Get The App

દિવ્યા દત્તાઃ હું ખુદને સેકન્ડ પ્રાયોરિટી શા માટે આપું?

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
દિવ્યા દત્તાઃ  હું ખુદને સેકન્ડ પ્રાયોરિટી શા માટે આપું? 1 - image

અભિનેત્રી  દિવ્યા દત્તા જ ૪૮ વરસની થઈ. બર્થ ડે  ઉજવવા એ ખાસ  ઋષિકેશમાં  પોતાના  શૂટિંગમાંથી  બ્રેક લઈ  મુંબઈ  આવી કર્યો.  આધેડ વયે  પોતાને 'સ્વિટ  સિક્સદીન' ની   માનતી  દિવ્યાનો ભાવિ એજન્ડા  એકદમ ચોક્કસ  છે.  ભલે વધે પણ હું કામની બાબતમાં  કદી ધીમી નથી પડવાની.

બિઝી શેડયુલમાંથી  થોડો વિરામ લેવો જરૂરી  ગણતી  મિસ દત્તા પોતાના ફેન્સને  એક શુભેચ્છા  સંદેશ  આપે છે, ' બીજા બધા તો  ઠીક આપણે પોતાની જાત પ્રત્યે  કૃતજ્ઞાતા  દર્શાવવાનું  ભૂલી જઈએ  છીએ.  એટલે જ કહું છું  કે  તમારા  મિ. ટાઈમને કદી અવગણો  નહિં. સખત મહેનત કરીને પોતાની  જાતને પેમ્પર  કરવાનો, લાડ લડાવવાનો  તમારો હક  બને છે.  પોતાની જાતને  સેકન્ડ પ્રાયોરિટી  આપો. જબ  ખુદ કો ખુશ રખોગે  તભી દૂસરોં કો ખુશ રખ પાઓગે.

અઠવાડિયા  પહેલા દિવ્યાએ  પોતાની અંગત  ફ્રેન્ડસ સાથે આનંદ કર્યો.  એકટ્રેસના ફ્રેન્ડ સર્કલમાં  શબાના આઝમી,  વિદ્યા બાલન અને ઉર્મિલા માંતોડકર જેવા  મોટા અને  જાણીતા  છે.  ફ્રેન્ડ્સ સાથે માણેલી  ફન મુવમેન્ટ શેયર કરતા વર્સેટાઈલ  એક્ટર કહે છે, ' ગયા વીકમાં  (૧૮ સપ્ટેમ્બરે) શબાનાજીનો ૭૫મો  બર્થ ડે હતો. અમે ૧૦-૧૧ જણે એ ભેગા મળી ઉજવવાનું નક્કી કર્યું.  જે પ્રત્યક્ષ હાજર રહી શકે એમ નહોતા એમણે વિડીયો  કોલ કરી હાજરી પુરાવી . બધાએ  ખૂબ વાતો કરી અને આનંદની છોળો ઉડાડી. આવી  રીતે  અમે બધા ઓચિંતા  ભેગા થઈને મજા  કરતા રહીએ છીએ.