Get The App

સની લિઓની : આકર્ષણ અકબંધ પણ જાદુ ઓસરી રહ્યો છે

Updated: Jan 19th, 2018

GS TEAM

Google News
Google News
સની લિઓની : આકર્ષણ અકબંધ પણ જાદુ ઓસરી રહ્યો છે 1 - image

સની  લિયોને વર્ષ ૨૦૧૨માં  'જીસ્મ-ટુ' દ્વારા બોલીવૂડમાં  પર્દાપણ કર્યું એ અગાઉથી જાણીતી હતી. પરંતુ એડલ્ટ  ફિલ્મની આ આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીને મોટે પડદે જોવા ભારતીય દર્શકો આતુર હતા દર્શકોની આ ઉત્કંઠાનો લાભ ખાટવા દેશના અનેક સર્જકોએ જીસ્મ-ટુની  નિષ્ફળતાને દર કનાર કરી અને સનીના દ્વારા ખખડાવતા રહ્યાં. મોટી રકમની ઓફર એને થતી રહી. સની લિઓની  આજે પણ ઈન્ટરનેટ પર સહુથી વધુ સર્ચ થતી સેલિબ્રિટી છે.

પરંતુ પાંચ વર્ષ પછી  હવે  લાગે છે કે એનો જાદુ ઓસરી ગયો છે. એની કામણગારી કાયાની પ્રશંસા હરકોઈ કરે છે પરંતુ બોક્સ ઓફિસ પર એની  ફિલ્મો ચાલતી નથી. બોલીવૂડમાં સનીની કુલ સાત  ફિલ્મો આવી અને એમાંથી સાત તો  ઊંધે માથે પછડાઈ. સનીમાં રહેલું ખાસ તત્ત્વ પણ દર્શકોને  થિએટરોમાં  ખેંચી લાવવા નિષ્ફળ નીવડયું.

સનીની  છેલ્લી  રિલીઝ 'તેરા ઈન્તેઝાર' માં નિર્માતાને મોટું નુકસાન  થયું. સની લિઓનની નિષ્ફળ  ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ ટોચને સ્થાને રહેશે. પહેલા ત્રણ દિવસમાં  આ  ફિલ્મે રોકડી ૧.૩૫ કરોડની કમાણી કરી.  સનીની અગાઉ રિલિઝ થયેલી  ફિલ્મ ''એક પહેલી લીલા' ના પહેલા દિવસની કમાણીનો આ એક તૃતીયાંશ આંકડો  છે.

એક ટ્રેડ એનાલિસ્ટના ગણિત  પ્રમાણે 'તેરા ઈન્તઝાર' પાછળ થયેલું તમામ આર્થિક રોકાણ નિર્માતાએ માંડી વાળવું પડશે. પંદર કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મનો કુલ  વકરો માંડ બેથી ત્રણ કરોડ રહ્યો  છે. આ ટ્રેડ એનાલિસ્ટના માનવા પ્રમાણે સનીનો જાદુ ગાયબ થઈ  ગયો  છે.  'રાગિની એમએમએસ' એકમાત્ર એવી ફિલ્મ છે જેનો કમાણીનો આંકડો ૪૫ કરોડને વટાવી ગયો છે. એ સ્વીકારે છે કે સની લિઓન સુંદર અને કામણગારી છે. દર્શકોને એ પસંદ પણ છે પરંતુ  થિએટરોમાં નહીં.

એક વખત એવો હતો કે સનીના નામે  નિર્માતાઓ  ઓછો પણ નફો કરી શકતા હતા. પરંતુ હવે દર્શકો સનીને સર્ચ કરીને   જોવાનું પસંદ કરે છે. કોઈ થિએટરોમાં જઈ નાણા વેડફવા નથી માંગતું. નિર્માતાઓ એ પણ સ્વીકારે  છે કે સની સંપૂર્ણપણે વ્યવસાયિક  છે. જો કે 'એક પહેલી  લીલા' ના નિર્માતાનું કહેવું છે કે જો  એ એની સિક્વલ બનાવવાનું પસંદ કરે તો સનીને એમાં જરૃર લેશે.

દિગ્દર્શક મિલાપ ઝવેરીનું  માનવું છે કે સની પોતાની ઈમેજમાં  કેદ થઈ ગઈ છે. મિલાપે 'મસ્તીજાદે'માં સની સાથે કામ કર્યું  છે. આ  ફિલ્મ બોક્સ ઓફિસ પર સૂરસૂરીયું  પૂરવાર થઈ હતી. મિલાપ પણ શરૃઆતમાં એમ માનતો હતો કે સનીનો જાદુ બોક્સ ઓફિસ પર  છવાઈ જશે  અને બોક્સ ઓફિસને છલકાવી દેશે. પરંતુ એની માન્યતા સદંતર ખોટી પૂરવાર થઈ હતી.

  જો કે  આ ધબડકાની જવાબદારી આંશિક રીતે પોતાના શિરે પણ લે છે.એણે  કહ્યું કે એ સંભવતઃ  સારી ફિલ્મ બનાવવામાં નિષ્ફળ ગયો અને એથી આ ફિલ્મ ધબાય નમ થઈ.  એનું માનવું છે કે સનીએ હવે આ ઉદ્યોગમાં ટકવું હોય ત પોતાની છબીથી વિપરીત કશુંક ધારદાર અને અર્થસભર કરવું જોઈએ. હવે સની કશુંક નાટયાત્મક અને પ્રયોગશીલ નહીં આપે તો  એની છબી વધુ  મજબૂત  બનશે. જે એને માટે ખરાબ  છે.

મિલાપનું માનવું  છે કે શાહરૃખની 'રઈશ' માં એનું 'લૈલા મેં લૈલા' આઈટમ સોંગ આપ્યું એનાથી દર્શકોની અપેક્ષાઓ સની પાસે વધી ગઈ છે. એના ચાહકોેની સંખ્યા પણ ઘણી છે પરંતુ તેઓ હવે સનીને જુદી ભૂમિકામાં જોવા માંગે છે. 

જો કે  એક નિર્માતાના કહેવા મુજબ સનીની  ફિલ્મ નિષ્ફળ જાય તો એની સંપૂર્ણ જવાબદારી સનીને શિરે ન ઢોળવી જોઈએ. બોલીવૂડમાં  ઈવન આજે પણ ફિલ્મો હીરોના પ્રતાપે ચાલે છે. સનીની  ફિલ્મોથી પસંદગી ખોટી હતી એની ગુણવત્તા નહીં. એના માનવા પ્રમાણે સનીએ સહેજ ધીરા પડીને આત્મમંથન કરવું  જોઈએ. એેને બોલીવૂડમાં કોઈકના માર્ગદર્શનની જરૃર  છે.

સની હજી એ સ્તર પર નથી ધકેલાઈ ગઈ જ્યાં  નિર્માતાઓ એને સાઈન કરતા ડરે.  એની પાસે હજી પોતાની જાતને પૂરવાર કરવાનો ઘણો  સમય છે. આઈટમ નંબર અને કેમિયો એક વાત છે જ્યારે દમદાર રોલ બીજી વાત છે. સનીએ ટકી રહેવા માટે અભિનયનું  કૌવત દર્શાવવું પડશે. ઉરજો અને નિતંબના પ્રદર્શન થકી એ લાંબો સમય નહીં ચાલે.
 

Tags :