Get The App

એમિલી બ્લન્ટ, ઓબામા અને એલિયન

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
એમિલી બ્લન્ટ, ઓબામા અને એલિયન 1 - image

હોલિવુડ સ્ટાર એમિલી બ્લન્ટે તાજેતરમાં અગ્રણી ફિલ્મસર્જક સ્ટીવન સ્પીલબર્ગ દિગ્દશત આગામી સાયન્સ-ફિક્શન ફિલ્મ 'ડિસ્ક્લોઝર ડે'ના સેટની એક રમૂજી અને થોડી ક્ષોભજનક ઘટના શેર કરી. એમિલીએ યાદ કર્યું કે ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ ફિલ્મના સેટની મુલાકાત લીધી ત્યારે પોતે કેવી વિચિત્ર રીતે શાંત બની ગઈ. જોકે ત્યાર પછી બંને વચ્ચે રોમાંચક વાતચીત થઈ હતી. 

એમિલીના મનપસંદ એસિડ-વોશ ડેનિમ જેકેટે થોડી ગરબડ કરી નાખી હતી. એમિલીએ જણાવ્યું કે તેણે ઓબામા માટે અનામત રખાયેલી ખુરશી પર પોતાનું વિન્ટેજ સ્ટાઈલ જેકેટ મૂકી દીધું હતું. જ્યારે ભૂતપૂર્વ પ્રમુખે આ જેકેટ જોયું ત્યારે હસતાં હસતાં પૂછી લીધું, આ શું છે?ધ એમિલીએ ઝડપથી વિચાર કરીને રમતિયાળ અંદાજમાં જવાબ દીધો કે, આ ખાસ તમારા માટે છે. એવું સાંભળ્યું છે કે તમને એસિડ-વોશ ડેનિમ પસંદ છે! 

આ ચતુરાઈભર્યા જવાબને કારણે માહોલ હળવો થઈ ગયો હતો. 

'ડિસ્ક્લોઝર ડે' ફિલ્મના કેન્દ્રમાં પરગ્રહવાસીઓ છે. એમિલીએ પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો કે માનવતા એવા તબક્કે પહોંચી છે જ્યાં પૃથ્વી ઉપરાંત અન્ય કશેક પણ જીવન હોવાની શક્યતા વધુ પ્રબળ બની છે. જરૂરી નથી કે એલિયન્સ ભયભીત કરી દે તેવા જ હોય. એલિયન્સને મળવું આપણા માટે સુખદ સાબિત થઈ શકે તેવી પૂરી સંભાવના છે. 

તેના સહ-કલાકાર જોશ ઓ'કોનોરે જણાવ્યું કે સમગ્ર બ્રહ્માંડમાં માત્ર પૃથ્વી પર જ જીવન છે તેવું માનવું મુશ્કેલ છે. જોકે આવા જીવોએ ક્યારેય પૃથ્વીની મુલાકાત લીધી હોય તેના વિશે તેને શંકા છે. ઓ'કોનોરના મંતવ્યોમાં ઘણા વિજ્ઞાાનીઓ તેમજ અવકાશશાીઓગા મંતવ્યોનો પડઘો છે, જેઓ પરગ્રહ જીવન હોવાની શક્યતા કબૂલે છે પણ એલિયનો પૃથ્વીની મુલાકાત લેતા હોય તેવા દાવા વિશે આશંકિત છે. જોકે ઓબામાએ ત્યાર પછી સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે બ્રહ્માંડનું કદ જોતાં આંકડાકીય દ્રષ્ટિએ અન્ય ગ્રહોમાં જીવન હોવાની શક્યતા છે, પણ તેમણે એવી પણ કબૂલાત કરી કે પોતાના કાર્યકાળ દરમિયાન તેના અસ્તિત્વના અથવા તેમણે પૃથ્વીની મુલાકાત લીધી હોવાના કોઈ પુરાવા નહોતા મળ્યા.

સચ્ચાઈ જે હોય તે, 'ડિસ્ક્લોઝર ડે' ફિલ્મ અફલાતૂન છે. એમિલી બ્લન્ડની એક્ટિંગ તો ખાસ!