FOLLOW US

દિવ્યા અગ્રવાલ : મેં કોઈનું કાંઈ પડાવી લીધું નથી

Updated: Mar 16th, 2023


- જો હું લાલચી અને ગણતરીબાજ વ્યક્તિ હોત તો સખત મહેનત કરતી ન હોત અને કારકિર્દી પણ ઘડતી ન હોત. હું કોઈ ધનાઢ્ય વ્યક્તિને પકડીને પરણી ગઈ હોત.'

અ ભિનેત્રી દિવ્યા અગ્રવાલ અને તેના ભૂતપૂર્વ પ્રેમી વરુણ સુદ વચ્ચે તો વર્ષો પહેલા બ્રેક-અપ થઈ ગયું છે, પણ આક્ષેપ અનુસાર, વરુણની બહેને આપેલાં ઘરેણાં દિવ્યાએ પાછાં ન આપ્યા હોવાથી બંને વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ લડાઈનો અંત નથી આવ્યો. જોકે દિવ્યા અને વરુણ વચ્ચેના સંબંધોનો અંત તો છેક ત્રણ વર્ષ પહેલાં આવી ગયો હતો, પણ આ ન્યુઝ પછી તો બંને વચ્ચે જબરી તિરાડ સર્જાઈ છે. ટ્વિટર પર ચેટ-સેશન વેળા અભિનેતાને પૂછવામાં આવ્યું કે શું તેણે દિવ્યાના ઘરેણાં પડાવી લીધાં  છે? આ ચેટ-સેશન તેના શોના પ્રમોશન વેળા યોજાયો હતો. વરુણે જવાબ આપતા જણાવ્યું હતું કે, 'ના, ભાઈ, ના. મેં નથી કર્યું!'

આ સંદર્ભે દિવ્યાને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે, 'જ્યારે આગામી શોનું પ્રમોશન ચાલી રહ્યું હોય ત્યારે કોઈએ અંગત પ્રશ્નનો જવાબ જ ન આપવો જોઈએ. મને તો આવી વાત સમજમાં જ નથી આવતી. વરુણે એ પ્રશ્નનો કોઈ ઉત્તર જ આપવો ન જોઈએ.' દિવ્યાએ એ પણ ઉમેર્યું કે 'અમારા બ્રેક-અપને ઘણો સમય થઈ ગયો છે, પણ લોકો પ્રશ્નો પૂછતા રહે છે. લોકોને કેવી રીતે ટાળવા જોઈએ તે આવડવું જોઈએ અને ગૌરવ જાળવવું જોઈએ, કેમ કે અત્યારે મારા જીવનમાં કોઈ છે.'

વરુણની બહેન અક્ષિતાના ઘરેણાં નહીં આપવાના આક્ષેપનો પ્રત્યુત્તર આપતા દિવ્યાએ જણાવ્યું હતું કે, 'ઘણા દિવસ પહેલાં આપવામાં આવેલી ભેટો અંગે તેણે મારા મેનેજરને પૂછવું જોઈએ. અમે ત્રણ વર્ષ સાથે રહ્યા એ દરમિયાન અમે ઘણી ભેટો અને કાર્ડ્સની આપલે કરી હતી. કોઈ કંઈ એ બધાનું ધ્યાન ન રાખી શકે. હવે બધું સુપરત કરવામાં આવ્યું છે, મેં ઘરેણાં પરત કરી દીધાં છે. મારા મેનેજર પર એક ફોન સુધ્ધાં નથી આવ્યો. ટ્વિટર પર દલીલો કરતાં હું તો કંટાળી ગઈ છું. કડવા બ્રેક-અપ પછી બધું ગુમાવવું એ મારા જીવનમાં સૌથી મુશ્કેલીભર્યો સમય હતો. આ એક કારણ હતું જેને કારણએ મેં બ્રેક-અપનો નિર્ણય લીધો. હજુ લોકો શા માટે આવા પ્રશ્નો પૂછ્યા કરે છે એની મને ખબર નથી પડતી.'

લોકો દિવ્યાને ગોલ્ડ-ડિગર કહીને ટ્રોલ કરે છે. આ અંગે વાત કરતાં દિવ્યા જણાવે છે, 'મેં રિયાલિટી શો જીત્યો છે અને ત્રણ રિયાલિટી શૉઝનો હું હિસ્સો બની છું. હું એક સ્વતંત્ર યુવતી છું. આ ઉપરાંત, કોઈ યુવતી તેની કારકિર્દીમાં સ્થિર હોય એવો જીવનસાથી ન શોધી શકે? શું તેથી એને ગોલ્ડ-ડિગર કહીને ઉતારી પડાય? જો હું આવી લાલચી અને ગણતરીબાજ હોત તો સખત મહેનત કરતી ન હોત અને કારકિર્દી પણ ઘડતી ન હોત. કોઈ ધનાઢ્ય વ્યક્તિને પકડીને હું સ્થિર થઈ ગઈ હોત.'

આ વિવાદને કારણે અપૂર્વ પડગાંવકર સાથેના દિવ્યાના પ્રેમસંબંધ પર કોઈ અસર પડી  ખરી? આવા પ્રશ્નના જવાબમાં દિવ્યા જણાવે છે, 'મારા સંબંધો અત્યંત સ્થિર છે. હું દિવસના અંતે જ્યારે ચર્ચા શરૂ કરું ત્યારે અપૂર્વ શાંતિથી સાંભળે છે અને મને સહકાર આપે છે. એ કશી બિનજરુરી ચિંતા નથી કરતો. એ આ વિષયને પડતો મુકીને એમાંથી બહાર આવી જવા માટે મને સતત કહ્યા કરે છે. હું લકી છું.  હું તો એવા લોકો ઇચ્છું છું જેઓ ભૂતકાળની ચિંતા કરતા ન હોય.' 

Gujarat
News
News
News
Magazines