Get The App

ઈમરાન હાશ્મી કા જવાબ નહીં: અમૃતા ખાનવિલકર

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
ઈમરાન હાશ્મી કા જવાબ નહીં: અમૃતા ખાનવિલકર 1 - image

- 'ટોપની વ્યક્તિને ઈનસિક્યોરિટી ન લાગતી હોય તો અમારામાંથી  કોઈ શા માટે અસલામતી અનુભવે? બે એક્ટર્સ  સીન ભજવતી  વખતે એકદમ  સિક્યોર હોય તો જમાવટ થાય છે.' 

હિન્દી  અને મરાઠી ફિલ્મોની અભિનેત્રી અમૃતા ખાનવિલકર બે દશકથી  પણ વધુ સમયથી એક્ટિંગ પ્રોફેશનમાં છે. પરંતુ  છેક  હવે ૪૧ વરસની  વયે એ સફળતાનો  સ્વાદ ચાખી રહી છે.   એનું કારણ  છેલ્લા બે વરસ દરમ્યાન  એણે 'લુટેરે', '૩૬ ડેય્ઝ' અને 'ધર્મરક્ષક મહાવીર સંભાજી મહારાજ' જેવી વેબ સિરીઝમાં  ભજવેલા  દમદાર રોલ્સ  છે. હમણાં  છેલ્લે  અમૃતાએ  ઈમરાન હાશ્મી સાથે વેબ શો 'તસ્કરી : ધ સ્મગલર્સ'માં  કસ્ટમ્સ ઓફિસર  અને  િંસંગલ મધરનું પાત્ર ભજવી દર્શકો  અને સમીક્ષકો બંનેને   ઈમ્પ્રેસ  કર્યાં છે. ઈમરાન હાશ્મિ સાથે  અમૃતાના  પરફોર્મન્સની પણ ચર્ચા  છે.

 તસ્કરીની  સક્સેસ  પાર્ટીમાં ખાનવિલકરે શોના સેટ પરના સહકાર ભર્યા માહોલ,  ઈમરાન હાશ્મી  સાથે કામ કરવાના અનુભવો   અને કાસ્ટ  વચ્ચેના  ભાઈચારાની વાતો મિડીયા સાથે  શેયર કરી.  સેટ પરના  સુમેળભર્યા  પ્રોફેશનલ માહોલનો શ્રેય  તમેન કોને આપશો?  એવી મિડીયાની  પૃચ્છાના  જવાબમાં   અમૃતા  કહે છે, 'મને લાગે છે કે એની ક્રેડિટ  ડિરેક્ટર  અને લીડ એક્ટરને  જાય છે. નીરજ પાંડે સર અને એમના  બેનર  ફ્રાઈડે   સ્ટોરીટેરલર્સનું   યુનિટ  શ્રેયનું   પુરેપુરું  હકદાર છે.  સેટ પર દરેક વ્યક્તિ  એકદમ ફોક્સ્ડ  અને નખશીખ પ્રોફેશનલ હતી. એક્ટર તરીકે ઈમરાન હાશ્મીનું  વિશાળ ફેન ફોલોઈન્ગ છે. તમે કદાચ નહિ  માનો પણ  ઈન્ડસ્ટ્રીના  ઘણાં મેકઅપ આર્ટિસ્ટ  અને હેર સ્ટાઈલિંસ્ટે  ફોન કરીને  કહ્યું  કે અમારે  એકવાર સેટ  પર આવવું છે. એને જોવા ઘણાં  લોકોએ મને ફોન કર્યા.ં આટલી   લોકપ્રિયતા છતાં ઈમરાન સેટ પર  પોતાના કામમાં  પરોવાયેલા રહેતા  અને  એમનો વ્યવહાર  એકદમ પ્રોફેશનલ  હતો એક  મોટા સ્ટાર હોવા છતાં ગમે ત્યારે  એમની સાથે  વાત થઈ શકતી. મને એમનો   એ અભિગમ  ખરેખર  બહુ ગમ્યો.'

સામાન્યપણે  ફિલ્મ  કે  શોના સેટ પર કાસ્ટ  વચ્ચે એક પ્રકારની  અસુરક્ષા  અનુભવાય છે, પરંતુ  તસ્કરીના સેટ્સ પર અસલામતિનું  નામોનિશાન  નહોતું.  એની પાછળનું  કારણ આપતા અમૃતા ખેલદિલીથી  કહે છે, 'ટોપની વ્યક્તિને ઈનસિક્યોરિટી ન લાગતી હોય તો અમારામાંથી  કોઈ શા માટે અસલામતી અનુભવે? બે એક્ટર્સ  કોઈ સીન ભજવતી  વખતે એકદમ  સિક્યોર (સુરક્ષિત) હોય તો જમાવટ થાય છે. અમે સાથે મળીને જે  સર્જીએ ઊગી નીકળે છે. બધાને એ ગમે છે.'

અનુભવી  એક્ટ્રેસ  દિલજી માને  છે કે મારા રોલને  મળેલી પ્રશંસા  સહિયારા  પ્રયાસની ફળશ્રુતિ છે. 'આજે   તસ્કરીમાં  મારા પાત્રનીલોકો  નોંધ લઈ  રહ્યા હોય તો એટલા માટે કે દરેકે પોતાનું કામ  નિષ્ઠાથી  કર્યું છે.   રાઈટરે  સરસ રીતે  રોલ લખ્યો અને  ડિરેક્ટરે એને પુરો ન્યાય આપવા ઉપરાંત યોગ્ય સ્ક્રીન ટાઈમ  ફાળવ્યો. જો કાસ્ટમાંથી  દરેકને  ક્લોઝ-અપ્સ, ટુ-શોટ્સ  કે ડાયલોગ્સ વિશે  અસલામતિ લાગતી હોય તો દરેક જણ  પોતાનો જ વિચાર કર્યા કરશે. શૂટિંગ સહિયારો પ્રયાસ નહિ રહે. એટલે  જ  મારું  માનવું  છે કે  દરેક  ફિલ્મ  કે પ્રોજેક્ટને  હમેશાં  ટીમવર્કને કારણે જ સક્સેસ મળે છે.