. તેમના લગ્ન અશોકકુમારની પુત્રી રૂપા ગાંગુલી સાથે થયા હતા. તેમણે હિન્દી ઉપરાંત મરાઠી અને કેટલીક ભોજપુરી ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તેમણે ૧૯૬૧માં આવેલી ફિલ્મ 'ધર્મપુત્ર'થી કારકિર્દીની શરૂઆત કરી હતી. દેવેન વર્માનું નિધન પુણેમાં બીજી ડિસેમ્બર, ૨૦૧૪માં થયું હતું.

* એ. કે. હંગલની કામગીરી અંગે થોડી જાણકારી આપશો?

- ચેતના નિર્મળ (ભૂજ)

* ચરિત્ર અભિનેતા એ. કે. હંગલ એક સ્ટેજ આર્ટિસ્ટ ઉપરાંત ૧૯૨૯થી ૧૯૪૭ સુધી સ્વાતંત્ર્ય સૈનિક પણ હતા. તેમણે ૧૯૩૬થી ૧૯૬૫ દરમિયાન રંગભૂમિના કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેમણે ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે અદાકારી શરૂ કરી હતી. તેઓ એક અદાકાર હતા. તેમણે 'આયના' (૧૯૭૭), 'શૌકિન', 'નમકહરામ', 'પ્રેમબંધન' જેવી ફિલ્મોમાં ઉલ્લેખનીય કામગીરી બજાવી તી. આટલું જ નહીં, રાજેશ ખન્ના સાથે ૧૬ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે લગભગ ૨૨૫ જેટલી ફિલ્મો કરી છે. તેમનું નિધન ૯૮ વર્ષની વયે ૨૬ ઓગસ્ટ, ૨૦૧૨માં મુંબઈમાં થયું હતું.

 * 'કેહ દો કે તુમ હો મેરી વરના..' આ ગીત કંઈ ફિલ્મનું છે અને તેમાં કલાકારો કોણ કોણ છે?

- જગદીશ શાહ (અમદાવાદ)

* આ 'તેજાબ' ફિલ્મનું ગીત છે, જેમાં લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત છે. અનિલ કપૂર અને માધુરી દીક્ષિત પર ફિલ્માવાયું છે.

* 'સબ કુછ શીખા હમને, ના શીખી હોશિયારી..' આ કઈ ફિલ્મનું ગીત છે?

- અધિક પંડયા (રાજકોટ)

* આ 'અનાડી' ફિલ્મનું ગીત છે, જે રાજ કપૂર અને નૂતન પર ફિલ્માવાયું છે. શૈલેન્દ્રએ લખેલા આ ગીતને મુકેશે ગાયું છે.

Gujarat