Get The App

ગિરિજા ઓક: આકસ્મિક પ્રસિદ્ધિ પછી મને વધુ કામ મળવું જોઈએ!

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
ગિરિજા ઓક: આકસ્મિક પ્રસિદ્ધિ પછી મને વધુ કામ મળવું જોઈએ! 1 - image

- 'કોઈ અશ્લીલ તસવીર પર મોર્ફ કરીને મારો ચહેરો ગોઠવી દે અને હું સ્ક્રીન પર મારી મરજીથી ઇન્ટિમેટ સીન કરવા તૈયાર થાઉં એ બે સાવ જુદી બાબત છે.' 

અનેમાપ્રેમીઓ માટે ગિરિજા ઓક કોઈ નવું નામ નથી. એટલા માટે કે ગિરિજા ૨૦ વરસથી મરાઠી અને હિન્દી ફિલ્મો કરતી આવી છે. છેલ્લે એ શાહરુખ ખાન સાથે 'જવાન' અને મનોજ બાજપેયી સાથે 'ઇન્સ્પેક્ટર ઝેન્ડે'માં મહત્ત્વના રોલ કરી ફરી ન્યુઝમાં આવી હતી. જોકે તાજેતરમાં સોશિયલ મીડિયાની કૃપાથી એનું નામ આખા દેશમાં ગાજતું થઈ ગયું. છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા અને એમાંય ખાસ કરીને એક્સ પર એક બ્લુ સાડીમાં સજ્જ બ્યુટિફુલ એકટ્રેસના ફોટા વાયરલ થયા હતા. એ લાવણ્યમયી સુંદરીનું મારકણું સ્મિત લોકોને એટલું બધુ અપીલ કરી ગયું કે ગિરિજા ઓક રાતોરાત 'નેશનલ ક્રશ' બની ગઈ. ગિરિજાએ એક ઓનલાઈન પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુથી આ ધમાચકડીની શરૂઆત થઈ હતી. એ ઇન્ટરવ્યૂમાં ઘણા તો એને ઓળખી પણ નહોતા શક્યા, પણ વીડિયોની ક્લિપ્સ ફરતી થયા બાદ બાજી પલટાઈ ગઈ. એ સોશિયલ મીડિયા સ્ટાર બની ગઈ.

એ વિશે મીડિયાએ ગિરિજાનું ધ્યાન દોરતા એણે પોતાની કમેંટ્સમાં કહ્યું, 'અમને એક્ટરોને પબ્લિક અટેન્શન ગમે છે. એટલે જ તો અમે ફિલ્મોમાં કામ કરીએ છીએ. પરંતુ સોશિયલ મીડિયા પર મને મળેલા આ નવા પ્રકારના પ્રેમ ખરેખર હેરત પમાડે તેવો છે.'

૩૭ વરસની ઓક પોતાની બે દશકની કરિઅરમાં મરાઠી અને હિન્દી ફિલ્મો ઉપરાંત ટીવી શોઝ અને મ્યુઝિકલ ડ્રામા પણ કરી ચુકી છે. પરંતુ એણે સ્વપ્નેય વિચાર્યું નહોતું કે સોશિયલ મીડિયાને કારણે એ આખા દેશમાં જાણીતો આકર્ષક ચહેરો બની જશે. એ વિશે વાત કરતા ગિરીજા કહે છે, 'હવે મને ઘણા લોકો કોલ કરીને પૂછે છે કે તમે અમારો પ્રોજેક્ટ કરશો? ચોક્કસપણે સોશિયલ મીડિયાએ મારા માટે નવાં દ્વાર ખોલી દીધા છે. આશા રાખુ છું કે મારા ભાગે આવેલી આ આકસ્મિક પ્રસિદ્ધિ મને સારું કામ પણ અપાવશે!'

અલબત્ત, મરાઠી ફિલ્મમેકર સુહૃદ ગોડબોલેને પરણેલી ગિરિજાને થોડા જ વખતમાં સોશિયલ મીડિયાની વિકૃત બાજુનો પણ અનુભવ થયો. બ્લુ સાડી વુમન તરીકેના એના ફોટાની સાથોસાથ એના એઆઈથી મોર્ફ કરેલા અશ્લીલ પિકચર્સ પણ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર વાયરલ થયા. એનાથી વિચલિત થયેલી એકટ્રેસે તરત ખુલાસો કરતો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો. પ્રિન્ટ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા ઓક કહે છે, 'નવાઈની વાત એ છે કે કેટલાક લોકો એમ કહીને આ મોફર્ડ પિકચર્સને જસ્ટિફાય કરી રહ્યા છે કે મેં સિનેમામાં ઇન્ટિમેટ સીન કર્યા હોય તો આવા વિકૃત મોફર્ડ ફોટાં સામે મને શા માટે વાંધો હોવો જોઈએ? કમનસીબે, સ્ત્રીઓની બાબતમાં આવો જ અભિગમ રખાય છે. એક સ્ત્રી શેના માટે સંમત થઈ છે અને એની સંમતિ વિના બદમાશો દ્વારા માત્ર ગલગલિયા ખાતર કેવી હરકતો કરાય છે એનો ફરક જ લોકોને સમજાતો નથી. કોઈ અશ્લીલ ફોટા પર મોર્ફ કરીને મારો ચહેરો ગોઠવી દે અને હું સ્ક્રીન પર મારી મરજીથી ઇન્ટિમેટ સીન કરવા તૈયાર થાઉં એ બે સાવ જુદી બાબત છે. ઘણાને તો કન્સેન્ટ (સંમતિ)નો અર્થ જ સમજાતો નથી. આજે તમે સોશિયલ મીડિયા પરની અભદ્ર કોમેન્ટ્સ વાંચીને જાણી શકો છો કે આપણે કેવી માનસિકતા વચ્ચે જીવી રહ્યા છીએ.'

થિયેટર અને ફિલ્મોના બેકગ્રાઉન્ડમાં ઉછરેલી ગિરિજાને એક બીજી પણ વાજબી ફરિયાદ છે. એને વાંચા આપતા જાજરમાન એક્ટર-સિંગર કહે છે, 'મોટાભાગની હિન્દી ફિલ્મોમાં મરાઠી એકટર્સને માત્ર મહારાષ્ટ્રીય પાત્રો ભજવવા જ લેવાય છે. એ વલણ બદલાવું જોઈએ. મને હજુ આ વિચારસરણી જ સમજાતી નથી. એક્ટરને તમે એની આવડતના આધારે રોલ આપો. એક્ટરની માતુભાષા કઈ છે એના આધારે એને રોલ ફાળવવાનો શું અર્થ છે ભલા?'  વાત તો સાચી.