Get The App

લગ્નેતર સંબંધો અને સુખી થવાની મથામણ

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
લગ્નેતર સંબંધો અને સુખી થવાની મથામણ 1 - image

- ખરું પૂછો તો 'કભી અલવિદા ના કહના' ફિલ્મનાં મોટા ભાગનાં ગીતો કથાને પૂરક હોય એ રીતે કરણ જોહરે લખાવ્યાં છે. એટલે આ ગીતોની રાગદારીની વાત કરવા કરતાં એના મર્મને પકડવો ઘટે છે 

આપણો એક ટોચનો ફિલ્મ સર્જક કરણ જોહર એકવાર લંડનમાં હતો. ધાર્યા મુજબનું લગ્નજીવન સફળ ન થતાં એક દંપતીએ ત્યાં પરસ્પરની સમજૂતીથી છૂટાં પડી જવાનો નિર્ણય કર્યો એ કરણે જોયું. એને થોડી નવાઇ લાગી. ઘણીવાર છૂટાછેડાના કેસ વરસો સુધી લંબાઇ જતાં હોય છે. અહીં તો એકબીજાની સમજૂતીથી છેડા છૂટ્ટા થઇ ગયા. એવી જ સમજૂતીથી લગ્નજીવન ટકાવી ન શકાયું હોત? એવો પ્રશ્ન કરણના મનમાં જાગ્યો. એમાંથી એક કથાનું બીજ રોપાયું. જોકે કરણ અને એની સહલેખિકા શિબાની બથીજાએ આ કથાબીજને સહેજ જુદી રીતે રજૂ કરવાનો નિર્ણય કર્યો. બે યુગલ. દેવ અને રિયા. રિશિ અને માયા. બંનેનું લગ્નજીવન નિષ્ફળ. એક યુગલમાંનો પુરુષ દેવ અને બીજા યુગલની ી માયા. બંને એકબીજાના પરિચયમાં આવે. એકબીજા તરફ આકર્ષાય. આગળ વધવા વિચારે. એટલામાં કથામાં નવો વળાંક આવે. પુરુષનાં માતાપિતા બંનેને એકબીજાના આલિંગનમાં જોઇ લે. 

ફરી એક વળાંક. બંને પાત્રો લગ્નબાહ્ય સંબંધો ત્યજીને મૂળ પાત્ર પાસે પાછાં ફરવાનો નિર્ણય કરે. સુખાંત.

'દિલવાલે દૂલ્હનિયા લે જાયેંગે' (૧૯૯૫), 'કુછ કુછ હોતા હૈ' (૧૯૯૮), 'કભી ખુશી કભી ગમ' (૨૦૦૧) અને 'કલ હો ન હો' (૨૦૦૩) જેવી હિટ ફિલ્મો આપનાર ફિલ્મ સર્જક આવી લગ્નબાહ્ય સંબંધોને વર્ણવતી ફિલ્મ આપે તો એના ચાહકોને આંચકો તો લાગે. ફિલ્મ જોકે સુપરહિટ રહી. પચાસ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે ૧૧૩ કરોડની કમાણી કરી. સાથોસાથ કથાની ટીકા પણ સારી એવી થઇ. પાછળથી કાજોલે તો કહ્યું પણ ખરું કે લગ્નબાહ્ય સંબંધોની વાત હતી એટલે જ મેં ફિલ્મ સ્વીકારી નહીં. 

કરણની અગાઉની ફિલ્મોની જેમ અહીં પણ સ્ટારકાસ્ટ જબરદસ્ત હતી. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, અભિષેક બચ્ચન, રાની મુખરજી, પ્રીતિ ઝિન્ટા, કિરણ ખેર વગેરે. જાવેદ અખ્તરનાં ગીતોને શંકર એહસાન લોયે સંગીતથી સજાવ્યાં. સંગીત પણ હિટ નીવડયું. એમાંય 'મિતવા...' ગીત તો પ્રચંડ લોકપ્રિયતાને વર્યું. પહેલીવાર મૂળ તર્જમાં  અને બીજીવાર રિમિક્સ તરીકે આ ગીત ખૂબ ચાલ્યું. આ ગીત ખરેખર તો દેવ અને માયાના મનોમંથનને વાચ આપતું હોય એવું છે. શબ્દો છે- 'જાનિયે હીરીયે, મેરે મન યે બતા દે તૂ, કિસ ઔર ચલા હૈ તૂ, ક્યા પાયા નહીં તૂને, ક્યા ઢૂંઢ રહા હૈ તૂ....' સૌમ્ય મનાતા રાગ ખમાજમાં અને તાલ કહરવામાં આ ગીત અત્યંત મંથર ગતિએ વહ્યે જાય છે. શંકર મહાદેવન, જાહેરખબરોની જીંગલ્સથી જાણીતી થયેલી ગાયિકા કેરાલીસા મોન્ટેરો અને પાકિસ્તાની શાીય તેમજ પોપ સિંગર શફાકત અમાનત અલીના કંઠમાં છે.

