Cine Guide .
* 'ઝુકા કે સર કો પૂછો...' આ ગીત કઈ ફિલ્મનું છે?
- અશ્વિની પંડયા (સુરત)
* ૧૯૮૨માં આવેલી ફિલ્મ 'સત્તે પે સત્તા' ફિલ્મનું આ ગીત છે. જે હેમા માલિની. સચિન, શક્તિ કપૂર, પેન્ટલ, વિજયેન્દ્ર ઘાટગે, સુધીર, કવંલજિત જેવા કલાકારો સાથે ગાઈ છે. શેમુ એન. સિપ્પી સાથે રાજ એન. સિપ્પીએ આ ફિલ્મ દિગ્દર્શિત કરી હતી.
હિન્દી ફિલ્મોમાં એક કલાકાર એવો છે જેણે સંખ્યાબંધ ફિલ્મોમાં જજની ભૂમિકા ભજવી છે, તેનું નામ શું? તેમણે કેટલી ફિલ્મોમાં જજની ભૂમિકા ભજવી?
- આદિત્ય જાડેજા (મહુવા)
આ કલાકારનું નામ હામિદ અલી મુરાદ છે. જેમણે ૩૦૦થી વધુ ફિલ્મોમાં જજની ભૂમિકા નિભાવી છે. ૧૯૪૦થી તેમણે ફિલ્મી કારકિર્દીનો પ્રારંભ કર્યો. તેઓ માત્ર મુરાદ તરીકે જ ઓળખાતા. તેમને કદીય કોઈ મોટી ભૂમિકા ભજવી નહોતી.
અમિતાભ બચ્ચનની પહેલી ફિલ્મ કઈ?
- રત્ના શાહ (સુરત)
અમિતાભ બચ્ચની પ્રથમ ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' છે જે ૧૯૬૯માં આવી હતી, જેમાં મધુ, ઉત્પલ દત્ત, જલાલ આગા, અનવર અલી, મધુકર અને શહનાઝ જેવા કલાકારો હતા. આ ફિલ્મની સ્ટોરી ખ્વાજા અહમદ અબ્બાસે લખી હતી અને ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન પણ તેમણે કર્યું હતું. ફિલ્મમાં સંગીત જે. પી. કૌશિકનું હતું અને ગીતો કૈફી આઝમીએ લખ્યા હતા. આ ફિલ્મનું બજેટ રૃા.૮.૫૦ લાખનું જ હતું. 'સાત હિન્દુસ્તાની' પછી અમિતાભ બચ્ચનની ફિલ્મ રાજેશ ખન્ના સાથે ૧૯૭૧માં આવી હતી, જેનું નામ 'આનંદ' હતું, જેના માટે અમિતાભને શ્રેષ્ઠ સહકલાકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
સંજીવકુમારે કઈ ફિલ્મથી બોલીવૂડની ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું?
- રાજ પુરોહિત (ખેડા)
સંજીવકુમારે 'હમ હિન્દુસ્તાની' ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, આ ફિલ્મમાં તેમની ભૂમિકા માત્ર બે મિનિટની હતી, પણ આ ફિલ્મ પછી તેમને સંખ્યાબંધ ફિલ્મની ઑફર આવી હતી. તેમનો જન્મ નવમી જુલાઈ, ૧૯૩૮માં સુરતમાં થયું હતું અને નિધન છઠ્ઠી નવેમ્બર, ૧૯૮૫માં થયો હતો ત્યારે તેમની વય માત્ર ૪૭ વર્ષની હતી.
'કોશિશ' ફિલ્મના કલાકારો કોણ હતા?
- રેખા નિર્મળ (ભાવનગર)
સંજીવકુમાર, જયા બચ્ચન, અસરાની, મા.ચિન્ટુ, ઓમશિવ પુરી, દીના પાઠક અને સીમા દેવ. આ ફિલ્મમાં મ્યુઝિક મદન મોહનનું હતું.
'મન કા મિત' ફિલ્મ કઈ સાલમાં આવી હતી?
- યોગેશ શાહ (અમરેલી)
આ ફિલ્મ ૧૯૬૯માં રિલિઝ થઈ હતી, જેમાં વિનોદ ખન્ના, લીના ચંદાવરકર, સોમદત્ત, મનોરમા, રાજેન્દ્રનાથ, નરગિસ, નાના પલસીકર અને સંધ્યા રાની જેવા કલાકારો હતા.
'કહી દિન કહી રાત' ફિલ્મ કોણ કામ કરતું હતું?
- ચેતના યાજ્ઞિાક (સુરેન્દ્રનગર)
બિશ્વજિત, પ્રાણ, નાદિરા, હેલન, સપના, જ્હોની વોકર, મદન ચોટી જેવા કલાકારો કામ કરતા હતા?
'રાઝ' ફિલ્મના દિગ્દર્શક કોણ હતા?
- આશુતોષ પંડયા (સુરત)
પાંચમી મે, ૧૯૬૭માં રિલિઝ થયેલી 'રાઝ' ફિલ્મના કલાકારોમાં રાજેશ ખન્ના, બબિતા, રતનમાલા, આઈ.એસ. જોહર, ડી. કે. સપ્રુ, લક્ષ્મી છાયા, કમલ કપૂર હૃદયનાથ ચટ્ટોપાધ્યાય જેવા કલાકારો હતા અને જી.પી. સિપ્પી નિર્મિત આ ફિલ્મના દિગ્દર્શક રવિન્દ્ર દવે હતા.
'સાજન' ફિલ્મમાં શત્રુઘ્ન સિંહાએ કામ કર્યું હતું?
- અલ્પા જાની (મહેસાણા)
૧૯૬૯માં રિલિઝ થયેલી ફિલ્મના મુખ્ય કલાકાર મનોજકુમાર અને આશા પારેખ હતા. ફિલ્મનું નિર્માણ-દિગ્દર્શન મોહન સહેગલે કર્યું હતું, જેમાં શત્રુઘ્ન સિંહાએ હવલદાર તિવારીનું પાત્ર ભજવ્યું હતું.
નવરંગ ફિલ્મના 'આધા હૈ ચંદ્રમા રાત આધી' એ ગીતમાં મહેન્દ્ર કપૂરની સાથે કઇ ગાયિકાનો સ્વર છે ?
- રસીલા હરસોર (ચાંદખેડા)
મહેન્દ્ર કપૂરની સાથે આ ગીત આશા ભોંસલેએ ગાયું હતું.
વિજય આનંદને લોકો ગોલ્ડી કેમ કહે છે ?
મનિષ દવે (મુંબઇ)
વિજય આનંદનું ઉપનામ ગોલ્ડી છે.
જિતેન્દ્ર અભિનિત 'સરફરોશ' ક્યારે રિલીઝ થઈ હતી? તેમાં અન્ય કલાકારો કોણ હતા?
રાજેન્દ્ર વેદ (જામનગર)
ફિલ્મ 'સરફરોશ' ૧૯૮૫માં રિલીઝ થઈ હતી. તેના કલાકારો જિતેન્દ્ર, શ્રીદેવી, લીના ચંદાવરકર, કાદર ખાન, પ્રેમ ચોપરા, રણજીત, અસરાની, પ્રાણ વગેરે હતા.