Get The App

દે ગઇ રસ્તે મેં એક પ્યાર ભરી ગાલી, લડકી સાઇકલવાલી....

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
દે ગઇ રસ્તે મેં એક પ્યાર ભરી ગાલી, લડકી સાઇકલવાલી.... 1 - image

- 'ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિએ' ગીત ભલે રમૂજી અને જોડકણા જેવું લાગે, પણ તે ઠુમરી, દાદરા, જેવા ઉપશાીય સંગીતમાં વધુ વપરાતા રાગ ખમાજનો આધાર લઇને કહરવા તાલમાં કંપોઝ કરવામાં આવ્યું છે

એક વિદેશી વિચારકે સાચું કહ્યું છે કે દરેક પુરુષ વધતે ઓછે અંશે ભ્રમરવૃત્તિ ધરાવતો હોય છે. સુંદર ીને જોઇને તક મળે તો ફ્લર્ટિંગ કરવા માંડે છે. ક્યારેક સામેથી અનુકૂળ પ્રતિભાવ મળે તો અનાયાસે લગ્નબાહ્ય સંબંધ સ્થપાઇ જાય છે. વાત કડવી પણ સાચી છે. કોઇ પુરુષ છાતી ઠોકીને એવું પ્રમાણ કે સાબિતી આપી શકે નહીં કે સુંદર ીને જોઇને એ કદી આકર્ષાયો નથી. ભલભલા રૂષિ મુનિઓ પણ કંચન અને કામિની વિના ટળવળતા જોવા મળે છે. મોટે ભાગે સામાજિક વિષયો પર ફિલ્મો બનાવવા માટે પંકાયેલા બી આર ચોપરાએ આ વિચાર ૧૯૫૦ના દાયકાના એક સમર્થ વાર્તાકાર કમલેશ્વરને કહીને એક સ્ક્રીપ્ટ તૈયાર કરાવી. એના પરથી ૧૯૭૮માં એક રમૂજી છતાં વિચારપ્રેરક ફિલ્મ બનાવી. એ ફિલ્મ એટલે 'પતિ, પત્ની ઔર વો.' કમલેશ્વરને આ ફિલ્મની સ્ક્રીપ્ટ માટે બેસ્ટ સ્ક્રીનપ્લે રાઇટરનો ફિલ્મ ફેર એવોર્ડ મળેલો. 

આપણા સૌના માનીતા ગરવા ગુજરાતી સંજીવ કુમાર, રિશિ કપૂર, આજની પેઢીને જે નામ અજાણ્યું લાગશે એ અભિનેત્રી વિદ્યા સિંહા, પરવીન બાબી, નીતુ સિંઘ-કપૂર અને ટીના મુનીમ (આજે ટીના અનિલ અંબાણી) જેવા મોખરાના કલાકારોને લઇને બી આર ચોપરાએ આ ફિલ્મ બનાવી અને હિટ નીવડી. હિટ એટલે કેવી હિટ, ૨૦૦૯માં ટી સિરિઝવાળા ભૂષણ કુમારે કાતક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડેને લઇને આ જ ટાઇટલ સાથે ફરી આ ફિલ્મ બનાવી. જો કે એને મૂળ ફિલ્મ જેવી ધૂમ સફળતા ન મળી એ જુદી વાત છે.

અહીં ઔર એક મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે. કારકિર્દીના એક યા બીજા તબક્કે મોટા ભાગના મોખરાના દરેક ફિલ્મ સર્જકે ફિલ્મ સર્જનના દરેક વિભાગમાં નવી પ્રતિભાને લેવાનું જોખમ ખેડયુ. બી. આર. ચોપરાના કાયમી સંગીતકાર રવિ હોવા છતાં આ ફિલ્મમાં એમણે રવીન્દ્ર જૈનને લેવાનો નિર્ણય કર્યો. અગાઉ રાજ કપૂર, દેવ આનંદ વગેરેએ પણ કારકિર્દીના ઉત્તરાર્ધમાં જુદા જુદા સંગીતકારોને અજમાવેલા.

