એકતા પાસે 'તુલસી'ને પાછા લાવવાનું સબળ કારણ છે .
- 'મેં સારા અને ખરાબ એમ બંને પ્રકારના દિવસો જોયા છે. તમે તમારી જાતને ખુશ રાખી કેવી રીતે જીવો છો એ જ મહત્ત્વનું છે, બીજું કશું નહીં. કામ સમગ્ર જીવન નહીં, તેનો એક હિસ્સો માત્ર છે'
ટીવીના દર્શકો ઓટીટી પર શિફ્ટ થઈ ગયા છે ત્યારે એકતા કપૂરે પોતાની ૨૫ વરસ પહેલાની સિરીયલ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી' મારફત સ્મોલ સ્ક્રીન પર વાપસી કરવાનો નિર્ણય લઈ બધાને ચોંકાવી દીધા છે. કોઈ એને એ વિશે પૂછે તો એનો જવાબ એક જ હોય છે, 'ટેલિવીઝન વિલ ઓલ્વેઝ બી માય ફર્સ્ટ લવ. ઈન્ટરનેટ કરતા ટીવીની પહોંચ વધુ ઊંડી અને વ્યાપક છે. મારા સિરીયલો પર પાછા ફરવા વિશે સોશ્યલ મિડીયા પર ગોકીરો છે પણ એ છુટાછવાયો છે. ટીવી પાસે આજે પણ પરિવારે, અને જુદી જુદી વિચારસરણીઓને ભેગા લાવવાનો પાવર છે.
સમીક્ષકો 'ક્યોંકિ સાસભી કભી બહુ થી'નો દાખલો આપી ભારતીય ટેલવિઝનના કન્ટેન્ટ અવારનવાર પછાત ગણાવે છે. એ વિશે સિરીયલ ક્વિનનું ધ્યાન દોરાતાં એનો જવાબ હાજર છે, 'તમે જાગૃત દર્શકોને જાગરુક કરતી સ્ટોરી કહો એમાં કોઈ મોટી વાત નથી. જ્યારે પ્રબુદ્ધ લોકો તો પહેલેતી ગમતી છે, સમજદાર છે. ખરી કસોટી આમ જનતા સુધી પહોંચી એમની સમસ્યાઓ વિશે વાત કરવામાં અને કંઈક નવું આપવામાં છે. 'ક્યોંકિ ...' ના નવા વર્જનમાં અમે ડોમેસ્ટિક વાયોલન્સ, મેરિટલ રેપ, ઈચ્છા-મૃત્યુ અને ઉંમર સાથે જોડાયેલા સરમ-સંકોચ જેવી થીમ્સ જોવા મળશે. પરિવારોમાં આવા વિષયો પર ચર્ચા થતી હોય છે. અને એની અમારી રીતે રજૂઆત કરી દર્શકોનું મનોરંજન કરવાનો અને એમને વિચારતા કરવાનો પ્રયાસ કર્યો છે.
ટીવી શો 'ક્યોંકિ....' ને ટીવી પર ઐતિહાસિક સફળતા મળી હતી. એટલે એની નવી લેટેસ્ટ આવૃત્તિ બનાવતી વખતે પ્રેશર તો રહેવાનું જ. મિસ કપૂર એનાથી વાકેફ છે. પણ વિચલિત જરાય નથી. 'આજે કોઈ પોતાના શોને ભૂતકાલમાં મળેલી સક્સેસને બાજુ પર મૂકી કંઈક નવું કરવાની ચેલેન્જ સ્વીકારવા તૈયાર નથી. પરંતુ સ્મૃતિ (ઈરાની) અને ચેનલનું એમ કહેવું હતું કે ચાલો, આપણે પ્રેક્ષકો પર યોગ્ય પ્રભાવ પાડીઓ ફક્ત શોના રેટિંગ્સ પાછળ દોડવાને બદલે એક મજબૂત સ્ટોરી ઘડીએ ઉપદેશો આપ્યા વિના લોકોનું મનોરંજન સ્પર્ધામાં ઉતરવા પાછા નથી ફર્યાં. અમારે બધાની સાથે ચાલવું છે. અમે ક્યોંકિની નવી સ્ટોરીથી આવો પાવર હસ્તગત કરવા ઈચ્છીએ છીએ. હમણાં થોડા અરસા પહેલા એક યુવાને મને આવીને કહ્યું કે મારા ફાધર તમને બહુ ધિક્કારતા હતા. મેં એને એનું કારણ પૂછ્યું ત્યારે યુવાને કહ્યું, 'આપકી વજહ કે મેરી મમ્મીને પહેલી બાર પાપા કો જવાબ દિયા થા પર મેરા ઐસા માનના હૈ કિ મમ્મીએ પહેલીવાર પોતાનો દ્રષ્ટિકોણ દર્શાવ્યો હતો. એને એમ થયું હશે કે તુલસી પોતાનો મત મૂકી શકે તો હું પણ મુકી શકું.'
ઈન શોર્ટ, એકતા ક્યોંકિ.... શો પાછો લાવીને ટીવીને એક રેલેવન્ટ મિડીયમ બનાવવા ઈચ્છે છે. એને માટે ટીઆરપી રેટિંગ્સ સેકન્ડરી છે. 'હું સિરીયલને આજના સમય સાથે એટલી સુસંગત બનાવવા માગું છું કે લોકો ડાઈનિંગ ટેબલ પર મમ્મી વખતે આજના એપિસોડમાં શું બન્યું એની ચર્ચા કરે. જો એવું થાય તો લોકોનું માઈન્ડસેટ (વિચારસરણી) બદલોય અને એક પિતા પોતાની પુત્રીને એની સિધ્ધિઓ જાણ્યા બાદ એનેગોલીએ દેવાને બદલે એને બિરદાવે. જો એક બાપમાં આ બદલાવી શકું તો મને ગર્વ થશે,' એમ કહી કપૂર વાતનું સમાપન કરે છે.