Get The App

ગીગી હેડીડ : બ્રેડલી કૂપર પ્રત્યેના પ્રેમ માટે બિન્ધાસ્ત જીવનશૈલી ત્યજી

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
ગીગી હેડીડ : બ્રેડલી કૂપર પ્રત્યેના પ્રેમ માટે બિન્ધાસ્ત જીવનશૈલી ત્યજી 1 - image

પોતાની પેઢીની સૌથી પ્રસિદ્ધ સુપરમોડેલો તેમજ ટીવી હસ્તી પૈકી એક ગીગી હેડિડ પોતાની ગ્લેમેરસ લાઈફસ્ટાઈલ અને સફળ કારકિર્દી માટે કાયમ સ્પોટલાઈટમાં રહી છે. પણ હોલીવૂડ સ્ટાર બ્રેડલી કૂપર સાથે ૨૦૨૩માં જે સહજ જોડાણ તરીકે શરૂ થયો હતો તે સંબંધ  હવે બે વર્ષની અર્થસભર રિલેશનશીપમાં પાંગર્યો છે, જે તેના જીવનમાં અસાધારણ પ્રકારે પરિવર્તન લાવી રહ્યો છે.

ન્યુ યોર્ક શહેરમાં તેમની પ્રારંભિક સહિયારી હાજરીએ તાત્કાલિક ડેટિંગની અફવાઓ ચગાવી અને તેમના સંબંધના પ્રકાર વિશે ચાહકોમાં ઉત્સુકતા જગાવી. આજે તેમની નજીકના વર્તુળના જણાવ્યા અનુસાર ગીગીએ આ સંબંધ સ્વીકારી લીધો હોવા ઉપરાંત તેણે કૂપરની નશામુક્ત જીવનશૈલી પ્રત્યેની લાંબા સમયની પ્રતિબદ્ધતા પણ અપનાવવાનું શરૂ કરીને પોતાના પાર્ટનરના સમર્થનમાં પોતાના જીવનમાં નોંધપાત્ર ફેરફાર કરી લીધા છે. બંને જણા જ્યારે પ્રથમવાર સાથે આવ્યા ત્યારે ગીગી પ્રત્યેક પાર્ટીની ધડકન ગણાતી. તે હાઈ પ્રોફાઈલ કાર્યક્રમો, ફેશન સમારંભો અને ગ્લેમેરસ હોલીવૂડ મેળાવડા ખાતે નિયમિત હાજરી આપતી. તેનાથી વિપરીત બ્રેડલી કૂપરે છેક ૨૯ વર્ષની વયથી નશામુક્ત અને ગંભીર જીવનશૈલી અપનાવી છે. નશામુક્તિ માટેનો તેનો નિર્ણય પોતાની વીસ વર્ષની વયથી આલ્કોહોલ અને ડ્રગ વ્યસન સામે સંઘર્ષ કરવામાંથી ઉદ્ભવ્યો છે. કૂપરે વિવિધ મુલાકાતોમાં આ સમયગાળાને નિખાલસપણે એક ઝંઝાવાત તરીકે ગણાવ્યો હતો.

મહત્વનો વળાંક ૨૦૦૪માં આવ્યો જ્ચારે તેણે સ્વચ્છ જીવનશૈલીના પથે ચાલવાનું નક્કી કર્યું, જે નિર્ણયે તેના સ્વાસ્થ્ય અને અંગત જીવન બંનેમાં પરિવર્તન લાવી દીધું અને આખરે આ બાબત તેના જીવનમાં મહત્વની સિદ્ધિ બની ગઈ.