વધુ એક મુદ્દો સમજવા જેવો છે. સામાજિક, ઐતિહાસિક, એક્શન ફિલ્મની તુલનાએ નિર્ડંખ અને નિર્દોષ કોમેડી ફિલ્મ બનાવવી કદાચ સૌથી મુશ્કેલ કામ છે. દ્વિઅર્થી સંવાદોથી તમે થોડીવાર ઓડિયન્સને હસાવી શકો. પરંતુ એ દ્વિઅર્થી હોવાથી એને ખરા અર્થમાં કોમેડી કહી શકાય નહીં. પ્રખર મરાઠી ફિલ્મ સર્જક-અભિનેતા દાદા કોંડકે અને ગુજરાતી અભિનેતા રમેશ મહેતાએ આવી દ્વિઅર્થી કોમેડી કરેલી. બી આર ચોપરાએ 'પતિ, પત્ની ઔર વો'નો કથાસાર સંગીતકાર રવીન્દ્ર જૈનને સંભળાવ્યો ત્યારે આ ઉમદા માણસે ચોપરાજીને સૂચવ્યું કે રમૂજી સામાજિક કથા હોવાથી આ ફિલ્મનાં ગીતો અન્ય કોઇ પાસે લખાવો તો મને ગમશે. ચોપરા આ ભક્તહૃદયના સંગીતકારની નિખાલસતાથી રાજી થયા. આ ફિલ્મમાં માત્ર ચાર ગીતો છે. ચારેચાર આનંદ બક્ષીએ લખ્યાં છે. 

એક ગીત કવ્વાલીના ઢંગમાં રજૂ કરાયું છે. એ ગીતથી આરંભ કરીએ. આમ તો જોડકણાં જેવું લાગે, પરંતુ કોમેડી ખાતર માણવું જોઇએ. આ ગીત મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે અને પૂણમા (મુળ નામ સુષ્મા શ્રેા)ના કંઠમાં છે. ઠુમરી, દાદરા, જેવા ઉપશાીય સંગીતમાં વધુ વપરાતા રાગ ખમાજનો આધાર લઇને કહરવા તાલમાં રજૂ થયેલા આ ગીતના શબ્દો માણો- 'ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે, ગાના આયે યા ના આયે, ગાના ચાહિયે, બેટા બજાઓ તાલી, હમ ગાતે હૈં કવ્વાલી, બજને દો ઇકતારા, ખોલો જરા ફવ્વારા, યહ બાલટી ઊઠાઓ, ઢોલક ઇસે બનાઓ, બૈઠે હો યહ ક્યા લેકર, યહ ઘર હૈ યા હૈ થિયેટર...'

એક ગીત કિશોરકુમારના કંઠમાં છે. સ્વાભાવિક છે, કિશોરકુમારે પોતાની રીતે મોજ કરાવે એ રીતે ગાયું છે. એના શબ્દો આ રહ્યા - 'ન આજ થા ન કલ થા, કોઇ મુશ્કિલ થી, ન હલ થા, તો ફિર ક્યા થા, બસ, એક કલ થા...'

મહેન્દ્ર કપૂર અને આશા ભોંસલેએ જમાવેલું ફિલ્મના મુખ્ય ગીત જેવી રચના આપણા સૌની માનીતી ભૈરવી રાગિણીમાં તાલ કહરવામાં મોજ કરાવે છે- 'દે ગઇ રાસ્તે મેં એક પ્યાર ભરી ગાલી, લડકી સાઇકલવાલી, ગાલી પે છોડ દિયા, તુમ જૈસે દિવાને કો? સર ક્યોં નહીં ફોડ દિયા?' છેલ્લું ગીત પાગલ પ્રેમીના બબડાટને રજૂ કરે છે. મહેન્દ્ર કપૂરે ગાયેલું એ ગીત આ રહ્યું- 'તેરે નામ, તેરે નામ, તેરે નામ, દિલ તેરે નામ, હો દિલ કહતા હૈ, દિલ તેરે નામ કર દું, મરને સે પહલે જરૂરી યહ કામ કર દું...' આખી ફિલ્મમાં સંજીવ કુમાર પોતાના સ્વાભાવિક અભિનયથી છવાઇ ગયેલો.