નવું શું છે? .

Updated: Jan 19th, 2023

 

નવું શું છે?

 અક્ષયકુમારનો સિતારો બોક્સ ઓફિસ પર બુલંદ ના હોય તો શું, ઓટીટી પર એમની લોકપ્રિયતા સતત વધી રહી છે. ગયા વરસે આવેલી અક્કીની ફિલ્મ 'કટપુતલી'ને અત્યાર સુધીમાં ૨.૬૯ કરોડ વખત જોવામાં આવી છે. સો રૂપિયાની ટિકિટ પ્રમાણે આટલી વાર ફિલ્મ થિયેટર્સમાં જોવામાં આવી હોત તો એનું કલેક્શન હોત રૂ. ૨૬૯ કરોડ. 

 'એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ'ને વિવેચકોએ ૨૦૨૨ની ટોપ ૧૦ ફિલ્મોમાં એક લેખાવી છે. એ એવોર્ડ્સ પણ જીતી રહી છે. ડેનિયલ ક્વાન અને ડેનિયલ શેનર્ટ દિગ્દશત ફિલ્મ ભારતમાં જોવી હોય તો બુકમાયશો પર ફિલ્મ સ્ટ્રીમ થઈ રહી છે. રૂ. ૧૪૯ અથવા રૂ. ૩૪૯ ચૂકવીને જોઈ શકાય છે. હિન્દીમાં પણ ઉપલબ્ધ છે. 

 શાહરુખઘેલાઓ થિયેટરમાં જઈને 'પઠાન' જુએ એવી સૌ, ખાસ કરીને શાહરુખ પોતે અને આદિત્ય ચોપરા પ્રાર્થના કરી રહ્યા હશે. જેઓ ઓટીટી પર ફિલ્મ જોવા માગતા હોય એમના માટે પ્રાઇમ વિડિયો પર રિલીઝની તારીખ આવી ગઈ છે. એ છે પચીસમી એપ્રિલ. 

 ૨૦૨૨માં એમએક્સ પ્લેયર દુનિયામાં સૌથી વધુ ડાઉનલોડ થનારાં ઓટીટી પ્લેટફોર્મ્સની યાદીમાં ત્રીજા ક્રમે રહ્યું. પહેલા અને બીજા યુટયુબ અને નેટફ્લિક્સ છે. ભારતમાં સૌથી વધુ ડોઉનલોડ થનારું પ્લેટફોર્મ એમએક્સ છે.

 યુટયુબર ભુવન બામની તાજી વેબ સિરીઝ 'તાઝા ખબર' સ્ટ્રીમ થઈ ચૂકી છે. અમુક સમીક્ષકોએ તો ભુવનના અભિનયના, એ જે રીતે યુટયુબરમાંથી ડ્રામેટિક એક્ટર તરીકે ઇવોલ્વ થઈ રહ્યો છે એના બે મોઢે વખાણ કર્યા છે. પોરસાવાની વાત એ કે યુટયુબથી કારકિર્દી જમાવનારા સ્ટાર્સ મેઇનસ્ટ્રીમમાં આવી રહ્યા છે. ભુવનની ઓર એક વેબ સિરીઝ 'રફ્તા રફ્તા' પચીસ તારીખથી એમેઝોન મિની ટીવી પર આવશે. પરિણીત યુગલના જીવનની ખટમીઠી વાતો ધરાવતી સિરીઝમાં સાત એપિસોડ્સ છે. ભુવન સાથે સૃષ્ટિ ગાંગુલી છે.


    Sports

    RECENT NEWS