Get The App

ફ્લોપ એક્ટર ખુશી કપૂરમાં નિખાલસતા ભરપૂર છે

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
ફ્લોપ એક્ટર ખુશી કપૂરમાં નિખાલસતા ભરપૂર છે 1 - image


- ' અમે સ્ટારકિડ્સ ફિલ્મી પરિવારમાંથી આવીએ છીએ એટલે અમે અમારા કામને સીરિયસલી નથી લેતા એવી માન્યતા ખોટી છે. સ્ટારકિડ્સ માટે ફિલ્મોમાં એન્ટ્રી લેવી ઈઝી છે એ વિશે કોઈ વિવાદ ન હોઈ શકે.'

'યસ, આય હેવ ચેન્જડ માય લુક્સ, પરંતુ બધા એવું માને છે કે મેં 10-20 કોસ્મેટિક સર્જરીઝ કરાવી છે. આ વાત જરાય સાચી નથી.' 

ખુશી બોની કપૂરે ત્રણ ફિલ્મો કર્યા પછી પણ એનું કરિયર ડગુમગુ છે. 'ધ આર્ચીઝ', 'લવયાપા' કે 'નાદાનિયા' ત્રણેયમાંથી એકેય મૂવીમાં ખુશી પોતાની મોટી બહેન જ્હાન્વી કપૂર જેવું કૌવત નથી બતાવી શકી. હા, એટલું ખરું કે એનું કોન્ફિડન્સ લેવલ વધ્યો છે. ઝોયા અખતર ડિરેક્ટેડ આર્ચિઝ ખુશીની ડેબ્યુ ફિલ્મ હતી. એના સેટ પર પોતાનો પહેલા દિવસનો અનુભવ શેર કરતા શ્રીદેવીની નાની દીકરી કહે છે, 'એ વખતે હું ખરેખર નર્વસ અને ગભરાયેલી હતી. પરંતુ એ ફિલ્મ પૂરી થયા બાદ નર્વસનેસ ક્યાંક ગાયબ થઈ ગઈ. બીજા ન્યુકમર્સની જેમ મારી પણ મારા પહેલા પ્રોજેક્ટ પાસેથી કાંઈક અપેક્ષા હતી. ખાસ તો એટલા માટે કે ફિલ્મનું સુકાન એક સફળ  અને કાબેલ ડિરેક્ટરના હાથમાં હતું. આર્ચિઝને મળેલા નબળા રિસ્પોન્સથી એક વાત પૂરવાર થઈ કે બધી જ ફિલ્મો બધા માટે નથી હોતી. ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ એ પહેલાં જ લોકોએ અભિપ્રાય બાંધી લીધો હતો. એટલે ફિલ્મની રિલીઝ બાદ શું થવાનું છે એ વિશે હું સાવ અજાણ નહોતી. લોકોના મારા વિશે ચોક્કસ પ્રકારના ખયાલો હતા. હું એ માટે મેન્ટલી તૈયાર હતી અને એટલે જ હું મારી ખામીઓમાંથી બોધપાઠ લઈ શકી. પહેલાથી લઈને ત્રીજા પ્રોજેક્ટ સુધીમાં મારો કોન્ફિડન્સ વધ્યો છે.'

ખેર! ફ્લોપ ફિલ્મો આપનાર ખુશી એક નિખાલસ વ્યક્તિ છે એટલું તો તમારે માનવું જ પડે. એના દુશ્મનો પણ એ વિશે શંકા નહિ કરે.  એનો પુરાવો આપતા કપૂર કબુલે છે કે પોતે એક નેપોકિડ છે, જેને કારણે એને અમુક પ્રિવીલેજ (વિશેષધિકારો) મળ્યા છે. 'તમારા માટે એ સ્વીકારવું અગત્યનું છે કે તમે પ્રિવીલેજ્ડ સ્પેસમાંથી આવો છો અને બીજા ન્યુકમર્સ કરતાં તમારો હાથ ઉપર છે. તમે આ હકીકત ન કબૂલો તો લોકોને પ્રોબ્લેમ થાય છે. પરંતુ અમે સ્ટારકિડ્સ ફિલ્મી પરિવારમાંથી આવીએ છીએ એટલે અમે અમારા કામને સીરિયસલી નથી લેતા એવી માન્યતા ખોટી છે. સ્ટારકિડ્સ માટે ફિલ્મોમાં એન્ટ્રી લેવી ઈઝી છે એ વિશે કોઈ વિવાદ ન હોઈ શકે. તમે એ સ્વીકારી તમને મળેલી તકોનો તમારી ટેલેન્ટ પૂરવાર કરવા માટે ઉપયોગ કરી લો એટલે તમારું કામ થઈ ગયું. પછી તમારી ટેલેન્ટ વિશે કોઈ સવાલ નહિ કરે. પ્રિવીલેજ્ડ પરિવારમાંથી આવતા ઘણાં એકટર્સ એ કરી શક્યા છે. એની મને ખબર છે એટલે જ આ તબક્કે મારા વિશે ઓપિનિયન બાંધવા બદલ હું લોકોને કોઈ દોષ નહિ દઉં,' એવી કેફિયત ખુશી આપે છે. 

ખુશી અન્ય એકટર્સની જેમ કોસ્મેટિક સર્જરી વિશે મોઢુ બંધ રાખવામાં માનતી નથી. 'યસ, આય હેવ ચેન્જડ માય લુક્સ. પરંતુ બધા એવું માને છે કે મેં ૧૦-૨૦ કોસ્મેટિક સર્જરીઝ કરાવી છે, તો વાત સાચી નથી. મારા મતે સારા લુક્સ માટે કોઈ સર્જરી કરાવે તો આજના જમાનામાં એ બહુ મોટી વાત નથી. મારા લુક્સ બાબતમાં હું ખોટું બોલું એ બરાબર ન કહેવાય. સેંકડો-હજારો યંગસ્ટર્સ ઇન્ટરનેટ પર અમને ફોલો કરે છે. એટલે ઓનેસ્ટ તો વહેલું જ પડે. ઘણા વાંકદેખાઓને તમે લુક્સ બદલવા કાંઈક કરો તો પણ પ્રોબ્લેમ છે અને કાંઈ ન કરો તો પણ વાંધો છે. તમારો બંને તરફથી મરો છે. મારો આ સંદર્ભમાં એક જ એટીટયુડ છે કે આ મારી લાઈફ છે એ હું મરજી પડે એમ જીવીશ. હું જન્મી ત્યારથી આવી નથી દેખાતી. મેં પણ અમુક પ્રોસિજર્સ કરાવ્યા છે પણ મારા ફેસનું એકેમેક અંગ નથી બદલ્યું.'પ

પોતાની પર્સનલ લાઈફ વિશે ઘણી વાતો કરવા છતાં ખુશી પોતાના બોયફ્રેન્ડ વેદાંગ રૈના વિશે કમેન્ટ કરવાનું ટાળે છે. 'હું ઇન્ડસ્ટ્રીમાં હજુ નવી છું અને મારા કામ પર જ ફોકસ કરવા માગું છું. જોકે પાપરાઝીઓથી મોઢું છુપાવતી  નહિ ફરું પણ એમની સાથે કામની  જ વાત કરીશ,' એમ કહી એક્ટર વાત વાળી લેવાનું પસંદ કરે છે.

Tags :