Get The App

નવું શું છે? .

Updated: Sep 15th, 2022

GS TEAM

Google News
Google News
નવું શું છે?                                    . 1 - image

ઓટીટી માટે અલાયદા એવોર્ડ્સ શરૂ થઈ ગયા છે. કેમ ના થાય, આ ઇન્ડસ્ટ્રી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જેમ ક્યાંને ક્યાં પહોંચી ગઈ છે. એક છે ઓટીટી પ્લે અને બીજા છે ટેલેન્ટ્રેક એવોર્ડ્સ. બેઉમાં મજા એ છે કે ઝાઝા લોકોને રાજી કરવા એમાં કેટેગરીઝ ઘણી છે. વિજેતાઓનાં નામ જાણવા ઇન્ટરનેટ પર સર્ચ કરજો. 

 ફિલ્મોની જેમ વેબ સિરીઝ પણ પછડાટ ખાઈ શકે છે. એમેઝોન પ્રાઇમે એનો વરવો અનુભવ કર્યો છે. એની સિરીઝ 'ધ લોર્ડ્સ ઓફ ધ રિંગ્સ: ધ રિંગ્સ ઓફ પાવર' કેટલામાં બની હોશે? કહેવાય છે રૂપિયા ૩,૭૦૦ કરોડમાં. પરિણામ શું આવ્યું? જેવી સિરીઝ રિલીઝ થઈ કે હુરિયો બોલાયો કે અરરર, આ કેવી વેબ સિરીઝ! ટૂંકમાં એના વાવટા ફટ દઈને સંકેલાઈ ગયા હોવાની કોમન ધારણા છે. 

 એક વેબ સિરીઝ નામે 'ફેટ: ધ વિન્ક્સ સાગા' ગયા વરસે જાન્યુઆરીમાં આવી હતી. એ હતી છ એપિસોડની. ટીનએજર્સ માટેની આ સિરીઝની બીજી સીઝન નેટફ્લિક્સ પર આવી છે. એમાં નવાં પાત્રો પણ છે. નિકલોડિયનની એનિમેશન સિરીઝ પરથી એનો આઇડિયા તૈયાર થયો છે. 

 ૨૦૨૦માં 'જમતારા' વેબ સિરીઝ આવી ત્યારે એની ખાસ્સી ચર્ચા થઈ હતી. રિલીઝ પછી લોકડાઉન લાગવાથી પણ એની વ્યુઅરશિપમાં વધારો થયો હતો. એની ટેગલાઇન છે. 'સબકા નંબર આયેગા'. હવે આ સિરીઝની બીજી સીઝનના સ્ટ્રીમિંગનો નંબર આવ્યો છે. એ શરૂ થશે ૨૩ સપ્ટેમ્બરથી નેટફ્લિક્સ પર. ક્રાઇમ શોના ચાહકોને અને પહેલાં જેમણે આ સિરીઝ જોઈ છે એમને રસ પડવાનો. 

 ડિઝની હોટસ્ટાર પર એક વેબ સિરીઝ આવી છે, નામે 'દહન: રાકન કા રહસ્ય'. એમાં ટિસ્કા ચોપરા અને સૌરભ શુક્લા મુખ્ય પાત્રોમાં છે. ટિસ્કાએ આ પહેલાં ફિલ્મોમાં અગત્યનાં પાત્રો ભજવ્યાં છે. ઓટીટીની દુનિયામાં એ કદાચ એમનું પહેલું મુખ્ય પાત્ર હશે. સૌરભ શુક્લા જાણીતો ચહેરો છે. 

 ઓહો ગુજરાતી પર આવી છે 'આઝાદ' વેબ સિરીઝ. એનું એક આકર્ષણ એટલે 'સ્કેમ'માં હર્ષદ મહેતાના ભાઈ અશ્વિનનું પાત્ર ભજવનાર હેમંત ખેર. ગુજરાતી રંગભૂમિની અભિનેત્રી-લેખિકા દ્રુમા મહેતાએ એની કથા-પટકથા લખી છે. ડિરેક્ટર છે કેવલ મિી. આપણી ભાષાની ઓરિજિનલ સિરીઝ જોવા કરો રિમોટને ક્લિક.