ખરું પૂછો તો 'કભી અલવિદા ના કહના' ફિલ્મનાં મોટા ભાગનાં ગીતો કથાને પૂરક હોય એ રીતે કરણ જોહરે લખાવ્યાં છે. એટલે આ ગીતોની રાગદારીની વાત કરવા કરતાં એના મર્મને પકડવો ઘટે છે. સોનુ નિગમ અને અલકા યાજ્ઞિાકના કંઠે ગવાયેલું આ ગીત જુઓ - 'તુમ કો ભી હૈ ખબર, મુઝ કો ભી હૈ પતા, હો રહા હૈ જુદા, દોનોં કા રાસ્તા, દૂર જા કે ભી મુઝ સે તુમ, મેરી યાદોં મેં રહના...' લગ્ન પછી થોડો કે ઝાઝો સમય સાથે રહ્યા પછી બે પાત્રો છૂટાં પડે તો પણ એકબીજાની યાદ તો સાથે રહેવાની. ખરું પૂછો તો આ ટાઇટલ ગીત છે જેમાં 'કભી અલવિદા ના કહના...' શબ્દો સતત ગૂંજ્યા કરે છે.

એના અનુસંધાનમાં સોનુ અને અલકાએ જ ગાયેલું આ ગીત સાંભળો- 'તુમ હી દેખોના, યહ ક્યા હો ગયા, તુમ્હારા હૂં મૈં ઔર તુમ મેરી' મૈં હૈરાન હૂં તુમ્હેં ક્યા કહું કે દિન મેં હુયી કૈસી ચાંદની... દિવસના તાપમાં ચાંદની જેવી શીતળતા કે પછી ભ્રમણા છે?

અન્ય બે ગીતો ડાન્સસોંગ છે. બંને ફાસ્ટ લયમાં છે. સાંભળતાં સાંભળતાં પગથી ઠેકો આપવાનું મન થાય એવાં ગીતો છે. અને હા, આ બંને ગીતો હિંગ્લીશ (હિન્દી વત્તા ઇંગ્લીશ શબ્દો ધરાવતાં) છે. સંગીતકાર શંકર, લોય, શાન અને વસુંધરાના કંઠે ગવાયેલું ડાન્સસોંગ છે - 'વ્હેર ઇઝ ધ પાર્ટી ટુનાઇટ?' આ ગીતમાં ડીજે તરીકે જ્હોન અબ્રાહમ ચમક્યો છે તો અન્ય એક ગીત 'રોક એન રોલ સોનિયે'માં કાજોલ ચમકે છે. ટ્રેનના પેસેન્જર તરીકે ખુદ કરણ જોહર પરદા પર દેખા દે છે.

બીજું ડાન્સસોંગ શંકર, શાન અને ટોચની સાઉથ ઇન્ડિયન ગાયિકા મહાલક્ષ્મી અય્યરના કંઠમાં છે. એનું મુખડું છે- 'હેય વ્હોટ્સ વીથ યુ બેબી, આય નેવર ફેલ્ટ લાઇક ધીસ વે, હે.. કમ લિટલ ક્લોઝર બેબી...'

ફિલ્મ રજૂ થઇ ત્યારે એક બાજુ ચોખલિયાઓ લગ્નબાહ્ય સંબંધોના નામે ટીકા કરી રહ્યા હતા, જ્યારે બીજી બાજુ ફિલ્મ સડસડાટ હિટ જઇ રહી હતી.