Get The App

સીઓની હરણફાળ, છતાં હજી સ્વપ્નો અધૂરા

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
સીઓની હરણફાળ, છતાં હજી સ્વપ્નો અધૂરા 1 - image

સીઓશ રોનનની કારકિર્દી આધુનિક સિનેમામાં દુર્લભ અને અદ્ભુત છે. માત્ર ૩૧ વર્ષની વયે તેણે એવી વિરાસત રચી છે જેની મોટાભાગના કલાકારો ફિલ્મ ઉદ્યોગમાં સમગ્ર જીવનકાળ વિતાવ્યા પછી પણ ઈર્ષ્યા કરે.  સીઓશની સફર ચમત્કારિક ભાસે છે, એક એવી કલાકાર જેણે ૨૫ વર્ષની વયે 'એટોનમેન્ટ', 'બૂ્રકલીન', 'લેડી બર્ડ' અને 'લિટલ વુમન' જેવી ફિલ્મો માટે ચાર એકેડમી એવોર્ડ નામાંકન મેળવી લીધા હતા. કોઈને માન્યમાં ન આવી શકે કે આટલી યુવા વયે કોઈ મોટા પડદે બે દાયકા સુધી આટલી સફળતા મેળવી શકે, અને છતાં સૌથી નોંધનીય બાબત છે કે રોનન હજી પણ વધુ સફળતા ઝંખી રહી છે. તેની મહત્વાકાંક્ષા દર્શાવે છે કે તેની કલાત્મક ઉત્સુકતા અગાઉ જેટલી જ ગતિશીલ છે.

રોનનનું નામ પીરિયડ ડ્રામા સાથે સંકળાયેલું હોવા છતાં તે માત્ર એક જ શૈલી સુધી સીમિત રહી હોય તે માનવું ભૂલભરેલું છે. તેણે સહજતાથી ભિન્ન ભૂમિકાઓ ભજવી છે. 'લેડી બર્ડ' અને 'બૂ્રકલીન' જેવી પરિપકવ ફિલ્મોની સંગીતમય કલાકારની ભૂમિકા કરવા સાથે તેણે વધુ સાહસિક ક્ષેત્રમાં પણ હાથ અજમાવ્યો છે.

આટલી સિદ્ધિ હાંસલ થઈ હોવા છતાં રોનન કબૂલ કરે છે કે તેણે હજી બે પ્રકારની ફિલ્મ કરવી છે, એક મૂક ફિલ્મ અને બીજી સંગીતમય. આ બે સ્વપ્નો સિનેમેટીક ક્ષેત્રના વિરોધાભાસી છેડે છે તે જ હકીકત રોનનની અતૃપ્ત કલાત્મક ભૂખ દર્શાવે છે.

સૌ પ્રથમ મૂક ફિલ્મમાં અભિનય કરવાનો રોનનનો વિચાર આજના સંવાદ આધારીત સિનેમા લેન્ડસ્કેપમાં અસાધારણ મહત્વાકાંક્ષા જેવો લાગે. પણ તાજેતરના વર્ષોમાં મૌનનો કેવો શક્તિશાળી ઉપયોગ થયો છે તેનો વિચાર કરીએ તો તેની ઘેલછા સમજમાં આવી શકે.