Get The App

દીપિકા પાદુકોણ બદનામી અને વિશ્વખ્યાતિની વચ્ચે...

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
દીપિકા પાદુકોણ બદનામી અને વિશ્વખ્યાતિની વચ્ચે... 1 - image

ભારતની સૌથી લોકપ્રિય અભિનેત્રી પૈકી એક દીપિકા પાદુકોણ આજકાલ બદનામ છે. સૌથી પહેલાં તો, માઇથોલોજિકલ એક્ક્શન થ્રિલર કલ્કિ ૩૮૯૮ એડી ફિલ્મની સિક્વલમાંથી દીપિકાની હકાલપટ્ટી કરવામાં આવી. શા માટે? કેમ કે એ હવે મમ્મી બની ગઈ છે એટલે એણે ખૂબ બ૦ી શરતો મૂકી હતી, જે સાઉથના નિર્માતાઓને અનપ્રોફેશન લાગી. વળી, તેણે ફી પર ઘણી વ૦ારી દી૦ી હતી.  પરિમામ ? નિર્માતાઓ કે સ્પષ્ટ કહી દીધું કે આ બ૦ા નખરાં અમને નહીં ફાવે. એટલે ભલે થોડા દિવસોનું શૂટિગં થઈ ગયું હોય પણ આવી નખરાાણી એક્ટ્રેસ અમને ૦ોળે ૦રમેય ન જોઈએ. 

દીપિકાની બદનાની થવી સ્વાભાવિક છે. એ નવી નવી મમ્મી બને છે એટલે પોતાને સંતાનને પ્રાયોરિટી આપવા માટે તે આ બધું કરી રહી છે એવી દલીલ એની તરફેણમાં થાય છે. .

બીજી તરફ, એક તરફ તે હોલીવૂડ વોક ઓફ ફેમ પર સ્ટાર સાથે સન્માનિત થનારી પ્રથમ ભારતીય અભિનેત્રી બની, જે માન્યતા તેને વૈશ્વિક સ્તરે સિનેમામાં સૌથી અગ્રણી નામો સાથે સ્થાન આપે છે. બીજી તરફ તે દિવસના આઠ કલાક કામની તેની માગણી પર મક્કમ રહી છે, જે અભિગમને કારણે તેણે સંદીપ રેડ્ડી વાંગાની અતિ અપેક્ષિત ફિલ્મ 'સ્પિરિટ'ની ભૂમિકા  પણ ગુમાવવી પડી. 

આ બંને ઘટનાઓ દીપિકાની સફરનો સાર ઉજાગર કરે છે, એક એવી કલાકાર જે મુશ્કેલ પસંદગીથી નાસતી નથી,  જેણે ગ્લેમરના સ્થાને આરોગ્ય, પરિવાર અને સન્માનની પસંદગી કરી, અને જે આધુનિક યુગની સુપરસ્ટાર કોને કહેવાય તેની સતત વ્યાખ્યા કરતી રહી છે.

ઈન્કાર કરવાની હિંમત

ફિલ્મમેકિંગ શરુઆતથી જ કામના અનિશ્તિક કલાકો માટે બદનામ છે. કલાકારોએ ઘણીવાર સમયસીમાને વળગી રહેવા દિવસો સુધી લગાતાર શૂટીંગ કરવું પડતું હોય છે. મહિલા કલાકારો અગ્રણી હોય તો પણ તેમને કામના કલાકો વિશે કંઈપણ બોલવાનો અધિકાર નથી હોતો. દીપિકાની આઠ કલાકની શિફ્ટ માટેની દ્રઢ માંગ એક નિર્ણાયક ક્ષણ હતી, એટલા માટે નહીં કે તે અભૂતપૂર્વ હતી - ઘણી અભિનેત્રીઓએ પહેલા પણ આવી જ ચિંતા વ્યક્ત કરી હતી - પરંતુ એટલા માટે કે તેણે સમાધાન કરવાનો ઈન્કાર કર્યો અને પોતાના અભિગમ પર મક્કમ રહીને મોટા બજેટની ફિલ્મ છોડી દીધી.

તેનો નિર્ણય એ અભિગમની પુષ્ટી કરે છે કે બોક્સ-ઓફિસના આંકડા કરતાં સ્વાસ્થ્ય વધુ મહત્વનું છે. ટીકાકારો એવી દલીલ કરી શકે છે કે ફિલ્મ નિર્માણ એ કોર્પોરેટ કામ નથી અને તેથી તેને કડક સમયપત્રક સાથે જોડી ન શકાય. છતાં ફિલ્મ ઉદ્યોગ એવા કલાકારોની વાર્તાઓથી ભરેલો છે જેઓ અત્યાધિક કામને કારણે બર્નઆઉટ, ખરાબ સ્વાસ્થ્ય તેમજ સમયથી પહેલા ફિલ્મ છોડવાના શિકાર બન્યા છે. આ પરંપરાને પડકારતા દીપિકાએ એક માતા તરીકે તો પોતાની ફરજ બજાવી છે, પણ સાથે તેણે ભારતીય સિનેમામાં એક સ્વસ્થ અને વધુ માનવીય કાર્ય પદ્ધતિનો પાયો પણ રાખ્યો છે.

