- હું પોતાના પ્રકારની એક નોખી સ્ટાર છું. જેને લીધે મને ખુબસૂરત રોલ્સ મળે છે અને લોકોનો પુષ્કળ મળે છે.
સારા એક્ટર્સ નાનકડા રોલમાં પણ પોતાની છાપ છોડી જાય છે. મોટા સ્ટાર્સના કાફલા વચ્ચે દર્શકો એના કામની નોંધ લે છે. દિવ્યા દત્તાએ બોલીવૂડમાં પોતાના ૩ દાયકા લાંબા કરીઅરમાં એ વારંવાર પુરવાર કર્યું છે આજકાલ એક્ટ્રેસ ઓટીટી પર સ્ટ્રીમ થતી તુલુગે વેબ સિરીઝ 'માયા સભા: રઈઝ ઓફ ટાઈટન્સ' ને લીધે ચર્ચામાં છે. હિન્દી સહિતની ભાષાઓમાં ડબ થયેલી આ સિરીઝમાં દિવ્યા એક નેતાની ભૂમિકામાં ચે.
'માયાસભા' ઓટીટી પર રિલીઝ થઈ એ પહેલા મુંબઈમાં યોજાયેલી એની પ્રમોશનલ ઈવેન્ટમાં મેકર્સે દિવ્યાને આગળ રાખી હતી. એક્ટ્રેસે મેકર્સના વિશ્વાસ પર ખરા ઉતરી મિડિયાના પ્રશ્નોના ઉત્તર કોન્ફિડન્સથી જવાબ આપ્યા. પહેલા જ સવાલમાં એવી પૃચ્છા થઈ કે 'તમે તમારી ફિલ્મ ઈરાદામાં રાજકીય નેતાની ભૂમિકા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ વેબ શોમાં પણ તમને લિડરના રોલમાં જ છો. અલબત્ત, તમે સામાજિક કે રાજકીય બાબતોમાં અવારનવાર તમારો ઓપિનિયન નથી આપતા. એ વિશે તમે શું કહેશો? દત્તા એ વિસે ખુલાસો કરે છે, 'જે બાબતો વિશે મને સ્ટ્રોંગ અનુભૂતિ થતી હોય. અને મને થાય કે એ વિષયમાં મારે બોલવું જોઈએ ત્યારે હું ખુલીને મારી વાત કરતી જ રહું છું. જેમ કે પર્યાવરણ માટે હું બહુ ચિંતિત રહું છું. એ વિષય પર મેં કવિતાઓ પણ લખી છે. હું અવારનવાર ઘણી જગ્યાએ એવું કહેતી હોઉં છું કે માણસ, પશુ-પક્ષી અને ઝાડ-પાન બધા માટે કુદરતે સહ- અસ્તિત્વની વ્યવસ્થા કરી છે. એટલે એકબીજાને ડિસ્ટર્બ કર્યા વિના બધાએ સાથે મળીને રહેવું જોઈએ. પરંતુ મને એવું નથી લાગતું કે એક્ટર હોવાને લીધે અમારે દરેક મુદ્દા પર બોલવું જરૂરી છે.
આ સંબંધમાં જ દિવ્યાને એક અંગત પ્રશ્ન પૂછાય છે, ' મેડમ, આપકો પોલિટિક્સ મેં કિતની રુચિ હૈ? તમારી પાસે પાવર (સત્તા) હોય તો તમે ઈન્ડસ્ટ્રીની કઈ વાત બદલવાનું પસંદ કરો? 'ભાગ મિલ્ખા ભાગ'માં મિલખાસિંહની બહેનના રોલને જીવી જનાર એક્ટ્રેસ થોડું વિચારીને કહે છે, 'સાચું કહું તો મને રાજકારણમાં બિલ્કુલ રસ નથી. પરંતુ મારી પાસે સ્ટાર-સિસ્ટમ બદલી નાખું. તમે ઓટીટી પર સ્કેમ જુઓ કે પંચાયત, આપણને એ બધા પાત્રો ખરેખર પાત્ર જ લાગે, જેમાં એમ ન થાય કે આ બધા એક્ટર્સ છે. એટલે જ હું માનું છું કે સ્ટાર હોય, એક્ટર હોય કે પછી કોઈ ન્યુકમર, જે કેરેક્ટરને સૂટ કરતો હોય એનું જ કાસ્ટિંગથવું જોઈએ. એવું ન હોવું જોઈએ કે પહેલા પ્રોજેક્ટ માટે મોટા સ્ટારને લઈ આવો, પછી બધુ ફાઈનલ થશે. મને એ બરાબર નથી લાગતું. ફિલ્મનો મૂળ આધાર સ્ટાર નહિ પણ એની સ્ટોરી અને એના કેરેક્ટર્સ હોવા જોઈએ.
દિવ્યા દત્તાની ઈમેજને ધ્યાનમાં રાખીને જ પત્રકારો એની સમક્ષ પ્રશ્નો મૂકે છે. દાખલા તરીકે, એને એવો થોડો વખાણ મિશ્રિત સવાલ કરાય છે કે તમે ફિલ્મોથી લઈ વેબ શોઝ સુધી ઘણાં યાદગાર પાત્રો ભજવ્યાં છે. સપોર્ટિંગ રોલ્સમાંતમે તમારી છાપ છોડી છે. એ બધા વચ્ચે તમને ક્યારેય બોલીવૂડની હિરોઈન કે સ્ટાર બનવાનેો વિચાર કદી નથી આવ્યો? એક્ટ્રેસ એક મજાનું મોહક સ્મિત આપી કહે છે, 'સર, મુઝે લગતા હૈ કિ મેં એક સ્ટાર એક્ટર હું. હું પોતાના પ્રકારની એક નોખી સ્ટાર છું. જેને લીધે મને ખુબસૂરત રોલ્સ મળે છે અને લોકોનો પુષ્કળ મળે છે. દર્શકોના મનમાં મારી એક બ્યુટિફૂલ સ્પેસ છે. એટલે જ મારે કશું બદલવું નથી. મને ફિલ્મનો બેસ્ટ રોલ જ જોઈએ છે એ બાબતમાં હું એક ભૂખાળની એક્ટ્રેસ છું. કોઈપણ રોલ સ્વીકારતા પહેલા મારા મનમાં એક જ વિચાર હોય છે કે મારો રોલ દર્શકો પોતાની સાથે ઘરે લઈ જશે કે નહિં. જો રોલમાં એટલો દમ ન હોય તો નથી કરવો. આજે મોટાભાગના એક્ટર્સ આવું વિચારતા થયા છે. એને લીધે કન્ટેન્ટનું મહત્ત્વ વધ્યું છે.


