દીપિકા પદુકોણ અને ફિલ્મસર્જક ફરાહ ખાન વચ્ચે જબરદસ્ત વિવાદ ચાલી રહ્યો છે. અને તેઓ એકબીજાને સોશિયલ મીડિયા પર ફોલો પણ નથી કરતાં. જો કે હવે આ બંને વચ્ચેના કહેવાતા વિવાદ અને અણબનાવની વાતનો ઉકેલ આવી ગયો છે, તેનું કારણ છે કે ફરાહ ખાને આ અંગે સ્પષ્ટીકરણ કરી દીધું છે.
થોડા દિવસ પહેલા જ એવા અહેવાલ આવ્યા હતા કે ફિલ્મ સર્જકે તેના રસોઈયા ડબ્લ્યુ. દિલીપ સમક્ષ દીપિકાની આઠ કલાકની ડયૂટી કરવાની નીતિ અંગે કટાક્ષ કર્યો હતો. આ પછી તો ઘણા અહેવાલોમાં એવું જણાવ્યું હતું કે ફરાહે દીપિકા અને તેના પતિ અભિનેતા રણવીર સિંહને ઈન્સ્ટાગ્રા પર અનફોલો કરી દીધા છે. જો કે એક મુલાકાતમાં ૬૦ વર્ષની આ ફિલ્મસર્જકે આ વાત અંગે સ્પષ્ટતા કરી હતી કે 'શરૂઆતમાં તો અમે એકબીજાને (સોશિયલ મીડિયા પર) ફોલો કરતાં નહોતાં. અમે શૂટિંગ દરમિયાન એવા કરાર સુધ્ધાં કર્યા હતા કે જ્યાં સુધી 'હેપ્પી ન્યુ યર' શૂટિંગ ચાલતું હોય ત્યાં સુધી આપણે ઈન્સ્ટાગ્રામ પર કોઈ પ્રકારનો સંદેશ વ્યવહાર કરીશું નહીં. અને જરુર પડે તો તરત મેસેજ મોકલીને અથવા ફોન કરીને એકબીજાનોસંપર્ક કરીને લઈશું. આ ઉપરાંત મારી આઠ કલાકની ટિપ્પણી પણ કઁઈ ખોટી નહોતી. કે હવે તે આઠ કલાક કામ કરસે. વાસ્તવમાં એ માત્ર બે કલાક જ કામ કરે છે. ફરાહે એવી પણ વાત કરી કે 'કોઈપણ બાબતને વિવાદમાં ફેરવવાની વૃત્તિ કેવી રીતે બંધ થવી જોઈએ. આ બાબત ખરેખર લોકો વચ્ચે સમસ્યા ઊભી કરી શકે છે. સદ્ભાગ્યે હું ફોન ઉપાડું છું અને પરિસ્થિતિ વધુુ ખરાબ થાય તે પહેલાં તેમને ફોન કરું છું. પરંતુ લોકોએ આ બધુ બંધ કરવાની જરુર છે, એમ ફરાહ ખાને જણાવ્યુ ંહતું.