ભલે સ્પિરિટ તેના હાથમાંથી નીકળી ગઈ અને તૃપ્તિ ડિમરીને આ ભૂમિકા મળી, અને દીપિકાની એક સફળ ફિલ્મ 'કોકટેલ'ની સીક્વલ 'કોકટેલ ટુ'ના સર્જકોએ પણ તેના વિના આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આ સ્ટારડમની ક્રૂર ક્ષણભંગુરતાને ઉજાગર કરે છે. ભલે ફિલ્મ ઉદ્યોગ તેની ગેરહાજરી સામે આંખ મિચામણા કરતી હોવાનું લાગે પણ સેટની બહાર તેની કદર થઈ રહી છે. સતત પોતાની કારકિર્દી અને પરિવાર વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ કરતી રહેતી નવી પેઢીની મહિલા કલાકારોને દીપિકાની વાત પસંદ આવી છે અને હવે તેઓ કોઈપણ ખચકાટ વિના પોતાને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ કરી રહી છે.

વોક ઓફ ફેમ સમ્માન

હોલીવૂડ વોક ઓફ ફેમ ક્લાસ ઓફ ૨૦૨૬માં તેનું સામેલ થવું તેની વૈશ્વિક પ્રાસંગિકતા દર્શાવે છે. તે ટિમોથી શેલેમે, ડેમી મૂર, રાશેલ મેકએડમ્સ અને રામી માલેક સહિત ૩૫ પ્રસિદ્ધ હસ્તિઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. સાથે જ દીપિકાએ એવી સિદ્ધિ હાંસલ કરી છે જે અગાઉ કોઈ ભારતીય મહિલા કલાકાર નથી કરી શકી. મનોરંજનના ઈતિહાસની આઈકોનિક ગેલેરીમાં તેણે પોતાનું સ્થાન મજબૂત કરી દીધુ છે.

આલચકોના મતે દીપિકાની હોલીવૂડ કારકિર્દી 'રિટર્ન ઓફ ઝેન્ડર કેજ' સુધી જ સીમિત રહી ગઈ છે,પણ વોક ઓફ ફેમની કદર તેની આંતરરાષ્ટ્રીય હાજરીનું પ્રમાણ છે. તેના દ્વારા એન્ડોર્સ કરાતી કેટલીક વૈભવી બ્રાન્ડે તેના નામાંકનમાં ભૂમિકા ભજવી હોઈ શકે, પણ એનાથી તેની ઉપલબ્ધિ ઓછી નથી થતી. આખરે, તેની કારકિર્દી કાયમ પૂર્વધોરણોથી આગળ વિસ્તરી રહી છે, પછી તે ટાઈમ પત્રિકાની એકસો સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ થવાનું હોય કે ૨૦૨૨માં ફીફા વિશ્વ કપ ટ્રોફીનું અનાવરણ કરવાનું હોય, અથવા પોતાના લિવ લવ લાફ ફાઉન્ડેશનના માધ્યમથી માનસિક સ્વાસ્થ્યની હિમાયતની આગેવાની લેવાની હોય.

નોંધ લેવી જોઈએ કે આ સમ્માન સાથે એક આર્થિક જવાબદારી પણ જોડાયેલી છે. એક સ્ટારનું નિર્માણ, સ્થાપના અને જાળવણી પર લગભગ રૃા. ૭૨ લાખનો ખર્ચ આવે છે. છતાં ઔપચારિકતાથી આગળ આ ઉપલબ્ધિ તેને એક સાંસ્કૃતિક દૂત તરીકે માન્ય કરે છે જેણે ભારતને વૈશ્વિક મનોરંજનના નકશા પર મજબૂત સ્થાન અપાવ્યું છે.

રીલ લાઈફ ઉપરાંત રિયલ લાઈફમાં પણ લોકપ્રિય

દીપિકાની કારકિર્દી અભિનય સુધી સીમિત નથી રહી. રણવીર સિંહની સાથે, તે ભારતની સૌથી ચર્ચિત અને પ્રભાવશાળી સ્ટાર જોડીઓ પૈકી છે. દીપિકા એક કુશળ રોકાણકાર પણ છે જેણે સ્ટાર્ટઅપ્સ અને પોતાની બ્યુટી અને વેલનેસ બ્રાન્ડમાં રોકાણ કર્યું છે. પોતાના લિવ લવ લાફ ફાઉન્ડેશન દ્વારા તેણે માનસિક સ્વાસ્થ્યની હિમાયત કરી છે, જે પાસાની ગ્લેમર પ્રેરિત મનોરંજન ક્ષેત્ર દ્વારા ઉપેક્ષા કરવામાં આવી છે. દીપિકાનો એક મોટો પ્સસ પોઇન્ટ એની નમ્રતા છે. પોતાની ચારેતરફ સ્ટારડમની આભા ફેલાયેલી હોવા છતાં, વિનમ્રતા માટે જાણીતી છે. આ જ ગુણ તેને સહજ અને આકાંક્ષી બનાવે છે, એક એવી મહિલા કલાકાર જે રેડ કારપેટ પર છવાઈ જાય છે અને સાથે જ પોતાની નબળાઈ અને માનસિક સ્વાસ્થ્ય વિશે પણ ખુલીને વાત કરી શકે છે.

વ્યાપક વિરાસત

દીપિકા પાદુકોણ વિશેના બે મુખ્ય સમાચાર, 'સ્પિરિટ' અને 'કલ્કિ ૨૯૮૯ એડી'માંથી તેની એક્ઝિટ અને હોલીવૂડ વોક ઓફ ફેમમાં તેની એન્ટ્રી, સ્ટારડમનો વિરોધાભાસ છતો કરે છે. એક તરફ તો આ સ્ટારડમ નાજુક અને કઠોર છે, અને  બીજી તરફ તે તમને વૈશ્વિક સ્તરે અમર પણ બનાવી શકે છે. જોઈએ, દીપિકાનું જીવન કઈ દિશામાં આગળ વધી કહ્યું છે - કરીઅરમાં પણ પણ અને વાસ્તવિક જીવનમાં પણ.