Get The App

ડ્રુ બેરીમોર: આ ઉંમરે વીસ વર્ષના જુવાનિયા સાથે ડેટિંગ ન હોય!

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
ડ્રુ બેરીમોર: આ ઉંમરે વીસ વર્ષના જુવાનિયા સાથે ડેટિંગ ન હોય! 1 - image

પપચાસ વર્ષની વયે ડ્રુ બેરીમોર એક ટોચની અભિનેત્રી અને ટોક શોની સંચાલક છે. એણે તાજેતરમાં સ્પષ્ટતા કરી કે તે ડેટિંગ માટે સકારાત્મક અભિગમ રાખતી હોવા છતાં એક વાત તો નક્કી છે કે એ ક્યારેય વીસ વર્ષની આસપાસના યુવાનો સાથે ડેટિંગ નહીં કરે! પોતાના કરતાં વીસ-પચ્ચીસ-ત્રીસ વર્ષ નાના જુવાનિયા સાથે ડેટિંગ કરવાનું કેવી રીતે ફાવે? ડ્રુ બેરીમોર માટે જીવનના આ તબક્કે ડેટિંગ નવીનતા કરતાં ખાસ તો ભાવનાત્મક તાલમેલ માટે વધુ છે.

'ધી ડ્રુ બેરીમોર શો'માં રોસ મેથ્યુસ પણ છે. મેથ્યુસે દર્શકોને જણાવ્યું કે રોમાન્સ કાયમ ગંભીર-ગંભીર જ હોય તે જરૂરી નથી. બેરીમોરે જોકે આ વાતનો વિરોધ કર્યો હતો. એણે રમૂજ કરી કે તેણે જે પુરુષો સાથે ડેટિંગ કર્યું હતું એ સૌએ એક્સાઇટમેન્ટ ગુમાવી દીધી હોય તેવું લાગે છે. ડ્રુ બેરીમોરે એક સમયે નિખાલસ રીતે કબૂલ કર્યું હતું કે તેને પ્રેમમાં મોટે ભાગે હતાશા જ મળી છે.

બેરીમોરને ભૂતકાળમાં હાઈ પ્રોફાઈલ સંબંધો હતા. આર્ટ સલાહકાર વિલ કોપેલમેન સાથે લગ્ન થયાં હતાં, જેનાથી તેને બે પુત્રીઓ થઈ છે. આ સંબંધનો ૨૦૧૬માં અંત આવ્યો. તે પછી ડ્રુ બેરીમોરે સિંગલ પેરેન્ટ જીંદગી તરીકે વિતાવી છે. આજકાલ કોસ્મેટિક સર્જરી બહુ કોમન થઈ ગઈ છે. ડ્રુ બેરીમોરે વારંવાર જણાવ્યું છે કે એને આ પ્રકારની સર્જરી કરાવવી ગમતી નથી. અલબત્ત, આ એનો અંગત નિર્ણય છે. તેનો સંદેશ સ્પષ્ટ છે: સૌની પોતપોતાની સફર હોય છે, અને સરખામણી માણસના ખુદના મૂલ્યને ઓછું કરે છે.

ડ્રુ બેરીમોર એક એવી મહિલા છે, જેણે પોતાનું જીવન ભરપૂર જીવ્યું છે, જાહેરમાં ભૂલો કરી છે અને ખાનગીમાં બોધપાઠ લીધા છે. પચાસની વયે એને અવાસ્તવિક આદર્શની જરૂર નથી જ!