Get The App

મૃણાલ ઠાકુર માટે ક્વોન્ટિટી નહિ, ક્વોલિટી વધુ મહત્ત્વની

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
મૃણાલ ઠાકુર માટે ક્વોન્ટિટી નહિ, ક્વોલિટી વધુ મહત્ત્વની 1 - image

- હું ક્યારેક વરસમાં એક જ ફિલ્મ કરવાનું પસંદ કરું છું. હું માત્ર બોલિવુડમાં નહિ, બધી જ ભાષાના સિનેમા માટે આ જ નિયમ રાખું છું. મારા માટે દર્શકો પણ એક અપ્રત્યક્ષ પ્રાયોરિટી છે. 

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મૂવીજની રિલિઝ ડેટ માટે મારામારી ચાલી રહી છે. એટલી બધી ફિલ્મો બને છે કે એમને રિલિઝ ડેટના વાંધા પડે છે. પહેલા એક શુક્રવારે સિનેમાઘરોમાં એક જ ફિલ્મ પ્રદર્શિત થતી. આજે એક જ દિવસે બબ્બે અને ક્યારેક ત્રણ-ત્રણ ફિલ્મો રિલિઝ થાય છે. બીજી તરફ, એકટર્સ વચ્ચે સિનેમાના સ્ક્રીન પર વધુને વધુ દેખાવની હોડ ચાલે છે. પરંતુ મુંબઈની મુલગી મૃણાલ ઠાકુરે એ રેસથી દૂર વહેવાનું પસંદ કર્યું છે. 'અમને એક્ટર તરીકે ઘણી સ્ક્રીપ્ટસ ઓફર થાય છે. એમાંથી અમુક અમને ગમે અને અમે એ ફિલ્મ કરવા તૈયાર થઈએ. પણ અમુક સ્ક્રીપ્ટસ બિલકુલ અપીલ ન કરે. મારા મનમાં એક વાત બિલકુલ સ્પષ્ટ છે કે હું મૂવીજ માત્ર કરવા ખાતર સાઈન કરવા નથી માગતી,' એમ મૃણાલ કહે છે.

૩૩ વરસની એકટ્રેસની આ વરસે અત્યાર સુધીમાં બે ફિલ્મ 'દો દિવાને શહેર મેં' અને 'ડેકોઇટ : અ લવ સ્ટોરી' રિલિઝ થઈ છે. સાઉથ અને મુંબઈ- બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારી એવી પ્રતિષ્ઠા મેળવી ચુકેલી મૃણાલ કહે છે, 'મને ઘણી સરસ ફિલ્મો ઓફર થઈ હતી, જેનું સેટઅપ અને પ્રોડક્શન ટીમ બધુ જ ઉત્તમ હતું પણ છતાં મેં ના પાડી દીધી. એટલા માટે કે હું એક્ટર તરીકે એ ફિલ્મમાં કોઈ પ્રદાન આપી શકીશ એવું મને ન લાગ્યું. એક પરફોર્મર તરીકે મારે ઘણું શીખવું છે અને વિકાસ કરવો છે. મારી જાતને ચેલેન્જ કરવી છે. મારા હુન્નરને પડકારવામાં મને મદદરૂપ ન થાય એવી ઉપરાઉપરી નામ પુરતી ફિલ્મો કરવામાં મને કોઈ મતલબ દેખાતો નથી.'

પોતાના માટે પડદા પર દેખાવા કરતા ક્રિએટીવ સંતોષ વધુ મહત્ત્વનો હોવાનું પ્રતિપાદન કરતા મિસ ઠાકુર કહે છે, 'આ જ કારણસર હું ક્યારેક વરસમાં એક જ ફિલ્મ કરવાનું પસંદ કરું છું. હું માત્ર બોલિવુડમાં નહિ, બધી જ ભાષાના સિનેમા માટે આ જ નિયમ રાખું છું. મારા માટે દર્શકો પણ એક અપ્રત્યક્ષ પ્રાયોરિટી છે. તેઓ થિયેટરમાં આવે ત્યારે મારા પાત્ર સાથે કનેક્ટ થવા જોઈએ.'