Get The App

ગોવિંદા : 'મૈં ક્ષમા માંગતા હૂં...' .

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
ગોવિંદા : 'મૈં ક્ષમા માંગતા હૂં...'                                . 1 - image

- 'કબ નહીં લગા આરોપ મુઝ પર? જો આરોપ લગા રહા હૈ વો મેરે બચપન કા પ્યાર હૈ. પ્યાર કે મામલે મેં કભી ચીઝંે ઠીક સે નહીં ચલી. જિસકા નામ લિયા જા રહા હૈ, મૈં ધન્યવાદ કરતા હૂં કિ ઉસને એક ભી શબ્દ નહીં કહા.'

અનેકવિધ વિવાદ અને લગ્નજીવનમાં સર્જાયેલા અસંતોષને કારણે અત્યંત વ્યથિત બનેલા અભિનેતા ગોવિંદાએ શાંતિ સ્થાપવાના પ્રયાસો શરૂ કર્યા છે, જેને કારણે એવી આશા જાગી છે કે બધુ સમુસુતરું સમી જશે. ગોવિંદાએ તેની પત્ની સુનિતા આહુજા દ્વારા કરવામાં આવેલા  લગ્નેત્તર સંબંધોના આરોપોને  નકારી કાઢ્યા છે. ગોવિંદાએ એક મુલાકાતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, કબ નહીં લગા આરોપ મુઝ પર? આ સાથે જ તેણે ઉમેર્યું, જો આરોપ લગા રહા હૈ વો મેરે બચપન કા પ્યાર હૈ. પ્યાર કે મામલે મેં કભી ચીઝે ઠીક સે નહીં ચલી. અબ જો પ્યાર હો રહા હૈ, કિસી કે સોચને મુતાબિક વો બુઢાપે કા હૈ.

પોતાના વ્યાવસાયિક એથિક્સ અંગે 'હીરો નં.૧' અભિનેતા કહે છે, મેં કાયમ મારા સહકલાકાર સાથેનું આદરપૂર્વક વર્તન જાળવી રાખ્યું છે. મેં ચાર સુપરસ્ટાર અને મિસ યુનિવર્સ વિનર્સ સાથે કામ કર્યું છે. મેં તેમની સાથે કદીય ખરાબ ઈરાદાથી કે દ્રષ્ટિએ નિહાળ્યું નથી. અરે, કોઈ એક અભિનેત્રી પણ કહી શકે એમ નથી કે મેં તેની સાથે ગેરવર્તાવ કર્યો છે કે અસભ્ય ભાષામાં વાત કરી છે, એમ તેણે જણાવ્યું હતું.

ગોવિંદાએ તેની સફળતાનું શ્રેય પણ તેના સહકારને આપ્યું છે અને ઉમેર્યું છે કે મેં તો ઘણી અભિનેત્રીઓ અને કલાકારો સાથે કામ કર્યું છે અને હું એ બધાનો આભારી છું.

મારી જે ફિલ્મો અત્યંત સફળ નિવડી છે, મને જે સફળતા મળી છે તે મારા દિગ્દર્શકો, ગીતો અને સહકલાકારોને આભારી છે. મારી માતા સુધ્ધાં એક હીરોઈન હતી. મેં ક્યારેય કોઈ અભિનેત્રી સાથે ખરાબ વર્તન કર્યું નથી.

આ વિવાદ અંગે વધુમાં જણાવતા આ અભિનેતા કહે છે, મને ચોક્કસ શબ્દોનો ઉપયોગ ગમતો નથી. આ સાથે જ ગોવિંદાએ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે ઈસી લિયે મૈં ક્ષમા માગતા હું. હું તો નવા કલાકારો સાથે કામ કરવા માગું છું અને હું નથી ઇચ્છતો કે કોઈ મારી સાથે સહયોગ કરવામાં ખંચકાટ અથવા તો ડર અનુભવે.

ગોવિંદાએ તેની માતા દ્વારા આપવામાં આવેલી સલાહને પણ યાદ કરતાં કહ્યું, તેણીએ મને કહ્યું હતું કે જો તમે તમારી દુનિયા ફક્ત ચાર પરિવારના સભ્યો સુદી જ મર્યાદિત રાખશો, તો તમે એક દિવસ અનુભવશો કે તમારી સાથે દગો કરવામાં આવ્યો છે - દુનિયા તમને પ્રેમ કરે છે તેનો તમે આદર કરો. હું તમામ અભિનેત્રીઓ અને અભિનેતાઓનું સ્વાગત કરું છું. હું તેમને કારણે જ અહીં છું અને હું તેમનો બધાનો આભારી છું.

કથિત રીતે તેમની સાથે જે નામ જોડવામાં આવી રહ્યું છે, એ સંદર્ભે ગોવિંદા કહે છે, જો નામ લિયા જા રહા હૈ, મૈં ધન્યવાદ કરતા હૂં કિ ઉસને એક ભી શબ્દ નહીં કહા. આજ કે જમાને મેં યંગસ્ટર્સ કે બીચ ઐસી બાતેં આમ હો જાતી હૈ.

ગોવિંદા અને સુનિતા આહુજા તો છેક ૧૯૮૭થી લગ્નગ્રંથિથી જોડાયા છે અને ટીના તથા હર્ષવર્ધનના માતાપિતા બન્યા છે. ટીનાએ ૨૦૧૫માં 'સેકન્ડ હેન્ડ હસબન્ડ'માં કામ કર્યું છે અને હર્ષવર્ધન પ્રયત્ન કરી રહ્યો છે.