Get The App

હિન્દી ફિલ્મોની સેક્સી શિક્ષિકાઓ

- રાધિકા આપ્ટેએ અલગ અલગ ચાર સ્ટોરીના સમૂહ 'લસ્ટ સ્ટોરીઝ'માંની સૌપ્રથમ સ્ટોરીમાં બેવફા, વિલાસી શિક્ષિકા 'કાલિંદી' બની હતી. આ સ્ટોરીનું દિગ્દર્શન કશ્યપે કર્યું હતું

Updated: Sep 18th, 2020

GS TEAM


Google News
Google News
હિન્દી ફિલ્મોની સેક્સી શિક્ષિકાઓ 1 - image


હિન્દી ફિલ્મોની ટોચની ઘણી અભિનેત્રીઓએ પોતાની કારકિર્દીમાં શિક્ષિકાઓના રોલ અદા કર્યાં છે અને તે પણ વિશિષ્ટ પ્રકારના. તેમણે કોઈ  સીધી સાદી, પરંપરાગત શિક્ષિકાઓની ભૂમિકાઓ નથી ભજવી. બલ્કે અલ્ટ્રામોડર્ન, સેક્સી કહી શકાય એવી ટીચર્સના પાત્રો અદા કર્યાં છે.

અભિનેત્રી સુસ્મિતા સેનની જ વાત કરીએ તો તેણે ફરાહ ખાનની સૌપ્રથમ દિગ્દર્શિત મૂવી 'મૈં હું ના'માં 'ચાંદની ચોપરા' નામની કેમિસ્ટ્રીની ટીચરનો રોલ કર્યો હતો. આ ભૂમિકામાં તેણે સ્લીવલેસ બ્લાઉઝ, શિફોન સાડી, ખુલ્લાં વાળ અને સેક્સી અદાઓ દ્વારા દર્શકોને તેમની સીટ પર અધ્ધર બેસાડી દીધાં હતાં.

અભિનેત્રી સ્વયં કહે છે કે 'ચાંદની ચોપરા'ની મારી ભૂમિકા મારી કારકિર્દીમાં સીમાચિહ્નરૂપ બની ગઈ છે. આને માટે હું ફરાહ ખાનનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.

વર્ષ ૨૦૧૩માં આવેલી 'બી.એ. પાસ'માં અભિનેત્રી શિલ્પા શુકલા તદ્દન વેગળા રોલમાં જોવા મળી હતી. આ ઈરોટિક (કામોદીપક) થ્રિલરમાં તેણે 'સારિકા'ની ભૂમિકા  ભજવી હતી. ટૂંકી વાર્તા 'રેલવે આન્ટી' પર આધારિત આ મૂવીમાં કોલેજના વિદ્યાર્થીઓનો પોતાના કરતાં મોટી વયની મહિલા સાથેના રોમાંટિક અફેર વણી લેવામાં આવ્યો છે.

અક્ષયકુમાર અને જ્હોન અબ્રાહમને મુખ્ય ભૂમિકાઓમાં રજૂ કરતી ફિલ્મ 'દેશી બોયઝ'માં ચિત્રાંગહા સિંહે પ્રોફેસર 'તાન્યા શર્મા'નો રોલ કર્યો છે. વર્ષ ૨૦૧૧માં આવેલી આ કોમેડી ફિલ્મનું દિગ્દર્શન જાણીતા દિગ્દર્શક ડેવિડ ધવનના પુત્ર રોહિત ધવને કર્યું હતું. તેમાં ચિત્રાંગદા સિંહને એકદમ સેકસી બતાવવામાં આવી હતી. તે અક્ષયકુમારની સહવિદ્યાર્થીની પણ હતી.

હિન્દી ફિલ્મોની જેમ વેબ સિરિઝોમાં પણ કેટલીક અદાકારાઓએ હોટ શિક્ષિકાઓના રોલ કર્યાં છે. રાધિકા આપ્ટેની જ વાત કરીએ તો અલગ અલગ ચાર સ્ટોરીના સમૂહ 'લસ્ટ સ્ટોરીઝ'માંની સૌપ્રથમ સ્ટોરીમાં બેવફા, વિલાસી શિક્ષિકા 'કાલિંદી' બની હતી. આ સ્ટોરીનું દિગ્દર્શન કશ્યપે કર્યું હતું.

અભિનેત્રી સ્વયં ભાસ્કરે પણ વેબ સિરિઝ 'રસભરી'માં અત્યંત ખૂબસુરત અને હોટ ટીચરનો રોલ ભજવ્યો છે. તેની સેક્સ અપીલ 'નંદ', એટલે કે આયુષમાન ખુરાનાને તીવ્રતાથી આકર્ષે છે. જોકે આ વેબ સિરિઝમાં સ્વરા ભાસ્કરે શિક્ષિકાનો અને ગણિકાનો એમ ડબલ રોલ કર્યાં છે અને બંને રોલમાં તે  એકસમાન રીતે સેક્સી લાગે છે.

Tags :